Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 18:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તથા સેલા, એલેફ તથા યબૂસી (એટલે યરુશાલેમ), ગિબ્યાથ, કિર્યાથ; ચૌદ નગરો તેઓનાં ગામો સહિત. બિન્યામીનપુત્રોનાં કુટુંબો પ્રમાણે તેઓનું વતન એ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 સેલા, હાલેફ, યબૂસ (એટલે યરુશાલેમ), ગિબ્યા, અને કિર્યાથ-યઆરીમ. આજુબાજુનાં તેમનાં ગામ સહિત એ ચૌદ નગરો હતાં. બિન્યામીનના કુળના ગોત્રોને વસવાટ માટે મળેલો એ પ્રદેશ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 સેલા, હાલેફ, યબૂસી એટલે યરુશાલેમ, ગિબયા, કિર્યાથ. તેઓના ગામો સહિત કુલ ચૌદ નગરો હતાં. બિન્યામીનના કુળના કુટુંબો માટે એ વારસો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 સેલાહ, એલેફ, યબૂસીશહેર (યરૂશાલેમ) ગિબયાથ, અને કિર્યાથ, બધા મળી 14 શહેરો અને તેમના ખેતરો હતા, બિન્યામીનનાં કુટુંબને આ બધા ક્ષેત્રો તેમના ભાગ તરીકે મળ્યા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 18:28
22 Iomraidhean Croise  

અને તેઓએ શાઉલનાં તથા તેના દીકરા યોનાથાનનાં હાડકાં બિન્યામીન દેશના શેલામાં શાઉલના પિતા કીશની કબરમાં દાટ્યાં. રાજાએ કરેલી આજ્ઞા પ્રમાણે તેઓએ બંધ કર્યું. ત્યાર પછી ઈશ્વરે દેશના હકમાં કરેલી પ્રાર્થના માન્ય કરી.


બાના નટોફાથીનો દિકરો હેલેબ; બિન્યામીનપુત્રોના ગિબયાના રીબાયનો દિકરો ઇત્તાય;


રાજા તથા તેના માણસોએ તે દેશના રહેવાસી યબૂસીઓની સામે યરુશાલેમ પર ચઢાઈ કરી. દાઉદ અહીં પ્રવેશ કરી શકવાનો નથી એમ ધારીને તેઓએ દાઉદને કહ્યું, “તું અહીં પ્રવેશ કરી શકવાનો નથી, કેમ કે આંધળા તથા લંગડા પણ તને હાંકી કાઢશે.”


તે દિવસે દાઉદે કહ્યું, “જે કોઈ યબૂસીઓને મારવા ચાહે, તે પાણીના નાળા આગળ થઈને ઉપર ચઢી જાય, ને આ જે આંધળા તથા લંગડાનો દ્વેષ દાઉદનું અંત:કરણ કરે છે, તેઓને મારે. તેથી જ કહેવત ચાલી છે, “આંધળા તથા લંગડા ઘરમાં પેસશે નહિ.”


એ તેઓનાં પિતૃઓનાં [કુટુંબોના] સરદારો તથા તેમના જમાનાઓમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.


તેઓ ખીણની પાર આવ્યા છે, ગેબામાં તેઓએ ઉતારો કર્યો છે. રામા થરથરે છે; શાઉલનું ગિબયા નાસાનાસ કરે છે.


હે બિન્યામીનના પુત્રો, યરુશાલેમમાંથી જીવ લઈને નાસી જાઓ, તકોઆમાં રણશિંગડું વગાડો, ને બેથ-હાક્કેરેમ પર અગ્નિ સળગાવીને ચેતવણી આપો; કેમ કે ઉત્તરથી વિપત્તિ તથા મોટો નાશ આવે છે.


હે ઇઝરાયલ, ગિબયામાં ભૂંડા લોકોની સામે તેઓને યુદ્ધ કરવું ન પડે એ મતલબથી તેઓ ત્યાં ટકી રહ્યા છે.


બિન્યામીનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:બેલાથી બેલાઈઓનું કુટુંબ. આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ.


જેઓ ઘણા તેઓને તેમના પ્રમાણમાં વધતો વારસો તું આપ, ને જેઓ થોડા તેઓને તેમના પ્રમાણમાં તું ઓછો વારસો તું આપ. પ્રત્યેકને તેના લોકની ગણતરીના પ્રમાણમાં વારસો આપવામાં આવે.


અને તમે ચિઠ્ઠીઓ નાખીને તમારાં કુટુંબો પ્રમાણે દેશનો વારસો વહેંચી લેજો. જે [કુળમાં] વિશેસ માણસો તેને તે પ્રમાણમાં તમારે વિશેષ માણસો તેને તે પ્રમાણમાં તમારે વિશેષ વારસો આપવો, ને જેમાં થોડાં માણસો તેને તારે થોડો વારસો આપવો. ચિઠ્ઠીઓ નાખીને જ્યાં જેનો ભાગ આવે, ત્યાં જ તેને મળે. તમારા પિતૃઓનાં કુળો પ્રમાણે તમને વારસો મળે.


અને યરુશાલેમના રહેવાસી યબૂસીઓને તો યહૂદાપુત્રો હાંકી કાઢી ન શક્યા; પણ યબૂસીઓ યહૂદાપુત્રોની સાથે યરુશાલેમમાં આજ સુધી રહ્યા છે.


અને તે સીમા હિન્‍નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓની સરહદની દક્ષિણ તરફ (એટલે યરુશાલેમ) સુધી ગઈ; અને તે સીમા હિન્‍નોમની ખીણ સામે પશ્ચિમે આવેલા પર્વતનું શિખર જે રફાઈમની ખીણને ઉત્તર છેડે છે ત્યાં સુધી તે સીમા ગઈ;


અને તે સરહદ હિન્‍નોમના દીકરાની ખીણ સામેનઓ પર્વત જે રફાઈઓની ખીણમાં ઉત્તર તરફ છે તેના છેડા સુધી ઊતરી; અને યબૂસીના દક્ષિણ ભાગમાં હિન્‍નોમની ખીણમાં ઊતરીને, એન-રોગલ સુધી ઉતરી ગઈ;


તથા રેકેમ તથા કફીરા તથા મોસા;


અને બીજો ભાગ શિમયોનને માટે, એટલે શિમયોનપુત્રોના કુળને માટે તેઓનાં કુટુંબ પ્રમાણે નીકળ્યો; અને તેઓનું વતન યહૂદાપુત્રોના વતન મધ્યે હતું,


પણ બિન્યામીનપુત્રોએ યરુશાલેમવાસી યબૂસીઓને કાઢી મૂક્યા નહિ. પણ યબૂસીઓ તો બિન્યામીન પુત્રોની સાથે આજ સુધી યરુશાલેમમાં રહ્યા છે.


પણ તે માણસ તે રાતે ત્યાં રહેવા રાજી નહોતો, તેથી તે ઊઠીને વિદાય થયો, ને યબૂસ (એટલે યરુશાલેમ) પાસે આવી પહોંચયો. તેની પાસે જીન બાંધેલાં બે ગધેડાં હતાં. તેની ઉપપત્ની પણ તેની સાથે હતી.


શાઉલ પણ પોતાને ઘેર ગિબયામાં ગયો; અને જે શૂરવીરોનાં મન પર ઈશ્વરે અસર કરી હતી તેઓ પણ તેની સાથે ગયા.


Lean sinn:

Sanasan


Sanasan