Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 22:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 ઝેરાના દીકરા આખાને શાપિત વસ્તુ સંબંધી કરેલી આ નું ઉલ્લંઘન કર્યું, ને તેથી ઇઝરાયલની સમગ્ર પ્રજા પર કોપ આવ્યો કે નહિ? અને તે માણસ એકલો જ પોતાના અન્યાયમાં નાશ પામ્યો એમ નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 નાશ કરવા માટે અર્પિત થયેલી વસ્તુઓની બાબતમાં ઝેરાનો પુત્ર આખાન આધીન ન થયો અને એને લીધે ઇઝરાયલના આખા સમાજને શિક્ષા થઈ હતી તે યાદ કરો. આખાનના પાપને લીધે એ એકલો જ કંઈ માર્યો ગયો નહોતો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 ઝેરાહના દીકરા આખાને શાપિત વસ્તુઓની બાબતે યહોવાહે કરેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરી તેમનો વિશ્વાસ તોડયો નથી શું? અને તેથી ઇઝરાયલના બધા લોકો પર કોપ આવ્યો હતો કે નહિ? તે માણસ એકલો જ પોતાના અપરાધમાં નાશ પામ્યો એવું નથી.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 “એ યાદ રાખજો કે ઝંરાહના પુત્ર આખાને શાપિત ઠરાવેલી વસ્તુઓની બાબતમાં આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ હતું. અને સમગ્ર ઇસ્રાએલી સમાંજ ઉપર યહોવાનો કોપ ઊતર્યો હતો. આખાનના પાપને કારણે તેને એક્લાને મરવું પડયું નહોતું.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 22:20
11 Iomraidhean Croise  

તેઓએ પોતાના પોતૃઓના ઈશ્વર યહોવાના મંદિરને તજી દીધું, ને અશેરીમ તથા મૂર્તિઓની ઉપાસના કરી. તેઓના એ અપરાધને લીધે યહૂદિયા તથા યરુશાલેમ ઉપર ઈશ્વર કોપાયમાન થયા.


તારી દુષ્ટતાથી તારા જેવા માણસને તો [ઇજા થાય] ; અને તારી નેકીથી તો મનુષ્યને [નફો થાય].


અને મૂસાએ હારુનને તથા તેના પુત્રો એલાઝારને તથા ઇથામારને કહ્યું, “તમારા માથાના વાળ છોડી નાખતા નહિ, ને તમારાં વસ્‍ત્રો ફાડતા નહિ, રખેને તમે માર્યા જાઓ, ને રખેને સમગ્ર પ્રજા પર તે કોપાયમાન થાય. પણ જે જવાળા યહોવાએ સળગાવી છે, તેને લીધે તમારા ભાઈઓ, એટલે ઇઝરાયલનું આખું ઘર, વિલાપ કરો.


હવે જેમ તેઓ ભૂંડી વસ્તુઓની વાસના રાખનારા હતા તેવા આપણે ન થઈએ, તે માટે આ વાતો આપણે માટે ચેતવણીરૂપ હતી.


ત્યારે રુબેનપુત્રોએ તથા ગાદપુત્રોએ તથા મનાશ્‍શાના અર્ધકુળે ઇઝરાયલના હજારોના વડીલોને ઉત્તર આપ્યો,


પણ ઇઝરાયલ પ્રજાએ શાપિત વસ્તુ વિષે અપરાધ કર્યો; કેમ કે યહૂદાના કુળમાંના ઝેરાના પુત્ર ઝાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાને તે શાપિત વસ્તુમાંથી કંઈ લઈ લીધું; અને યહોવાનો કોપ ઇઝરાયલીઓ પર સળગી ઊઠ્યો.


અને તેના ઘરના પુરુષોને એક પછી એક તેણે રજૂ કર્યા, ત્યારે યહૂદાના કુળના ઝેરાના પુત્ર ઝાબ્દીના પુત્ર કાર્મીનો પુત્ર આખાન પકડાયો.


અને યહોશુઆએ ને તેની સાથે સર્વ ઇઝરાયલે ઝેરાનો પુત્ર આખાને, ને રૂપું, ને જામો, ને સોનાનું પાનું, ને તેના દીકરા, ને તેની દીકરીઓ, ને તેના બળદોમ ને તેનાં ગઘેડાં, ને તેનાં ઘેટાં ને તેનો તંબુ, ને તેનું સર્વસ્વ, લઈને તેઓને તેઓ આખોરની ખીણમાં લઈ ગયા.


અને આયના માણસોને તેઓમાંના આશરે છત્રીસ માણસ માર્યા; અને તેઓએ દરવાજા આગળથી તે છેક શબારીમ સુધી તેમની પાછળ પડીને ઊતરવાની જગા આગળ તેમને માર્યા. અને લોકોનાં હ્રદય પીગળીને પાણી જેવાં થઈ ગયાં.


અને થનાર અધર્મીઓને ઉદાહરણ આપવા માટે સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી.


Lean sinn:

Sanasan


Sanasan