Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 22:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 કેમ કે, હે રુબેનપુત્રો અને ગાદપુત્રો, તમારી અને અમારી વચ્ચે યહોવાએ યર્દનને સરહદ ઠરાવી છે; [તેથી] તમને યહોવાની સાથે કંઈ લાગતુંવળગતું નથી; એમ [કહીને] તમારા પુત્રો અમારા પુત્રોને યહોવાનું ભય રાખતાં અટકાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 પ્રભુએ અમારી અને તમારી એટલે રૂબેન તથા ગાદના લોકો વચ્ચે યર્દનની સરહદ કરાવી છે. તમારે પ્રભુ સાથે કંઈ સંબંધ નથી.’ આમ, તમારા વંશજો અમારા વંશજોને પ્રભુનું ભજન કરતા અટકાવી દે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 કેમ કે યહોવાહે યર્દનને તમારી અને અમારી વચ્ચે સરહદ બનાવી છે. તેથી રુબેનના લોકો અને ગાદના લોકો તમારે યહોવાહ સાથે કશો લાગભાગ નથી.’ એવું કહીને તમારા દીકરાઓ અમારા દીકરાઓને યહોવાહની આરાધના કરતાં અટકાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 યહોવાએ અમને આપ્યું: યહોવાએ રૂબેન અને ગાદના લોકોને યર્દન નદીની બીજી બાજુ પરની ભૂમિ આપી તેથી નદી તમને અને અમને જુદા પાડે છે. તેથી તમાંરા બાળકો અમાંરા બાળકોને યહોવાનો ડર રાખતાં રોકશે. તેઓ અમાંરા બાળકોને કહેશે: ‘તમાંરો યહોવામાં કોઈ ભાગ નથી.’

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 22:25
13 Iomraidhean Croise  

બિન્યામીની બિખ્રીનો શેબા નામે દીકરો, જે એક બલિયાલનો માણસ, તે ભોગજોગે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને કહ્યું, “દાઉદમાં આપણો કંઈ ભાગ નથી, તેમ જ યિશાઈના દિકરામાં આપણો કંઈ વારસો નથી; ઓ ઇઝરાયલ, તમ દરેક પોતપોતાના તંબુએ [જાઓ].”


જ્યારે સર્વ ઇઝરયલે જોયું કે રાજા અમારું સાંભળતો નથી, ત્યારે લોકોએ રાજાને ઉત્તર આપ્યો, “દાઉદમાં અમારો શો ભાગ છે? તેમ જ યિશાઈના પુત્રમાં અમારો વારસો નથી; હે ઇઝરાયલ, તમે તમારા તંબુએ જાઓ. હવે, હે દાઉદ, તું તારું ઘર સંભાળી લે.” એમ ઇઝરાયલ પોતપોતાના તંબુએ ગયા.


જે પાપો યરોબામે કર્યા છે તથા જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું છે તેને લીધે તે ઇઝરાયલને તજી દેશે.”


જે પાપ યરોબામે કર્યાં હતાં તથા જેથી તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેને લીધે, ને જે રોષ તેણે ઇઝરાયલના ઈશ્વર યહોવાને ચઢાવ્યો હતો તે રોષને લીધે [એમ થયું].


ત્યારે મેં તેઓને ઉત્તર આપ્યો, “આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે; માટે અમે તેના સેવકો બાંધકામ શરૂ કરીશું. પણ તમારો કંઈ હિસ્સો કે હક કે સ્મારક યરુશાલેમમાં નથી [એ જાણજો].”


યહોવા મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છે; તમે મારા હિસ્સાનો આધાર છો.


આ વાતમાં તારે લાગભાગ નથી, કેમ કે તારું અંત:કરણ ઈશ્વરની આગળ ચોખ્ખું નથી.


કેમ કે અમે વિચાર કરીને એ હેતુથી આ કામ કર્યું છે કે, રખેને ભવિષ્યમાં તમારા પુત્રો અમારા પુત્રોને કહે કે ઇઝરાયલના ઈશ્વર યહોવાની સાથે તમને શું લાગેવળગે છે?


માટે અમે કહ્યું કે, આપણે પોતાને માટે વેદી બાંધવાની તૈયાર કરીએ, દહનીયાર્પણને માટે નહિ, કે યજ્ઞ ને માટે નહિ;


પણ અમારી ને તમારી વચ્ચે, ને આપણી પાછળ આપણાં સંતાનોની વચ્ચે એ સાક્ષીરૂપ થાય કે, અમારાં દહનીયાર્પણથી ને અમારા યજ્ઞ થી ને અમારાં શાંત્યર્પણથી યહોવાની સેવા કરવાનો અમને પણ હક છે. જેથી ભવિષ્યમાં તમારા વંશજો અમારા વંશજોને એવું ન કહે કે, તમને યહોવાની સાથે કંઈ લાગતુંવળગતું નથી.


તો હવે, મારા મુરબ્બી રાજાએ કૃપા કરીને પોતાના દાસનાં વચન સાંભળવાં, જો મારી વિરુદ્ધ તમને ઉશ્કેરનાર તે યહોવા હોય, તો તે એક અર્પણનો અંગીકાર કરો, પણ જો તે મનુષ્યપુત્રો હોય, તો તે યહોવાની આગળ શાપિત થાઓ; કેમ કે જા, અન્ય દેવોની સેવા કર, એમ કહીને, હું યહોવાના વતનનો ભાગીદાર ન રહું એ મતલબથી તેઓએ મને આજે હાંકી કાઢ્યો છે,


Lean sinn:

Sanasan


Sanasan