Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 18:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને જે પર્વત બેથહોરોનની સામે દક્ષિણ બાજુએ આવેલો છે ત્યાંથી તે સીમા દક્ષિણ તરફ લંબાઈને પશ્ચિમ ભાગ પર વળી; અને યહૂદાપુત્રોનું નગર કિર્યાથ-બાલ (એટલે કિર્યાથ-યારીમ) તેની પાસે તેનો છેડો આવ્યો:એ તેનો પશ્ચિમ ભાગ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 તે સીમા ત્યાંથી દિશા બદલીને એ પર્વતની પશ્ર્વિમ બાજુમાં દક્ષિણેથી વળીને યહૂદાના કુળપ્રદેશમાં આવેલા કિર્યાથ-બઆલ (એટલે કિર્યાથ યઆરીમ) સુધી ગઈ. એ તો પશ્ર્વિમ તરફની સરહદ હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 એ પર્વત બેથ-હોરોનની સામે દક્ષિણ બાજુ પર આવેલો છે. ત્યાંથી તે સીમાનો છેડો યહૂદાના કુળના નગર કિર્યાથ-બાલ એટલે, કિર્યાથ-યારીમ આગળ આવેલો છે. આ તેની પશ્ચિમ બાજુ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 ત્યાંથી સરહદ ધારદાર વળાંક લઈને પશ્ચિમ બાજુ પર, દક્ષિણ બાજુ તરફ પર્વત પર કે જે બેથ-હોરોનની દક્ષિણે છે ત્યાં જઈ, અને તે કિયાર્થ-બઆલ (એટલે કે કિર્યાથ-યઆરીમ) કે જે યહૂદા લોકોનું નગર છે ત્યાં પૂરી થાય છે આ તેમની પશ્ચિમી સરહદ હતી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 18:14
9 Iomraidhean Croise  

‘કરુબો પર બિરાજનાર સૈન્યોના યહોવા, ’ એ નામથી [ઓળખાતા] ઈશ્વરના કોશને જ્યાં તે હતો ત્યાંથી લાવવા માટે દાઉદ ઊઠ્યો, અને પોતાની સાથેના સર્વ લોકોને લઈને બાલે-યહૂદિયાથી નીકળ્યો.


કિર્યાથ-બાલ (એટલે કિર્યાથ-યારીમ) તથા રાબ્બા; બે નગરો તેઓનામ ગામો સહિત.


અને પર્વતના શિખરથી તે નેફતોઆનાં પાણીના ઝરા સુધી તે સીમા અંકાઈ હતી, ને ત્યાંથી એફ્રોન પર્વતનાં નગરો સુધી ગઈ; અને તે સીમા બાલા (એટલે કિર્યાથ-યારીમ) સુધી દોરાયેલી હતી;


અને ત્યાંથી આગળ વધીને લૂઝની તરફ, લૂઝ (એટલે બેથેલ)ની દક્ષિણ બાજુએ તે સીમા ગઈ; અને નીચેના બેથ-હોરોનની દક્ષિણમાં જે પર્વત છે તેની પાસે થઈને અટારોથ આદ્દાર સુધી ઉતરી.


અને તેનો દક્ષિણ ભાગ કિર્યાથ-યારીમના છેડા આગળથી શરૂ થયો, ને તેની સરહદ પશ્ચિમ તરફ વધી, ને નેફતોઆના પાણીના ઝરા સુધી ગઈ;


અને ઇઝરાયલી લોકો, ચાલી નીકળીને ત્રીજે દિવસે તેઓનાં નગરોમાં પહોંચ્યા. હવે તેઓનાં નગરો તો ગિબ્યોન ને કફીરા ને બેરોથ ને કિર્યાથ-યારીમ હતાં.


બીજી ટોળી બેથ-હોરોન તરફ વળી, અને ત્રીજી ટોળી, સબોઈમના નીચાણની સામે અરણ્ય તરફ જે સીમા છે, તે તરફ વળી.


Lean sinn:

Sanasan


Sanasan