Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 20:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 એ માટે કે જો કોઈ માણસ ભૂલથી તથા અજાણતાં મનુષ્યઘાત કરે, તો તે મનુષ્યઘાતક તેમાં નાસી જાય; અને તે [નગરો] ખૂનનું વેર લેનારથી તમારા રક્ષણને અર્થે થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 કોઈ માણસ કોઈકને ભૂલથી કે અજાણતાં મારી નાખે તો તે માણસ એ નગરોમાં જતો રહે અને ખૂનનું વેર લેનાર માણસથી એ રીતે બચી જાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કેમ કે કોઈ માણસ કે જેણે અજાણતા કોઈ વ્યક્તિને મારી નાખ્યો હોય તે આશ્રયનગરમાં નાસી જઈ શકે. આ નગરો કોઈ એક જે મારી નંખાયેલા વ્યક્તિના ખૂનનો બદલો લેવા તેને શોધનારથી રક્ષણ અને આશ્રયને માટે થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 અને જો ત્યાં કોઈ માંણસે અકસ્માંતથી કે અજાણતાં કોઈનું ખૂન કર્યું હોય તો આનગરો તેમના માંટે ખૂનીના સગાઓથી છુપાવા માંટેનું આશ્રય સ્થાન બની રહેશે, જેથી જેઓ ખૂનીને માંરી નાખવા માંગતા હોય, તેનાથી રક્ષણ પામી શકે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 20:3
8 Iomraidhean Croise  

ત્યારે તેણે કહ્યું, “રાજા કૃપા કરીને પોતાના ઈશ્વર યહોવાનું સ્મરણ કરે, કે ખૂનનું વેર લેનારાઓ બીજો વધારે નાશ ન કરે, નહિ તો તેઓ મારા દીકરાનો નાશ કરશે.” રાજાએ કહ્યું, “જીવતા યહોવાના સમ, તારા દિકરાનો એક વાળ પણ ભૂમિ પર પડશે નહિ.”


“ઇઝરાયલી લોકોને એમ કહે કે, જે કૃત્યો કરવાની યહોવાએ મના કરી છે તેઓમાંના કોઈ વિષે કોઈ જન અજાણે પાપમાં પડીને તેઓમાંનું કોઈ કૃત્ય કરે [તે વિષે આ નિયમ છે] :


અને તે નગરો તમારે માટે વેર લેનારના હાથમાંથી રક્ષણાર્થે થાય, એ માટે કે મનુષ્યઘાતકને ઇનસાફને માટે પ્રજાની આગળ ખડો કરવામાં આવે ત્યાં સુધી તે માર્યો જાય નહિ.


લોહીનું વેર લેનાર પોતે જ ખૂનીને મારી નાખે; જ્યારે તે તેને મળે ત્યારે તે તેને મારી નાખે.


પણ જો તેણે વેર ન હોવા છતાં એકાએક તેને ધક્કો માર્યો હોય, અથવા લાગ જોઈ સંતાઈ રહ્યા વગર તેના ઉપર કંઈ ફેંક્યું હોય,


[એ વચન તથા સમ] જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્વળ વાતોથી આપણને, એટલે આગળ મૂકેલી આશા પકડવા માટે આશ્રયને માટે દોડનારાને, ઘણું ઉત્તેજન મળે.


“ઇઝરાયલી લોકોને કહે કે તેઓ પોતાને માટે આશ્રયનગરો ઠરાવે કે, જે વિષે મેં મૂસાની મારફતે તમને કહ્યું હતું:


અને તે તેમાંના કોઈએક નગરમાં નાસી જાય, ને તે નગરના દરવાજાના નાકા આગળ ઊભો રહીને તે પોતાની હકીકત નગરના વડીલોને કહી સંભળાવે; અને તેઓ તેને નગરમાં પોતાની પાસે રાખીને પોતા મધ્યે રહેવાની જગા આપે.


Lean sinn:

Sanasan


Sanasan