Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 2:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને તેણે તે માણસોને કહ્યું, “યહોવાએ આ દેશ તમને આપ્યો છે, ને તમારો ધાક અમને લાગે છે, ને તમારી આગળ દેશના સર્વ રહેવાસીઓનાં ગાત્રો શિથિલ થઈ ગયાં છે, એ હું જાણું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તેણે તેમને કહ્યું, “હું જાણું છું કે પ્રભુએ તમને આ દેશ આપ્યો છે. અમને તમારો ડર લાગે છે અને તમારા આગમનથી દેશના સર્વ રહેવાસીઓ ભયભીત થઈ ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેણે કહ્યું, “હું જાણું છું કે યહોવાહે આ દેશ તમને આપ્યો છે અને તમારો અમને ભય લાગે છે. દેશના રહેવાસીઓ તમારાથી થરથર કાંપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “મને ખબર છે કે યહોવાએ તમને આ દેશ આપી દીધો છે. અને અમે બધાં તમાંરાથી ડરી ગયાં છીએ, અને તમાંરા આવવાથી દેશના વતનીઓ થરથર ધ્રૂજી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 2:9
39 Iomraidhean Croise  

અને તેઓ ચાલતાં થયાં.; અને તેઓની ચારે તરફના નગરોમાં મોટું ભય લાગ્યું, માટે તેઓ યાકૂબના દિકરાઓની પાછળ નહિ પડયા.


એથી જે શૂરો, જે સિંહોના જેવો બહાદુર છે, તેનાં ગાત્ર પણ શિથિલ થઈ જશે, કેમ કે સર્વ ઇઝરાયલ જાણે છે કે તમારા પિતા પરાક્રમી માણસ છે, ને તેમની સાથેના માણસો પણ શૂરવીર છે.


તે પોતાના આખા રસાલા સહિત ઈશ્વરભક્ત પાસે પાછો આવ્યો, ને આવીને તેની આગળ ઊભો રહ્યો. અને તેણે કહ્યું, “હવે, મને ખાતરી થઈ છે કે, કેવળ ઇઝરાયલમાં ઈશ્વર છે, તે સિવાય આખી પૃથ્વી પર બીજે કયાંય નથી. તો હવે કૃપા કરીને તમારા સેવક પાસેથી બક્ષિસ લો.”


કેમ કે યહોવાએ અરામીઓના સૈન્યને રથોનો અવાજ તથા ઘોડાઓનો અવાજ, એટલે મોટા સૈન્યનો અવાજ સંભળાવ્યો હતો. તેથી તેઓએ એકબીજાને કહ્યું હતું, “જુઓ, ઇઝરાયલના રાજાએ હિત્તીઓના રાજાઓને તથા મિસરીઓના રાજાઓને નાણાં આપીને આપણી વિરુદ્ધ ચઢાઈ કરવા માટે મોકલ્યા છે.”


જ્યારે અમારા સર્વ શત્રુઓને એ વાતની ખબર પડી ત્યારે અમારી આસપાસના સર્વ વિદેશીઓને ડર લાગ્યો, અને તે અતિશય નિરાશ થયા; કેમ કે આ કામ અમારા ઈશ્વરથી થયેલું છે એ તેઓએ જાણ્યું.


સર્વ પ્રાંતોમાં અને સર્વ નગરોમાં, એટલે જ્યાં જ્યાં રાજાની આજ્ઞા અને તેનો હુકમ ગયો, ત્યાં ત્યાં યહૂદીઓને હર્ષ પ્રદર્શિત કરવા માટે મિજબાની કરવાનો તે શુભ દિવસ બની રહ્યો. અને તે દેશના લોકોમાંના ઘણાક તો યહૂદી થઈ ગયા, કેમ કે તેઓને યહૂદીઓનો ડર લાગ્યો હતો.


પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે.


એ જોઈને દુષ્ટોને સંતાપ થશે. તેઓ પોતાના દાંત પીસશે, અને સુકાઈ જશે; એમ દુષ્ટોની ધારણા નિષ્ફળ થશે.


આકાશો તે યહોવાનાં આકાશો છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.


હવે હું જાણું છું કે, યહોવા સર્વ દેવો કરતાં મોટા છે. હા, જે બાબતમાં તેઓ તેમની વિરુદ્ધ ગર્વ કરતા હતા તેમાં જ [તે જીત્યા].”


હું તારી આગળ મારો ત્રાસ એવો મોકલીશ કે, જે બધા લોકોમાં થઈને તું જશે તેમને હું થથરાવી નાખીશ, ને તારા સર્વ શત્રુઓ તારી તરફ પીઠ ફેરવે એવું હું કરીશ.


જો પાપી માણસ સેંકડો વખત દુષ્કર્મ કર્યા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે, તોપણ હું જાણું છું કે સાચે જ જેઓ ઈશ્વરનો ડર રાખે છે તથા તેમની સમક્ષ બીહે છે તેમનું ભલું થશે જ;


મિસર વિષે ઈશ્વરવાણી. જુઓ, યહોવા વેગવાન વાદળા પર બેસીને મિસરમાં આવે છે; મિસરની મૂર્તિઓ તેમની આગળ ધ્રૂજશે, ને મિસરની હિંમત જતી રહેશે.


મિસરમાં ખબર પહોંચશે ત્યારે તેઓ તૂરની ખબર સાંભળીને ખેદ પામશે.


મેં મારી મહાન શક્તિથી તથા મારા લાંબા કરેલા ભુજથી પૃથ્‌વીને, ને પૃથ્વીના પૃષ્ઠ પરનાં મનુષ્યોને તથા પશુઓને પણ ઉત્પન્ન કર્યાં; અને મને યોગ્ય લાગે તેને હું તે આપું છું.


નિનવે ખાલી, ઠાલી ને ઉજ્જડ છે. હૈયું ફાટી જાય છે, ને ઘૂંટણો એકબીજાની સાથે અફળાય છે, ને સર્વની કમરોમાં વેદના થાય છે, ને તે સર્વનઅ ચહેરા ફીકા પડી ગયા છે.


અને મૂસાએ કાદેશથી અદોમના રાજાની પાસે માણસોને મોકલીને [કહેવડાવ્યું] , “તારો ભાઈ ઇઝરાયલ એમ કહે છે, જે બધું કષ્ટ અમને પડ્યું છે તે તું જાણે છે.


હારુન પોતાના પૂર્વજોની સાથે મળી જશે; કારણ કે જે દેશ મેં ઇઝરાલી લોકોને આપ્યો છે તેમાં તે જવા પામશે નહિ, કેમ કે તમે મરીબાનાં પાણી પાસે મારા વચન વિરુદ્ધ બંડ કર્યું,


જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું ઉદાર છું માટે તને ઈર્ષા આવે છે શું?”


તમારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ. જે ભૂમિ પર તમારા પગ ફરશે તે પર પ્રભુ તમારા ઈશ્વર તમારો ડર તથા ભય બેસાડશે, જે તેમણે તમને કહ્યું છે તેમ.


હું આજથી આકાશ નીચેની સર્વ પ્રજાઓ ઉપર તારો ડર તથા ધાક એવો બેસાડવા માંડીશ કે, તેઓ તારું નામ સાંભળીને ધ્રૂજશે ને તારાથી ત્રાહેમામ પોકારશે.


અને પૃથ્વીના સર્વ લોક જોશે કે, યહોવાના નામ પરથી તારું નામ પડેલું છે. અને તેઓ તારાથી બીશે.


જ્યારે પરાત્પર યહોવાએ દેશજાતિઓને તેઓનો વારસો આપ્યો, જ્યારે તેમણે માનવપુત્રોને જુદા કર્યા, ત્યારે તેમણે ઇઝરાયલનાં છોકરંની ગણતરી પ્રમાણે લોકોને સીમાઓ ઠરાવી આપી.


વિશ્વાસથી રાહાબ વેશ્યાએ જાસૂસોનો ખુશીથી સત્કાર કર્યો, તેથી અનાજ્ઞાકિંતોની સાથે તેનો નાશ થયો નહિ.


અને એ સાંભળતાં જ અમારાં ગાત્ર શિથિલ થઈ ગયાં, અને તમારે લીધે કોઈમાં કંઈ હિમ્મત રહી નહિ; કેમ કે યહોવા તમારા ઈશ્વર તે જ ઉપર આકાશમાં ને નીચે પૃથ્વી પર ઈશ્વર છે.


અને તેઓએ યહોશુઆને એમ કહ્યું, “ખરેખર યહોવાએ આખો દેશ આપણા હાથમાં આપ્યો છે. અને વળી આપણી આગળ દેશના સર્વ રહેવાસીઓનાં ગાત્રો શિથિલ થઈ ગયાં છે.


અને તેઓના સૂઈ જતાં પહેલાં ધાબા પર તે તેઓની પાસે આવી,


અને યર્દનને પેલે પાર પશ્ચિમમાં જે સર્વ અમોરીઓના રાજા, ને સમુદ્રની પાસેના જે સર્વ કનાનીઓના રાજા, તેઓએ સાંભળ્યું કે ઇઝરાયલી લોકો પાર ઊતરી ગયા ત્યાં સુધી યહોવાએ તેમની આગલ યર્દનનું પાણી સૂકવી નાખ્યું, ત્યારે એમ થયું કેમ ઇઝરાયલી લોકોને લીધે તેઓનાં ગાત્ર શિથિલ થઈ ગયાં, અને તેઓના હોશ ઊડી ગયા.


અને યહોવાએ યહોશુઆને કહ્યું, “જો, મેં યરીખો ને તેનો રાજા તથા શૂરવીર પુરુષો તારા હાથમાં આપ્યાં છે.


વળી યર્દન પારના અમોરીઓના બે રાજા, એટલે હેશ્બોનનો રાજા સિહોન ને આશ્તારોથમાં રહેનાર બાશાનનો રાજા ઓગ, તેઓને તેમણે જે જે કર્યું તે [પણ અમે સાંભળ્યું છે].


અને તેઓએ યહોશુઆને ઉત્તર અપ્યો, “તમારે લીધે અમારા જીવને માટે અમને ઘણો ભય હતો તેથી અમે આ કામ કર્યું છે; કેમ કે આખો દેશ તમને આપવાની તથા તમારી આગળથી દેશના સર્વ રહેવાસીઓનો નાશ કરવાની જે આ તારા ઈશ્વર યહોવાએ તેમના સેવક મૂસાને આપી હતી, તે ખચીત તારા દાસોના સાંભળવામાં આવી છે.


અને તેઓએ તેને કહ્યું, “તારા ઈશ્વર યહોવાના નામની ખાતર અમે તારા દાસો ઘણા દૂર દેશથી આવ્યા છીએ. કેમ કે તેમની કીર્તિ, ને તેમણે મિસરમાં જે જે કર્યું તે સર્વ અમે સાંભળ્યું છે,


તેના સાથીએ ઉત્તર આપ્યો, “એ તો ઇઝરાયલના માણસ યોઆશના દીકરા ગિદિયોનની તરવાર વગર બીજું કંઈ નથી. મિદ્યાનને તથા તેના સર્વ સૈન્યને ઈશ્વરે તેના હાથમાં સોંપ્યા છે.”


Lean sinn:

Sanasan


Sanasan