Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 22:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 રુબેનપુત્રોએ તથા ગાદપુત્રોએ તથા મનાશ્શાનાપુત્રોએ જે વચન કહ્યાં, તે ફીનહાસ યાજકે અને તેની સાથે પ્રજાના જે આગેવનો એટલે ઇઝરાયલના હજારોના વડીલો હતા તેઓએ સાંભળ્યાં, ત્યારે તેઓને બહુ સારું લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 ફિનહાસ યજ્ઞકાર અને તેની સાથે ગયેલા ઇઝરાયલી સમાજના આગેવાનો, એટલે પશ્ર્વિમ તરફનાં કુળોના ગોત્રોના વડાપુરુષો રૂબેન, ગાદ અને પૂર્વ- મનાશ્શાનાં કુળોનાં લોકોનો ખુલાસો સાંભળીને સંતોષ પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 જયારે તેઓની સાથેના ફીનહાસ યાજકે લોકોના આગેવાનોએ અને ઇઝરાયલના કુટુંબનાં વડાઓએ રુબેનીઓ, ગાદીઓ તથા મનાશ્શાએ જે વચનો કહ્યાં તે સાંભળ્યાં ત્યારે તેઓને સારું લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 જ્યારે યાજક ફીનહાસ તથા ઇસ્રાએલી આગેવાનોએ રૂબેન, ગાદ અને મનાશ્શાના વંશના લોકોએ જે કહ્યું તે સાંભળીને તેઓને સંતોષ થયો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 22:30
11 Iomraidhean Croise  

અને એસાવે જોયું કે મારા પિતા ઇસહાકને કનાન દેશની દીકરીઓ ગમતી નથી;


એ કામ રાજાની ર્દષ્ટિમાં તથા સમગ્ર પ્રજાની ર્દષ્ટિમાં સારું લાગ્યું.


એ સૂચના રાજાને તથા સરદારોને સારી લાગી, તેથી રાજે મમૂખાનના કહેવા પ્રમણે કર્યું.


નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે;


આ વાતો સાંભળીને તેઓ છાના રહ્યા, અને ઈશ્વરને મહિમા આપતાં કહ્યું, “ઈશ્વરે વિદેશીઓને પણ પશ્ચાત્તાપ [કરવાનું મન] આપ્યું છે કે તેઓ જીવન પામે.”


અમારા ઈશ્વર યહોવાના મંડપની સામે જે તેમની વેદી છે, તે સિવાય અમે દહનીયાર્પણ કે ખાદ્યાર્પણ કે યજ્ઞ ને માટે બીજી વેદી બાંધીને યહોવાનો દ્રોહ કરીએ, ને યહોવાને અનુસરવાનું છોડી દઈએ, એવું કદી ન થાઓ.”


અને એલાઝાર યાજકના દીકરા ફીનહાસે રુબેનપુત્રોને તથા ગાદપુત્રોને તથા મનાશ્શાનાપુત્રોને કહ્યું, “આજે અમને ખાતરી થઈ છે કે યહોવા આપણી મધ્યે છે, કેમ કે આમાં તમે યહોવાની આ નું ઉલ્લંઘન કર્યું નથી; હવે તો તમે ઇઝરાયલીઓને યહોવાના હાથમાંથી છોડાવ્યા છે.”


તે સાંભળીને ઇઝરાયલીઓ સંતોષ પામ્યા; અને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી, ને જે દેશમાં રુબેનપુત્રો તથા ગાદપુત્રો વસતા હતા, તેનો નાશ કરવાને તેઓએ ત્યાર પછી ચઢાઈ કરવાની વાત કદી કાઢી નહિ.


ઈશ્વરે મિદ્યાનના ઓરેબ તથા ઝેબ સરદારોને તમારા હાથમાં સોંપ્યા છે. અને તમારા પ્રમાણમાં હું શું કરી શક્યો છું?” તેણે એ વાત કહી, ત્યારે તેના પરથી તેઓનો ક્રોધ નરમ પડ્યો.


ત્યારે આખીશે દાઉદને બોલાવીને તેને કહ્યું, “જીવતા યહોવાના સમ, તું પ્રમાણિકપણે વર્ત્યો છે, સૈન્યમાં મારી સાથે તારું જવું આવવું એ મારી દષ્ટિમાં સારું છે! કેમ કે તું મારી પાસે આવ્યો ત્યારથી તે આજ સુધી તારામાં મને કંઈ જ દુષ્ટતા માલૂમ પડી નથી. પરંતુ સરદારોની કૃપા તારા પર નથી.


Lean sinn:

Sanasan


Sanasan