યહોશુઆ 17:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
10 દક્ષિણ ભાગ એફ્રાઈમનો, ને ઉત્તર ભાગ મનાશ્શાનો હતો, ને સમુદ્ર તેની સરહદ પર આવ્યો. અને તે [ભાગ] ઉત્તરે આશેર સુધી તથા પૂર્વે ઇસ્સાખાર સુધી પહોંચ્યા હતા.
10 એફ્રાઈમનો કુળપ્રદેશ દક્ષિણમાં હતો અને મનાશ્શાનો કુળપ્રદેશ ઉત્તરમાં હતો; ભૂમધ્ય સમુદ્ર તે બન્નેની પશ્ર્વિમની સરહદ હતી. આશેરનો કુળપ્રદેશ વાયવ્યમાં અને ઇસ્સાખારનો કુળપ્રદેશ ઇશાનમાં હતો.
10 દક્ષિણ તરફની ભૂમિ એફ્રાઈમની હતી અને ઉત્તર તરફની ભૂમિ મનાશ્શાની હતી. અને ભૂમધ્ય સમુદ્ર તેની પશ્ચિમી સરહદ હતી, સરહદ ઉત્તરમાં આશેરની ભૂમિને અને પૂર્વમાં ઈસ્સાખારના પ્રદેશને અડતી હતી.
અને ઇસ્સાખાર તથા આશેરના ભાગમાં બેથ શેઆન ને તેનાં ગામ, ને યિબ્લામ ને તેનાં ગામ, ને દોરના તથા તેનાં ગામના રહેવાસીઓ, ને એન દોરના તથા તેનાં ગામના રહેવાસીઓ, ને તાનાખના તથા તેનાં ગામના રહેવાસીઓ, ને તાનાખના તથા તેનાં ગામના રહેવાસીઓ, ને મગિદ્દોના તથા તેનાં ગામના રહેવાસીઓ; એટલે ત્રણ ઉચ્ચ પ્રદેશ મનાશ્શાને મળ્યા.
અને તે સીમા ત્યાંથી ઊતરીને કાના નદી સુધી એટલે નદીની દક્ષિણે ગઈ; એફ્રાઈમનાં આ નગરો મનાશ્શાનાં નગરો મધ્યે આવ્યા; અને મનાશ્શાની સીમા નદીની ઉત્તર બાજુએ હતી, ને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો.