Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 2:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને તે માણસોએ તેને કહ્યું, “જો તમે અમારી આ વાત નહિ કહી દો તો તમારા જીવને બદલે અમારા જીવ જાઓ. અને યહોવા આ દેશ અમને આપશે ત્યારે એમ થશે કે અમે તારી પ્રત્યે દયાથી અને સત્યતાથી વર્તીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 પેલા માણસોએ કહ્યું, “અમે તારા કહ્યા પ્રમાણે ન વર્તીએ તો ઈશ્વર અમને મારી નાખો: જો તમે અમારી આ વાત કોઈને કહી નહિ દો તો પ્રભુ અમને જ્યારે આ દેશ આપે, ત્યારે અમે તમારા પ્રત્યે માયાળુપણે અને નિષ્ઠાપૂર્વક વર્તીશું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તે માણસોએ તેને કહ્યું, “જો તમે અમારા વિષે કોઈને કશું નહિ કહી દો તો તમારા બદલે અમારા જીવ જાઓ. અને જયારે યહોવાહ અમને આ દેશ આપશે ત્યારે અમે તમારા પ્રત્યે દયાળુ અને વિશ્વાસુ રહીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પેલા બંને માંણસોએ તેણીને કહ્યું, “તમાંરા માંટે અમે અમાંરું જીવન હોડમાં મૂકવા તૈયાર છીએ, જો તું અમાંરી આ વાત ખુલ્લી ન પાડી દે તો, યહોવા અમને જ્યારે આ દેશ સુપ્રત કરશે ત્યારે અમે ચોક્કસ દયા દાખવશું અને તમને વફાદાર રહીશું.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 2:14
18 Iomraidhean Croise  

અને હવે જો તમે મારા ધણીની સાથે કૃપાથી તથા સચાઇથી વર્તવાના હો તો મને કહો; અને જો નહિ, તો મને કહી દો કે, હું જમણી કે ડાબી બાજુ ફરું.”


અને ઇઝરાયલનો મરણસમય પાસે આવ્યો; અને તેણે પોતાના દિકરા યૂસફને બોલાવીને તેને કહ્યું, “હવે જો, હું તારી દષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને તારો હાથ મારી જાંઘ નીચે મૂક, ને કૃપાથી તથા ખરા દિલથી મારી સાથે વર્તજે. કૃપા કરી મને મિસરમાં દાટતો ના;


ત્યારે દાઉદે યાબેશ-ગિલ્યાદના માણસો પાસે હલકારા મોકલીને તેઓને કહાવ્યું, “યહોવા તમને આશિષ દો, કેમ કે તમે તમારા રાજા શાઉલ પર આવી કૃપા કરીને તેમને દાડ્યા છે.


હવે યહોવા તમારા પ્રત્યે કૃપા તથા સત્ય દેખાડો. વળી તમે એ કૃત્ય કર્યું છે, માટે હું પણ, તમને તમારી એ ભલાઈનો બદલો આપીશ.


દાઉદે પૂછ્યું, “શું શાઉલના કુટુંબનું હજી કોઈ રહ્યું છે કે, યોનાથાનની ખાતર હું તેના પર કૃપા બતાવું?”


અને રાજા તેની પડખે થઈને જતો હતો, ત્યારે તેણે રાજાને હાંક મારીને કહ્યું, “તારો દાસ યુદ્ધમાં ગયો હતો. અને જો, એક માણસે એક બાજુએથી અવીને મારી પાસે એક માણસને લાવીને કહ્યું, ‘આ માણસને પકડી રાખ. જો કોઈ પણ રીતે તે જતો રહેશે, તો તેના જીવને બદલે તારો જીવ જશે, અથવા તો તારે એક તાલંત રૂપું આપવું પડશે.’


ભૂંડી યોજના કરનારાઓ શું ભૂલ નથી કરતા? પણ ભલી યોજના કરનારાને કૃપા અને સત્ય [પ્રાપ્ત થશે].


જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન વહોરે છે; પરંતુ એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે.


દયાળુઓને ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે.


ત્યારે સરદારે તે જુવાનને તાકીદ આપીને વિદાય કર્યો, “તેં આ વાતની મને ખબર આપી છે, એ વિષે કોઈને કહીશ નહિ.”


અને તમે મારા પિતાને, ને મારી માતાને, ને મારા ભાઈઓને, ને મારી બહેનોને, ને તેઓના સર્વસ્વને જીવતાં રહેવા દેશો, ને અમારા જીવ ઉગારશો.”


ત્યારે રાહાબે તેઓને બારીમાંથી દોરડા વડે નીચે ઉતાર્યા; કારણ કે તેનું ઘર નગરકોટની ઉપર હતું, ને કોટ ઉપર તે રહેતી હતી.


અને નગર તથા તેમાંનું સર્વ યહોવાને સમર્પિત થશે. કેવળ રાહાબ વેશ્યા અને તેની સાથે ઘરમાં જે હોય તે સર્વ જીવતાં રહે, કારણ કે જે જાસૂસોને આપણે મોકલ્યા હતા તેઓને તેણે સંતાડી રાખ્યા હતા તેઓને તેણે સંતાડી રાખ્યા હતા.


અને જે બે માણસોને દેશની જાસૂસી કરી હતી તેઓને યહોશુઆઅએ કહ્યું, “વેશ્યાને ઘેર જઈને તેની આગળ તમે પ્રતિજ્ઞા લીધી હતી, તે પ્રમાણે તેને ને તેના સર્વસ્વને ત્યાંથી કાઢી લાવો.”


પણ રાહાબ વેશ્યાને, અને તેના પિતાના કુટુંબકબીલાને, અને તેના સર્વસ્વને યહોશુઆએ બચાવી લીધા; અને તે આજ સુધી ઇઝરાયલમાં રહી; કારણ કે યરીખોની બાતમી કાઢવાને યહોશુઆએ જે જાસૂસો મોકલ્યા હતા તેઓને તેણે સંતાડી રાખ્યા હતા.


માટે તારા સેવક પર કૃપા કર; કેમ કે તેં તારા સેવકને તારી સાથે યહોવાના કરારમાં લીધો છે. પણ જો મારામાં દુષ્ટતા હોય, તો તું પંડે મને મારી નાખ; કેમ કે તારા પિતા પાસે તું મને શા માટે લઈ જાય?


Lean sinn:

Sanasan


Sanasan