Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 2:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 માટે હવે હું તમને વિનંતી કરું છું કે, મારી આગળ યહોવાને નામે પ્રતિજ્ઞા કરો કે, મેં તમારા પર દયા કરી છે માટે તમે પણ મારા પિતાના ઘર ઉપર દયા કરીને મને ખરું ચિહ્ન આપશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તો હવે મારી આગળ પ્રભુના સમ ખાઓ કે મેં તમારા પ્રત્યે જેવો વર્તાવ દાખવ્યો છે તેવો માયાળુ વર્તાવ તમે મારા પિતાના કુટુંબ પર દાખવશો; અને મને ભરોસો પડે એવી કોઈ ચોક્કસ નિશાની આપો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 માટે હવે, યહોવાહનાં સમ આપીને હું તમને વિનંતી કરું છું કે, જેમ મેં તમારા પર દયા કરી તેમ તમે પણ મારા પિતાના ઘર પર દયા કરો. મને સ્પષ્ટ નિશાની આપો

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 હવે તમે યહોવાના નામે સોગંદ ખાઈને મને વચન આપો કે, મેં તમાંરા પ્રત્યે જેવો માંયાળુ વર્તાવ રાખ્યો છે તેવો માંયાળુ વર્તાવ તમે માંરા કુટુંબ પ્રત્યે રાખશો, અને એનુ કોઈ ચોક્કસ ચિહન આપો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 2:12
24 Iomraidhean Croise  

એ માટે હવે અહીં મારી આગળ ઈશ્વરના સમ ખા કે, મારી સાથે, ને મારા દિકરાના દિકરા સાથે, તું દગો નહિ કરે; પણ તારા પર મેં દયા કરી છે, તે પ્રમાણે મારા પર અને જ્યાં તું રહે છે તે દેશ પર તું દયા કરશે.”


અને યહોવા જે આકાશના તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના હું તને સોગન દૂં છું કે કનાનીઓ, જેઓમાં હું રહું છું, તેઓની દીકરીઓમાંથી મારા દિકરાને માટે તું પત્ની લઈશ નહિ.


અને ચાકરે પોતાના ધણી ઇબ્રાહિમની જાંઘ નીચે હાથ મૂક્યો, ને તે વાત વિષે સમ ખાધા.


પણ તમારું ભલું થાય ત્યારે કૃપા કરીને મને સંભારજો, ને મારા પર દયા રાખજો, ને મારા વિષે ફારુનને કહીને આ ઘરમાંથી મને કઢાવજો.


નબૂખાદનેસ્સાર રાજાએ તેને ઈશ્વરના સોગન ખવડાવ્યા હતા, તોપણ તેની સામે તેણે બળવો કર્યો; તેણે પોતાની ગરદન અક્કડ કરીને ઇઝરાયલના ઈશ્વર યહોવાની ઉપાસના નહિ કરવાને પોતાનું અંત:કરણ કઠણ કર્યું.


કેમ કે મારા લોક પર જે વિપત્તિ આવી પડવાની છે તે મારાથી શી રીતે જોઈ શકાય? અથવા મારાં સગાંનો નાશ મારાથી શી રીતે જોઈ શકાય?”


અને તમે જે ઘરમાં રહો છો તે ઉપરનું રક્ત તમારા લાભમાં ચિહ્નરૂપ થશે. અને જ્યારે હું મિસર દેશ પર મરો લાવીશ, ત્યારે હું તે રક્ત જોઈને તમને ટાળી મૂકીશ, ને તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહિ.


જેમ પડોશીઓએ મારા લોકોને બાલના સમ ખાતાં શીખવ્યા, તેમ, ‘પ્રભુ યહોવા જીવંત છે, ’ એવા મારા નામના સમ ખાતાં પડોશીઓ શીખશે, અને મારા લોકોના માર્ગો તેઓ ખરેખર શીખશે, તો તેઓ મારા લોકોની વચમાં સ્થિર થઈને વસશે.


હવે તેમને પરસ્વાધીન કરનારે તેઓને એવી નિશાની આપી હતી, “જેને હું ચૂમીશ તે જ તે છે; તેને પકડીને ચોકસાઈથી લઈ જજો.”


બુદ્ધિહીન, વિશ્વાસઘાતી, કુદરતી મમતાહીન, [તથા] નિર્દયી હતા :


પણ જે માણસ પોતાની ને વિશેષ કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે, એમ સમજવું. તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.


કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર થશે, ન્યાય પર દયા વિજય મેળવે છે.


અને તમે મારા પિતાને, ને મારી માતાને, ને મારા ભાઈઓને, ને મારી બહેનોને, ને તેઓના સર્વસ્વને જીવતાં રહેવા દેશો, ને અમારા જીવ ઉગારશો.”


જો, અમે આ દેશમાં આવીએ ત્યારે જે બારીમાંથી તેં અમને નીચે ઉતાર્યા છે, તેના પર તું આ કિરમજી રંગની દોરડી બાંધજે. અને તારા પિતાને, ને તારી માતાને, ને તારા ભાઈઓને, ને તારા પિતાના ઘરનાં સર્વને તારી પાસે ઘરમાં ભેગાં કરી રાખજે,


અને એમ થશે કે જે કોઈ તારા ઘરના બારણાની બહાર નીકળીને રસ્તામાં જાય, તેનું રક્ત તેને માથે, અમે તો અમારે નિર્દોષ રહીશું. નએ જે કોઈ તારી પાસે ઘરમાં હોય તેના પર કોઈનો હાથ પડે તો તેનું રક્ત અમારે માથે.


અને જે બે માણસોને દેશની જાસૂસી કરી હતી તેઓને યહોશુઆઅએ કહ્યું, “વેશ્યાને ઘેર જઈને તેની આગળ તમે પ્રતિજ્ઞા લીધી હતી, તે પ્રમાણે તેને ને તેના સર્વસ્વને ત્યાંથી કાઢી લાવો.”


અને તેઓને જીવતા રહેવા દેવા માટે યહોશુઆએ તેઓની સાથે સલાહ કરી, ને તેઓની સાથે કરાર કર્યો. અને લોકોના સમુદાયના આગેવાનોએ તેઓની આગળ પ્રતિજ્ઞા કરી.


બાતમીપારોએ એક માણસને તે નગરમાંથી આવતો જોયો. તેઓએ તેને કહ્યું, “કૃપા કરીને અમને નગરમાં પેસવાનો માર્ગ બતાવ, ને અમે તારા પર કૃપા કરીશું.”


દાઉદે તેને કહ્યું, “તું મને તે ટુકડી પાસે લઈ જઈશ?” તેણે કહ્યું, “જો તમે ઈશ્વરના સોગન ખાવ કે તમે મને મારી નહિ નાખો, અથવા મારા ધણીના હાથમાં મને સોંપી નહિ દો, તો હું તમને તે ટુકડી પાસે લઈ જાઉં.”


Lean sinn:

Sanasan


Sanasan