Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 22:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 કે, યહોવાને અનુસરવાથી આજે તમારે ફરી જવું પડે છે? એથી એમ થશે કે, તમે આજે યહોવાનો દ્રોહ કરો છો, માટે કાલે ઇઝરાયલનિ આખી પ્રજા ઉપર તે કોપાયમાન થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 તમે હવે પ્રભુને અનુસરવાનો નકાર કરશો? તમે આજે પ્રભુ વિરુદ્ધ બંડ કરો છો અને આવતીકાલે તે સમસ્ત ઇઝરાયલી સમાજ પર કોપાયમાન થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 શું તમે યહોવાહનાં અનુસરણથી આજે પાછા ફરી ગયા છો? જો તમે પણ આજે યહોવાહની વિરુદ્ધ બળવો કરો છો, માટે કાલે ઇઝરાયલના સમગ્ર લોકો ઉપર તે કોપાયમાન થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તમે આજે યહોવાથી વિમુખ થઈ ગયા છો? જો તમે આજે તેની સામે બળવો કરશો તો આવતી કાલે તે સમગ્ર ઇસ્રાએલી સમાંજ ઉપર રોષે ભરાશે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 22:18
20 Iomraidhean Croise  

યહોવાનો કોપ ફરી ઇઝરાયલ પર સળગી ઊઠ્યો; અને તેમણે દાઉદને તેઓની વિરુદ્ધ ઉશ્કેરીને કહ્યું, “જા, ઇઝરાયલ તથા યહૂદિયાની ગણતરી કર.”


પણ જો તમે અથવા તમારા દીકરા મને અનુસરવાનું છોડી દેશો, ને મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ જે મેં તમારી આગળ મૂકયાં છે તે નહિ પાળો, પણ જઈને અન્ય દેવોની સેવા કરશો ને તેમને ભજશો;


યહોવાએ ઇઝરાયલને દાઉદના કુટુંબમાંથી વિભાજિત કરીને જુદા પાડ્યા; અને તેઓએ નબાટના દીકરા યરોબામને રાજા ઠરાવ્યો. યરોબામે ઇઝરાયલ પાસે યહોવાનો ત્યાગ કરાવીને મોટું પાપ કરાવ્યું.


ઇઝરાયલની વિરુદ્ધ શેતાને ઊભા થઈને દાઉદને ઇઝરાયલની ગણતરી કરવાને ઉશ્કેર્યો.


આથી યહોવાએ ઇઝરાયલ દેશમાં મરકી મોકલી, અને તેમના સિત્તેર હજાર માણસો મરણ પામ્યા.


અમાસ્યા યહોવાનું અનુકરણ ન કરતાં અવળે માર્ગે ચાલવા લાગ્યો તે સમયથી યરુશાલેમમાં તેની વિરુદ્ધ લોકોએ બંડ મચાવ્યું; તથી તે લાખીશ નાસી ગયો; પણ તેની પાછળ લાખીશમાં માણસ મોકલીને તેઓએ તેને ત્યાં મારી નંખાવ્યો.


યોશિયાએ ઇઝરાયલી લોકોના તાબાના સર્વ દેશમાંથી સર્વ અમંગળ વસ્તુઓ દૂર કરી; અને ઇઝરાયલમાંના જે મળી આવ્યા તેઓની પાસે તેણે યહોવાની સેવા કરાવી. તેની કારકિર્દીમાં તેઓ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાને અનુસરતા રહ્યા.


અને મૂસાએ હારુનને તથા તેના પુત્રો એલાઝારને તથા ઇથામારને કહ્યું, “તમારા માથાના વાળ છોડી નાખતા નહિ, ને તમારાં વસ્‍ત્રો ફાડતા નહિ, રખેને તમે માર્યા જાઓ, ને રખેને સમગ્ર પ્રજા પર તે કોપાયમાન થાય. પણ જે જવાળા યહોવાએ સળગાવી છે, તેને લીધે તમારા ભાઈઓ, એટલે ઇઝરાયલનું આખું ઘર, વિલાપ કરો.


અને તેઓએ ઊંધા પડીને કહ્યું, “હે ઈશ્વર, સર્વ દેહના આત્માઓના ઈશ્વર, શું એક માણસ પાપ કરે, તેથી તમે સમગ્ર પ્રજા પર કોપાયમાન થશો?”


કેમ કે જો તમે તેની પાછળથી ફરી જશો તો તે ફરી પણ તેઓને અરણ્યમાં મૂકી દેશે. અને તમારાથી આ સર્વ લોકોનો નાશ થઈ જશે.”


કેમ કે તે તારા દીકરાને મારા માર્ગમાંથી ભટકાવી દેશે, એ માટે કે તેઓ બીજા દેવદેવીઓની સેવા કરે. એથી તો યહોવા તમારા પર કોપાયમાન થાય, ને તે જલદી તમારો નાશ કરે.


તેઓએ ગિલ્યાદ પ્રાંતમાં રુબેનપુત્રોની તથા ગાદપુત્રોની તથા મનાશ્શાના અર્ધકુળની પાસે જઈને તેઓને કહ્યું,


“યહોવાની આખી પ્રજા એમ કહે છે, કે તમે ઇઝરાયલના ઈશ્વરની વિરુદ્ધ આ કેવો અપરાધ કર્યો છે કે આજે તમે યહોવાને અનુસરવાનું છોડી દઈ પોતાને માટે વેદી બાંધીને યહોવાનો દ્રોહ કર્યો છે?


ઝેરાના દીકરા આખાને શાપિત વસ્તુ સંબંધી કરેલી આ નું ઉલ્લંઘન કર્યું, ને તેથી ઇઝરાયલની સમગ્ર પ્રજા પર કોપ આવ્યો કે નહિ? અને તે માણસ એકલો જ પોતાના અન્યાયમાં નાશ પામ્યો એમ નથી.”


પણ ઇઝરાયલ પ્રજાએ શાપિત વસ્તુ વિષે અપરાધ કર્યો; કેમ કે યહૂદાના કુળમાંના ઝેરાના પુત્ર ઝાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાને તે શાપિત વસ્તુમાંથી કંઈ લઈ લીધું; અને યહોવાનો કોપ ઇઝરાયલીઓ પર સળગી ઊઠ્યો.


ઇઝરાયલે પાપ કર્યું છે; હા, તેઓએ તો જે કરાર મેં તેઓને ફરમાવ્યો હતો તેનું ઉલ્લંઘન કર્યું છે. હા, તેઓએ તો શાપિત વસ્તુમાંથી કંઈક લઈ પણ લીધું છે, અને ચોરી ને બંડ પણ કર્યું છે, ને વળી પોતાના સામાનની મધ્યે તેઓએ તે સંતાડ્યું છે.


લૂટમાં એક સારો શિનઆરી જામો ને બસો શેકેલ રૂપું, ને પચાસ શેકેલ વજનનું સોનાનું એક પાનું જોઈને તેનો મને લોભ લાગ્યો, ને મેં તે લીધાં. અને જુઓ, તે મારા તંબુ મધ્યે ભૂમિમાં સંતાડેલાં છે, ને રૂપું તેની નીચે છે.”


જો તમે યહોવાનો ભય રાખશો, તેમની સેવા કરશો, તેમની વાણી સાંભળશો, ને યહોવાની આજ્ઞા વિરુદ્ધ બંડ કરશો નહિ, અને તમે તથા જે રાજા તમારા પર રાજ કરતો હોય તે પણ, તમારા ઈશ્વર યહોવાના અનુયાયી થશો, તો [સારું] ;


અને શમુએલે લોકોને કહ્યું, “બીહો નહિ; એ સર્વ ભૂંડું તમે કર્યું છે તો ખરું; તો પણ યહોવાને અનુસરવાથી આડઅવળા ફરી ન જતા, પણ તમારા પૂરા હ્રદયથી યહોવાની સેવા કરો.


Lean sinn:

Sanasan


Sanasan