Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 17:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પણ પહાડી પ્રદેશ તારો થશે; તે તો જંગલ છે, તોપણ તું તેને કાપી નાખશે, તો તેની સરહદો તારી થશે; અને કનાનીઓને જોકે લોઢાના રથો છે, ને તેઓ બળવાન છે, તોપણ તું તેઓને હાંકી કાઢશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 પહાડી પ્રદેશ તમારો થશે. જો કે તેમાં જંગલ છે તો પણ તમે તેનાં વૃક્ષો કાપીને એક છેડાથી બીજા છેડા સુધી તેનો કબજો મેળવશો. વળી, કનાનીઓ પાસે લોખંડના રથો છે અને તેઓ બળવાન છે તોપણ તમે તેમને ત્યાંથી હાંકી કાઢી શકશો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પરંતુ પહાડી પ્રદેશ પણ તારો થશે. તે જંગલ છે છતાં તું તેને કાપી નાખશે અને તેની દૂરની સરહદો સુધી કબજો કરશે. જેઓની પાસે લોખંડના રથો છે એ કનાનીઓ બળવાન છે એ ખરું તો પણ તું તેઓને કાઢી મૂકી શકીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 પણ તમને ડુંગરાળ પ્રદેશ મળશે, એ જંગલથી છવાયેલો છે, પણ તમે એને કાપીને જગ્યા લેજો. એના એક છેડેથી બીજા છેડા સુધી એ પ્રદેશ તમાંરો થશે. કનાનીઓ પાસે લોખંડના રથો છે, તેઓ બહુ શક્તિશાળી છે છતાંપણ મને ખાતરી છે કે તમે તેઓને ખીણમાંથી બહાર કાઢી શકશો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 17:18
18 Iomraidhean Croise  

પણ તેનું ધનુષ્ય બળભેર રહ્યું, ને યાકૂબના સમર્થ પ્રભુના હાથથી તેના ભુજ બળવાન કરાયા. (ત્યાંથી ઘેટાંપાળક, એટલે ઇઝરાયલનો ખડક, થયો).


આ પ્રમાણે લોકો ઇઝરાયલની સામે રણક્ષેત્રમાં ગયા. અને એફ્રાઈમના જંગલમાં યુદ્ધ મચ્યું.


તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ?


તોપણ જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે, તેમને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ.


તેનો પ્રથમ જન્મેલો ગૌરવવાન બળદના જેવો છે, તેનાં શિંગડાં રાની બળદનાં શિંગડાં જેવાં છે; તેઓ વડે પૃથ્વીની સીમા સુધીના સર્વ લોકોને તે માથાં મારશે, તેના જેવા એફ્રાઈમના દશ હજારો, અને મનાશ્શાના હજારો છે.”


તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે, “પ્રભુ મને સહાય કરનાર છે; હું બીશ નહિ: માણસ મને શું કરનાર છે?”


અને લબાનોનથી તે મિસ્રેફોથ-માઈમ સુધીના પહાડી પ્રદેશના બધા રહેવાસીઓ, એટલે બધા સિદોનીઓ, તેઓને હું ઈઝરાયલી લોકોની આગળથી હાંકી કાઢીશ; પણ જેમ મેં તને આજ્ઞા આપી છે તેમ ઇઝરાયલીઓને તે દેશ તું હિસ્સા પાડીને વહેંચી આપ.


અને પર્વતના શિખરથી તે નેફતોઆનાં પાણીના ઝરા સુધી તે સીમા અંકાઈ હતી, ને ત્યાંથી એફ્રોન પર્વતનાં નગરો સુધી ગઈ; અને તે સીમા બાલા (એટલે કિર્યાથ-યારીમ) સુધી દોરાયેલી હતી;


અને યહોશુઆએ યૂસફપુત્રોને, એટલે એફ્રાઈમને તથા મનાશ્શાને કહ્યું, “તું એક મોટી પ્રજા થયો છે ને તું ઘણો બળવાન છે; તને માત્ર એક જ ભાગ મળશે નહિ.


અને તેઓએ ગાલીલમાં નફતાલીના પહાડી પ્રદેશમાંનું કેદેશ, ને એફ્રાઈમના પહાડી પ્રદેશમાંનું શખેમ, ને યહૂદિયાના પહાડી પ્રદેશમાંનું કિર્યાથ આર્બા (એટલે હેબ્રોન), એમને અલગ કર્યાં.


એફ્રાઈમના પહાડી પ્રદેશના રામાથાઈમ સોફીમનો એક માણસ હતો, તેનું નામ એલ્કાના હતું; તે એફ્રાઈમી સૂફના દીકરા તોહૂના દીકરા અલીહૂના દીકરા યરોહામનો દીકરો હતો.


Lean sinn:

Sanasan


Sanasan