Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 22:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 “દેવોનાં ઈશ્વર યહોવા, દેવોનાં ઈશ્વર યહોવા, તે જાણે છે, ને ઇઝરાયલ પણ જાણશે કે, યહોવાનો દ્રોહ કર્યાથી અથવા તેમની આ નું ઉલ્લંઘન કર્યાથી, (આજે તમે અમારો બચાવ કરશો નહિ, )

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 “પરમેશ્વર, પ્રભુ પરમેશ્વર, અમે એવું શા માટે કર્યું તે બહુ સારી રીતે જાણે છે અને તમે, સમસ્ત ઇઝરાયલ પણ એ જાણો એવું અમે ઈચ્છીએ છીએ. જો અમે પ્રભુ સામે વિદ્રોહ કર્યો હોય અને તેમને વફાદાર રહ્યા ન હોઈએ તો તમે અમને જીવતા રહેવા દેશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 “પરાક્રમી, ઈશ્વર, યહોવાહ! પરાક્રમી, ઈશ્વર, યહોવાહ! એ જાણે છે. અને ઇઝરાયલ પોતે પણ જાણશે કે યહોવાહની વિરુદ્ધ બળવો અથવા વિશ્વાસનું ઉલ્લંઘન કરવાથી તે અમારો બચાવ કરશે નહિ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 “દેવાધિદેવ યહોવા જાણે છે અને ઇસ્રાએલીઓએ પણ જાણવું જોઈએ કે જો આપણે ઉલ્લંઘન દ્વારા યહોવા વિરુદ્ધ પાપ કરી રહ્યાં હોઈએ તો આજે એમને બચાવશો નહિ, એમને માંરી નાખો!

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 22:22
40 Iomraidhean Croise  

તો તમે તમારા રહેઠાણ આકાશમાં તે સાંભળી ક્ષમા આપીને [તે પ્રમાણે] કરજો. અને દરેક માણસનું હ્રદય તમે જાણો છો માટે તેને તેના સર્વ માર્ગો પ્રમાણે ફળ આપજો; (કેમ કે તમે, ફક્ત તમે જ, સર્વ મનુષ્યપુત્રોનાં હ્રદયો જાણો છો;)


તમે જાણો છો કે હું દુષ્ટ નથી; અને તમારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી.


પરંતુ મારી ચાલચલગત તે જાણે છે; મને તે પરખશે ત્યારે હું સોના જેવો નીકળીશ.


તો મારો હાથ‌ ખભામાંથી ખરી પડો, અને મારો હાથ ભાંગી જાઓ.


દેવોના ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.


તે તારા ન્યાયીપણાને અજવાળાની જેમ, અને તારા ન્યાયને બપોરની જેમ તેજસ્વી કરશે.


મહા મંડળીમાં મેં [તમારા] ન્યાયીપણાની વાત પ્રગટ કરી છે; મેં મારા હોઠો બંધ કર્યા નથી. હે યહોવા, તે તમે જાણો છો.


તો ઈશ્વર જે હ્રદયની ગુપ્ત વાતો જાણે છે તે શું તે ખોળી કાઢશે નહિ?


કેમ કે તમારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ; કાપવાનાં ઘેટાંના જેવા અમને ગણવામાં આવે છે.


ઈશ્વર, હા, ઈશ્વર યહોવા બોલ્યા છે, તેમણે સૂર્યના ઉદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે.


દેવની સભામાં ઈશ્વર ઊભા રહે છે; તે દેવો મધ્યે ન્યાય કરે છે.


કેમ કે યહોવા મોટા ઈશ્વર છે, તે સર્વ દેવો પર મોટા રાજા છે.


કોરેલાં પૂતળાંની સેવા કરનારાઓ, અને મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ, તેઓ સર્વ ફજેત થાઓ. હે સર્વ દેવો, તમે ઈશ્વરને ભજો.


હવે હું જાણું છું કે, યહોવા સર્વ દેવો કરતાં મોટા છે. હા, જે બાબતમાં તેઓ તેમની વિરુદ્ધ ગર્વ કરતા હતા તેમાં જ [તે જીત્યા].”


પણ, હે યહોવા તમે મને ઓળખો છો, તમે મને જુઓ છો, ને મારું હ્રદય તમારી સાથે કેવી રીતે વર્તે છે તે તમે પારખો છો; તેઓને ઘેટાંની જેમ કાપવા માટે કાઢો, તથા હિંસાના દિવસને માટે તેઓને તૈયાર કરો.


હું યહોવા મનમાં શું છે તે શોધી કાઢું છું, હું અંત:કરણને પારખું છું કે, હું દરેકને તેનાં આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું.


રાજા પોતાની મરજી પ્રમાણે કરશે. તે ગર્વ કરશે ને તે પોતાને દરેક દેવ કરતાં મોટો ગણશે, ને દેવોના દેવની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે; અને ક્રોધ પૂરો થતાં સુધી તે આબાદ થશે, કેમ કે જે નિર્માણ થયેલું છે તે પૂરું કરવામાં આવશે.


રાજાએ દાનિયેલને ઉત્તર આપ્યો, “તું આ મર્મ ખોલી શક્યો છે તે ઉપરથી ખરેખર તમારો ઈશ્વર તે દેવોનો ઈશ્વર, રાજાઓનો પ્રભુ તથા મર્મદર્શક છે.”


તે તારા પક્ષની હિમાયત કરીને મને દાદ આપશે ત્યાં સુધી હું યહોવાનો રોષ સહન કરીશ, કેમ કે મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે, તે મને બહાર અજવાળામાં લાવશે, [ને] હું તેમનું ન્યાયીપણું જોઈશ.


ત્યારે તમે ફરશો અને સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેમની સેવા નહિ કરનારની વચ્ચેનો, ભેદ સમજશો.”


તે ત્રીજી વાર તેને કહે છે, “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?” પિતર દિલગીર થયો, કારણ કે તેમણે ત્રીજીવાર તેને પૂછ્યું હતું “શું તું મારા પર હેત રાખે છે? તેણે તેમને કહ્યું, “પ્રભુ તમે બધું જાણો છો. હું તમારા પર હેત રાખું છું એ તમે જાણો છો. ઈસુ તેને કહે છે, “મારા ઘેટાંને પાળ.


તેઓએ પ્રાર્થના કરી, “હે અંતર્યામી પ્રભુ,


જો હું ગુનેગાર હોઉં, અને મરણદંડને યોગ્ય મેં કંઈ કર્યું હોય, તો હું મરવાને ના પાડતો નથી. પણ જે વિષે તેઓ મારા પર તહોમત મૂકે છે તેમાંની જો એકે વાત ખરી ન હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કાઈસારની પાસે ન્યાય માગું છું.


શા માટે? શું હું તમારા પર પ્રેમ રાખતો નથી તે માટે? ઈશ્વર જાણે છે.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા જે સર્વકાળ સ્તુત્ય છે, તે જાણે છે કે હું જૂઠું કહેતો નથી.


માટે પ્રભુનું ભય જાણીને અમે માણસોને સમજાવીએ છીએ, પણ અમે ઈશ્વરને પ્રગટ થયેલા છીએ. અને તમારાં અંત:કરણોમાં પણ અમે પ્રગટ થયા છીએ એવી હું આશા રાખું છું.


કેમ કે યહોવા તમારા ઈશ્વર તે તો દેવોના ઈશ્વર તથા ધણીઓના ધણી, મોટા, પરાક્રમી તથા ભયાનક પરમેશ્વર છે. તે કોઈની આંખની શરમ રાખતા નથી, તેમ લાંચ પણ લેતા નથી.


તેમને એકલાને અમરપણું છે, પાસે જઈ શકાય નહિ એવા પ્રકાશમાં જે રહે છે, જેમને કોઈ માણસે જોયા નથી, ને જોઈ શકતા પણ નથી તેમને સદાકાળ ગૌરવ તથા સામર્થ્ય હો. આમીન.


તેમની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દષ્ટિમાં સર્વ નગ્ન તથા ઉઘાડાં છે.


ત્યારે રુબેનપુત્રોએ તથા ગાદપુત્રોએ તથા મનાશ્‍શાના અર્ધકુળે ઇઝરાયલના હજારોના વડીલોને ઉત્તર આપ્યો,


તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર “રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ” એવું નામ લખેલું છે.


મરકીથી હું તેના છોકરાંનો સંહાર કરીશ; અને સર્વ મંડળીઓ જાણશે કે મન તથા અંત:કરણનો પારખનાર હું છું; અને તમો દરેકને હું તમારાં કામ પ્રમાણે બદલો આપીશ.


કેમ કે વિરોધ એ જોષ જોવાના પાપ જેવો છે, ને હઠીલાઈ એ દુષ્ટતા તથા મૂર્તિપૂજા જેવી છે. તેં યહોવાનું વચન નકાર્યું છે, માટે યહોવાએ પણ તને રાજા તરીકે નકાર્યો છે.”


હવે પછી એમ અતિશય ગર્વથી વાત કરશો નહિ; તમારા મુખમાંથી કેમ કે યહોવા તો જ્ઞાનના ઈશ્વર છે, અને તે કૃત્યોની તુલના કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan