યહોશુઆ 20:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 એ નગરો સર્વ ઇઝરાયલી લોકોને માટે, ને તેઓ મધ્યે પ્રવાસ કરનાર પરદેશીઓને માટે ઠરાવેલાં હતાં કે, જો કોઈ જન ભૂલથી કોઈ મનુષ્યનો ઘાત કરે તેઓ તે ત્યાં નાસી જઈને ન્યાયાધીશોની આગળ ખડો થાય ત્યાં સુધી ખૂનનું વેર લેનારના હાથથી તે માર્યો ન જાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 સમસ્ત ઇઝરાયલી લોકો અને તેમની વચમાં વસતા પરદેશીઓ માટે તે આ શ્રયનગરો પસંદ કર્યાં. કોઈ માણસ ભૂલથી કે અજાણતાથી કોઈને મારી નાખે તો ખૂનનું વેર લેનાર વ્યક્તિથી તે ત્યાં નાસી જઈને રક્ષણ પામી શકે; જ્યાં સુધી તેનો જાહેરમાં ન્યાય ન થાય ત્યાં સુધી તે માર્યો જાય નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 એ નગરો સર્વ ઇઝરાયલના લોકોને સારું અને તેઓ મધ્યે પ્રવાસ કરનારા પરદેશીને સારું ઠરાવેલા હતા કે, જે કોઈ જાણતા અજાણતાં કોઈ વ્યક્તિનું ખૂન કરે, જ્યાં સુધી તે ખૂનનો બદલો લેનારના હાથથી તે માર્યો જાય નહિ, ત્યાં સુધી નાસી જઈને સભા આગળ ઉપસ્થિત થાય. Faic an caibideilપવિત્ર બાઈબલ9 બધા ઇસ્રાએલીઓ અને તેમની સાથે વિદેશીઓને આ સુરક્ષા માંટે નક્કી કરવામાં આવેલ નગરોમાં આશ્રય લેવાની રજા આપવામાં આવી હતી. કોઈ પણ માંણસે ભૂલમાં કોઈનું ખૂન કર્યુ હોય તો તે વ્યક્તિ આશ્રય લઈ શકે. પછી ખૂની સુરક્ષિત હશે, તેનું ખૂન બદલો લેનાર વ્યક્તિ દ્વારા નહિ થાય. પછી સમુદાય સમક્ષ તેનો ન્યાય થશે. Faic an caibideil |