Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 21:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને યહોવાએ મૂસાની મારફતે આજ્ઞા આપી હતી, તેમ ઇઝરાયલી લોકોએ ચિઠ્ઠીઓ નાખીને આ નગરો ને તેઓનાં ગૌચર લેવીઓને આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 ઇઝરાયલી લોકોએ પાસા નાખીને પ્રભુએ મોશે દ્વારા આપેલી આજ્ઞા અનુસાર એ નગરો અને તેમનાં ગોચર ફાળવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેથી યહોવાહે મૂસાની મારફતે જે આજ્ઞા આપી હતી, તેમ ઇઝરાયલ લોકોએ ચિઠ્ઠીઓ નાખીને આ નગરો તેઓનાં ગૌચરો સહિત લેવીઓને આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 આ રીતે ઇસ્રાએલીઓને યહોવાએ મૂસા માંરફતે જણાવ્યા મુજબ ચિઠ્ઠીઓ નાખીને લેવીઓને આ નગરો અને તેનાં ગૌચરો ફાળવી આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 21:8
11 Iomraidhean Croise  

શિમયોન તથા લેવી ભાઈઓ છે; તેઓની તરવારો બળાત્કારનાં હથિયાર છે.


તેઓનો ક્રોધ શાપિત થાઓ, કેમ કે તે વિકરાળ હતો. અને તેઓનો રોષ શાપિત થાઓ, કેમ કે તે ક્રૂર હતો. હું તેઓને યાકૂબમાં જુદા પાડીશ, ને ઇઝરાયલમાં તેઓને વિખેરી નાખીશ.


ચિઠ્ઠી ખોળામાં નાખવામાં આવે છે, પણ તે બધાંનો નિર્ણય યહોવાના હાથમાં છે.


ચિઠ્ઠી [નાખવાથી] તકરાર સમી જાય છે, અને સમર્થોના ભાગ વહેંચવામાં આવે છે.


ત્યારે ગાદના પુત્રોએ તથા રૂબેનના પુત્રોએ આવીને મૂસાને તથા એલાઝાર યાજકને તથા મંડળીના અધિપતિઓને કહ્યું,


અને તમે ચિઠ્ઠીઓ નાખીને તમારાં કુટુંબો પ્રમાણે દેશનો વારસો વહેંચી લેજો. જે [કુળમાં] વિશેસ માણસો તેને તે પ્રમાણમાં તમારે વિશેષ માણસો તેને તે પ્રમાણમાં તમારે વિશેષ વારસો આપવો, ને જેમાં થોડાં માણસો તેને તારે થોડો વારસો આપવો. ચિઠ્ઠીઓ નાખીને જ્યાં જેનો ભાગ આવે, ત્યાં જ તેને મળે. તમારા પિતૃઓનાં કુળો પ્રમાણે તમને વારસો મળે.


અને નગરો તો તેઓને રહેવા માટે મળે; પણ તેઓનાં પાદરો તો તેમનાં ઢોરને માટે તથા તેઓની સંપત્તિને માટે તથા તેઓનઆં સઘળાં જાનવરોને માટે થાય.


અને સાત ભાગોમાં તમે દેશનું વિગતવાર વર્ણન કરો; ને [તે વર્ણન] અહીં મારી પાસે રજૂ કરો. એટલે આપણા ઈશ્વર યહોવાની આગળ હું અહીં તમારે માટે ચિઠ્ઠીઓ નાખીને તેના [ભાગ પાડીશ].


અને ઇઝરાયલીઓએ, યહોવાના કહ્યા પ્રમાણે, પોતના વતનમાંથી આ નગરો અને તેઓનાં ગૌચર લેવીઓને આપ્યાં.


મરારીના પુત્રોને ભાગે, તેઓનાં કુટુંબો પ્રમાણે, રુબેનના કુળમાંથી ને ગાદના કુળમાંથી ને ઝબુલોનના કુળમાંથી બાર નગરો આવ્યાં.


અને તેઓએ યહૂદાપુત્રોના કુળમાંથી ને શિમયોનપુત્રોના કુળમાંથી આ નગરો, જેઓનાં નામો ઉપર કહેલાં છે, તે આપ્યાં;


Lean sinn:

Sanasan


Sanasan