Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 18:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને ઉત્તર બાજુએ તેઓની સીમા યર્દનથી હતી; અને તે સીમા ચઢીને યરીખોની ઉત્તર બાજુએ ગઈ, પછી પશ્ચિમ તરફ પહાડી પ્રદેશમાં થઈને ગઈ; અને તેનો છેડો બેથ-આવેનના રણમાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 ઉત્તર બાજુએ તેમની સરહદ યર્દનથી શરૂ થતી હતી. ત્યાંથી તે યરીખોની ઉત્તર તરફના ઢોળાવ તરફ ગઈ અને પશ્ર્વિમ તરફ પહાડી પ્રદેશમાં થઈને છેક બેથ હાવેનના રણપ્રદેશ સુધી પહોંચી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ઉત્તર ભાગે તેઓની સીમા યર્દન હતી. તે સીમા યર્દનથી યરીખોની ઉત્તર બાજુએ ગઈ, પછી પશ્ચિમ તરફ પહાડી પ્રદેશમાં તે ગઈ. ત્યાં તે બેથ-આવેનના રણ સુધી પહોંચી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ઉત્તરમાં તેમની સરહદ યર્દન નદીથી શરૂ થતી, અને ત્યાંથી નીચાણની ભૂમિ પર યરીખોની ઉત્તરમાં તે ચાલુ રહી અને પછી તે પર્વતીય ક્ષેત્રની પશ્ચિમે ગઈ અને બેથ-આવેન રણ ક્ષેત્ર સુધી ચાલુ રહી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 18:12
11 Iomraidhean Croise  

સમરુનના રહેવાસીઓ બેથ-આવેનના વાછરડાઓને લીધે ભયભીત થશે; કેમ કે તેના લોકો તથા તેના યાજકો જેઓ તેના દબદબાને લીધે તેને માટે આનંદ કરતા હતા, તેઓ તેને લીધે શોક કરશે, કેમ કે વાછરડો તેમાંથી લોપ થયો છે.


હે ઇઝરાયલ, જો કે તું છિનાળની જેમ વર્તે, તોપણ યહૂદિયાએ દોષિત ન થવું. તમારે ગિલ્ગાલ આવવું નહિ, ને તમારે બેથ-આવેન પર ચઢવું નહિ, તેમ જીવતા યહોવાના સમ પણ ખાવા નહિ.


ગિબયામાં શિંગ તથા રામામાં રણશિંગડું વગાડો; બેથ-આવેનમાં ભયસૂચક કરણાટ વગાડો; ‘હે બિન્યામીન, તારી પછવાડે.’


અને યૂસફપુત્રોનો ભાગ યર્દનથી શરૂ થયો. એટલે યરીખો આગળથી, પૂર્વ તરફ યરીખોના પાણી આગળથી, એટલે અરણ્યથી [શરૂ થયો] ને યરીખોથી નીકળીને ઉપલી તરફ પહાડી પ્રદેશમાં થઈને બેથેલ સુધી ગયો.


અને બિન્યામીનપુત્રોના કુળનો ભાગ, તેઓનાં કુટુંબો પ્રમાણે, આ નીકળ્યો:એટલે તેઓના ભાગની સીમા યહૂદાપુત્રો ને યૂસફપુત્રોની વચમાં નીકળી.


અને નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટિમમાંથી બે માણસોને જાસૂસો તરીકે, છૂપી રીતે એમ કહીને મોકલ્યા, “તમે જઈને દેશની તથા યરીખોની બાતમી કાઢો.” અને તેઓ જઈને રાહાબ નામે એક વેશ્યાને ઘેર ઊતર્યા.


ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી રહ્યું, અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદામનગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું. અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા.


(હવે ઇઝરાયલી લોકોને લીધે યરીખોને પૂરેપૂરું બંધ કરી દેવામાં આવ્યું હતું. કોઈ તેની બહાર આવતું નહિ, તેમ જ કોઈ અંદર જતું નહિ.)


બેથ-આવેન પાસે, બેથેલની પૂર્વ તરફ આય છે, ત્યાં યહોશુઆએ યરીખોથી માણસોને મોકલીને ક્હ્યું, “તમે જઈને તે દેશની બાતમી કાઢી આવો.” અને તે માણસો જઈને આયની બાતમી કાઢી લાવ્યા.


અને યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ તેઓની આગળ પરાજિત થવાનું ડોળ બતાવીને રાનને માર્ગે નાઠા.


અને ત્રીસ હજાર રથો, છ હજાર સવારો, ને સંખ્યામાં સમુદ્ર કિનારાની રેતીની જેમ લોકોને લઈને પલિસ્તીઓ ઇઝરાયલ સાથે લડવાને એકત્ર થયા. તેઓએ આવીને બેથ-આવેનની પૂર્વ તરફ મિખ્માશમાં છાવણી નાખી.


Lean sinn:

Sanasan


Sanasan