Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 17:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને ઇસ્સાખાર તથા આશેરના ભાગમાં બેથ શેઆન ને તેનાં ગામ, ને યિબ્લામ ને તેનાં ગામ, ને દોરના તથા તેનાં ગામના રહેવાસીઓ, ને એન દોરના તથા તેનાં ગામના રહેવાસીઓ, ને તાનાખના તથા તેનાં ગામના રહેવાસીઓ, ને તાનાખના તથા તેનાં ગામના રહેવાસીઓ, ને મગિદ્દોના તથા તેનાં ગામના રહેવાસીઓ; એટલે ત્રણ ઉચ્ચ પ્રદેશ મનાશ્શાને મળ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 ઇસ્સાખાર અને આશેરના કુળપ્રદેશોમાં મનાશ્શાની હસ્તક બેથ-શેઆન તથા યિબ્લઆમ અને તેમની આસપાસનાં ગામ તેમ જ દરિયાકિનારે આવેલું દોર, એનદોર, તાઅનાખ, મગિદ્દો અને એમની આસપાસના વસવાટો હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ઇસ્સાખાર તથા આશેરના ભાગમાં, બેથ-શેઆન અને તેનાં ગામો, યિબ્લામ અને તેનાં ગામો, દોર તથા તેનાં ગામોના રહેવાસીઓ, એન-દોર તથા તેનાં ગામોના રહેવાસીઓ, તાનાખ તથા તેના ગામોના રહેવાસીઓ, મગિદ્દોના તથા તેના ગામોના રહેવાસીઓ; એટલે ત્રણ ઉચ્ચ પ્રદેશ મનાશ્શાને મળ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 મનાશ્શાના લોકોને ઈસ્સાખાર અને આશેરનાં ક્ષેત્રોમાં પણ શહેરો હતાં. આ શહેરોનો પણ તેમાં સમાંવેશ થતો હતો: બેથ-શેઆન અને તેના નજીકના શહેરો, યિબ્લઆમ અને તની નજીકના શહેરો, દોર અને તેનાં નજીકના શહેરો, એનદોર અને તાઅનાખ, મગિદોના નગરો અને તેમના નજીકના શહેરો. તેઓ મનાશ્શાના કુળ દ્વારા શાષિત હતાં. તેઓ નફોટાના ત્રણ શહેરોમાં પણ રહ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 17:11
22 Iomraidhean Croise  

અને દાઉદે જઈને શાઉલનાં હાડકાં તથા તેના દીકરા યોનાથાનનાં હાડકાં તથા તેના દીકરા યોનાથાનનાં હાડકાં યાબેશ-ગિલ્યાદના માણસો પાસેથી લીધાં, તેઓ તે બેથ-શાણા ચકલામાંથી ચોરી લાવ્યા હતા, જે દિવસે પલિસ્તીઓએ શાઉલને ગિલ્બોઆમાં મારી નાખ્યો હતો તે દિવસે પલિસ્તીઓએ તે ત્યાં ટાંગ્યાં હતાં.


યહોવાનું મંદિર, તથા પોતાનો મહેલ, તથા મિલ્લો, યરુશાલેમનો કોટ, હાસોર, મગિદ્દો તથા ગેઝેર બાંધવા માટે સુલેમાન રાજાએ જે વેઠ કરનારાની ટોળી ભેગી કરી તેની વિગત આ પ્રમાણે હતી.


પણ યહૂદિયાનો રાજા અહાઝ્યા એ જોઈને બેથ-હાગ્ગાનને માર્ગે નાસવા લાગ્યો. યેહૂએ તેની પાછળ પડીને કહ્યું, “તેને પણ રથમાં બેઠેલો મારો.” તેથી યિબ્લામ પાસેના ગૂરના ઘાટ આગળ [તેઓએ તેને માર્યો] તે મગિદ્દોમાં નાસી ગયો, ને ત્યાં મરણ પામ્યો.


મન્નાશાના અર્ધકુળમાંથી આનેર તેનાં પાદરો સહિત તથા બિકહામ તેનાં પાદરો સહિત, કહાથના પુત્રોનાં કુટુંબના બાકી રહેલાઓને આપ્યાં.


વળી મનાશ્શાના વંશજોની સીમા પાસે બેથ-શાન તથા તેના કસબાઓ, તાનાખ તથા તેના કસબાઓ, દોર તથા તેના કસબાઓ હતા.તેઓમાં ઇઝરાયલના પુત્ર યૂસફના વંશજો રહેતા હતા.


તોપણ હોશિયા પાછો હઠ્યો નહિ, પણ તેની સામે લડવાને ગુપ્ત વેશ ધારણ કરીને ઈશ્વરના મુખમાંથી આવેલા નખોના શબ્દોને ન ગણકારતાં મગિદ્દોના મેદાનમાં તે લડવા આવ્યો.


તેઓ એન-દોરની પાસે નાશ પામ્યા; તેઓ ભૂમિના ખાતર જેવા થઈ ગયા.


તેથી યહોવા કહે છે, જુઓ, એવો સમય આવે છે કે, જે સમયે હું આમ્મોનીઓના રાબ્બામાં યુદ્ધનો રણનાદ સંભળાવીશ! તે ઉજ્જડ ટેકરી થશે, ને તેની દીકરીઓને અગ્નિમાં બાળી નાખવામાં આવશે; અને જેઓએ ઇઝરાયલનો વારસો ભોગવ્યો હતો તેઓનો વારસો ઇઝરાયલ ભોગવશે, એવું યહોવા કહે છે.


અને મગિદ્દોની ખીણમાં હદાદરિમ્મોનના વિલાપના જેવો ભારે વિલાપ તે દિવસે યરુશાલેમમાં થશે.


અને ઉત્તરે પહાડી પ્રદેશમાં, તથા કિન્‍નેરોથની દક્ષિણે અરાબામાં, તથા નીચાણના પ્રદેશમાં અને પશ્ચિમે દોરના પર્વતોમાં જે રાજા હતા તેઓને,


એક તાનાખનો રાજા; એક કાર્મેલમાંના યોકનામનો રાજા;


એક દોરના પર્વત ઉપરનો દોરનો રાજા; એક ગિલ્ગાલમાંના ગોઈમનો રાજા;


અને તેની સાથે મનાશ્શાપુત્રોના વતન મધ્યે જે નગરો એફ્રાઈમપુત્રોના વતન મધ્યે જે નગરો એફ્રાઈમપુત્રોને માટે અલાહિદાં કરેલાં હતાં, એ સર્વ નગરો તેઓના ગામો સહિત [તેમને મળ્યાં].


દક્ષિણ ભાગ એફ્રાઈમનો, ને ઉત્તર ભાગ મનાશ્‍શાનો હતો, ને સમુદ્ર તેની સરહદ પર આવ્યો. અને તે [ભાગ] ઉત્તરે આશેર સુધી તથા પૂર્વે ઇસ્સાખાર સુધી પહોંચ્યા હતા.


અને યૂસફપુત્રોએ કહ્યું, “પહાડી પ્રદેશ અમને બસ થાય એટલો નથી; અને જે કનાનીઓ ખીણપ્રદેશમાં રહે છે તે સર્વની પાસે, એટલે બેથશેઆન ને તેનાં ગામડાંમાં રહેનારાની પાસે ને યિઝ્એલની ખીણમાં રહેનારાની પાસે, લોઢાના રથો છે.”


તેમ જ મનાશ્શાએ બેથ-શેઆનના તથા તેના કસવાનો [ના રહેવાસીઓ] ને, તાનાખના તથા તેના કસબાઓ [ના રહેવાસીઓ] ને, દોરના તથા તેના કસબાઓના રહેવાસીઓને, યિબ્લામના તથા તેના કસબાઓના રહેવાસીઓને, ને મગિદ્દોના તથા તેના કસબાઓના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓએ તે દેશમાં રહેવા ઇચ્છયું.


રાજાઓ આવીને લડ્યા; તે વખતે મગિદ્દોનાં પાણીની પાસેના તનાખમાં કનાનના રાજાઓએ યુદ્ધ કર્યું. તેઓને ધનનો કંઈ લાભ મળ્યો નહિ.


ત્યારે શાઉલે પોતાના ચાકરોને કહ્યું, “મેલી વિદ્યા જાણનાર કોઈ સ્‍ત્રીને મારે માટે શોધી કાઢો, ને હું તેની પાસે જઈને તેને પૂછી જોઉં.” તેના ચાકરોએ તેને કહ્યું, “જો, એન-દોરમાં મેલી વિદ્યા જાણનાર એક સ્‍ત્રી છે.”


તેઓએ તેનાં શસ્‍ત્રો આશ્તારોથના મંદિરમાં મૂક્યાં. અને તેની લાસ તેઓએ બેથ-શાનના કોટ પર ચોંટાડી.


ત્યારે બધા બહાદુર પુરુષો ઊઠીને આખી રાત ચાલ્યા, ને બેથ-શાનના કોટ પરથી શાઉલની લાસ તથા તેના દિકરાઓની લાસો તેઓ યાબેશમાં લઈ આવ્યા, ને ત્યાં તેઓએ તે બાળી.


Lean sinn:

Sanasan


Sanasan