Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 17:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને મનાશ્શા જે યૂસફનો વડો પુત્ર હતો, તેના કુળને માટે આ ભાગ હતો:મનાશ્શાનો વડો પુત્ર માખીર, ગિલ્યાદનો પિતા, લડવૈયો હતો, એ માટે તેને તો ગિલ્યાદ તથા બાશાન મળ્યાં,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 યોસેફના મોટા પુત્ર મનાશ્શાના વંશના કેટલાંક ગોત્રોને ફાળે યર્દનની પશ્ર્વિમે આ પ્રદેશ આવ્યો હતો. ગિલ્યાદનો પિતા માખીર મનાશ્શાનો જયેષ્ઠ પુત્ર હતો. તે શૂરવીર લડવૈયો હોવાથી તેને યર્દનની પૂર્વમાં ગિલ્યાદ અને બાશાન આપવામાં આવ્યાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મનાશ્શા યૂસફનો વડો પુત્ર હતો, તેના કુળને માટે જમીનનો ભાગ આ પ્રમાણે હતી: જે મનાશ્શાનો પ્રથમપુત્ર, માખીર ગિલ્યાદનો પિતા લડવૈયો હતો તેને ગિલ્યાદ તથા બાશાનનો પ્રદેશ આપવામાં આવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 મનાશ્શા યૂસફનો જ્યેષ્ઠ પુત્ર હતો તેથી તેના કુળસમૂહને પણ પ્રદેશનો ભાગ આપવામાં આવ્યો હતો. ગિલયાદનો પિતા માંખીર મનાશ્શાનો જ્યેષ્ઠ પુત્ર હતો જે યોદ્ધો હતો. તેથી ગિલયાદ અને બાશાનના પ્રાંતો તેને ફાળવવામાં આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 17:1
20 Iomraidhean Croise  

અને યૂસફે જ્યેષ્ઠ દિકરાનું નામ મનાશ્શા પાડયું; કેમ કે [તેણે કહ્યું,] “ઈશ્વરે મારા સર્વ કષ્ટ તથા મારા પિતાના ઘરનું સર્વ મને વીસરાવી દીધું છે.”


અને બીજાનું નામ તેણે એફ્રાઇમ પાડયું. કેમ કે [તેણે કહ્યું,] “મારા દુ:ખના દેશમાં ઈશ્વરે મને સફળ કર્યો છે.”


અને યૂસફને મિસર દેશમાં મનાશ્શા તથા એફ્રાઈમ થયા. તેઓ ઓનના યાજક પોટીફેરાની દીકરી આસનાથથી તેને થયા.


અને યૂસફે જોયું કે એના પિતાએ જમણો હાથ એફ્રાઇમના માથા પર મૂકયો, ત્યારે તેને તે ખોટું લાગ્યું; અને એફ્રઇમના માથા પરથી મનાશ્શાના માથા પર મૂકવાને તેણે પોતાના પિતાનો હાથ ઉપાડયો.


અને યૂસફે તેના પિતાને કહ્યું, “મારા પિતા, એમ નહિ; કેમ કે આ જ્યેષ્ઠ છે. એના માથા પર તમારો જમણો હાથ મૂકો.”


અને યૂસફે ત્રીજી પેઢી સુધીનાં એફ્રાઇમનાં છોકરાં જોયાં; અને મનાશ્શાના દિકરા માખીરના દિકરાઓ યૂસફના ખોળામાં ઊછર્યા.


તેણે ઈશ-બોશેથને ગિલ્યાદ પર, આશેરીઓ પર, યિઝ્રએલ પર, એફ્રાઈમ પર, બિન્યામીન પર તથા સર્વ ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો.


ગશુર તથા અરામે યાઈરના કસબાઓ, ને કનાથ તથા તેનાં ગામો મળીને સાઠ નગરો તેમની પાસેથી લઈ લીધાં, એ સર્વ ગિલ્યાદના પિતા માખીરના પુત્રો હતા.


પ્રભુ યહોવા કહે છે, “આ સરહદથી તમારે ઇઝરાયલનાં બાર કુળો પ્રમાણે જમીનનો વારસો વહેંચી લેવો. યૂસફને [બે] હિસ્સા [મળે].


નફતાલીની સરહદને અડીને પૂર્વ બાજુથી તે પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ મનાશ્શાનો.


મનાશ્શાના દિકરા : માખીરથી માખીરીઓનું કુટુંબ. અને માખીરને પેટે ગિલ્યાદ થયો. અને ગિલ્યાદથી ગિલ્યાદીઓનું કુટુંબ.


અને યૂસફના દિકરા મનાશ્શાનાં કુટુંબોમાંથી, મનાશ્શાના દિકરા માખીરના દિકરા ગિલ્યાદના દિકરા હેફેરના દિકરા સલોફહાદની દીકરીઓ [મૂસાની] પાસે આવી. અને તેની એ દીકરીઓનાં નામ આ હતાં:એટલે માહલા, નોઆ તથા હોગ્લા તથા મિલ્કા તથા તિર્સા.


અને મૂસાએ તેઓને, એટલે ગાદના પુત્રોને તથા રુબેનના પુત્રોને તથા યૂસફના દિકરા મનાશશાના અડધા કુળને, અમોરીઓના રાજા સીહોનનું રાજ્ય તથા બાશાનના રાજા ઓગનું રાજ્ય, એટલે એ દેશ તેનાં નગરો તથા તેઓની સીમો સહિત, હા, તે દેશની ચાર તરફનાં સર્વ નગરો આપ્યાં.


પણ તેની સર્વ માલમિલકતનો બમણો ભાગ અણમાનીતીના દીકરાને આપીને તે તેને જ્યેષ્ઠ તરીકે કબૂલ રાખે. કેમ કે તે તેના પુરુષત્વનું પ્રથમફળ છે. જયેષ્ઠ પુત્રનો હક તેનો જ છે.


અને મનાશ્શાના બાકીના પુત્રોને પણ તેઓનાં કુટંબો પ્રમાણે [ભાગ] મળ્યો; એટલે અબીએઝેરના પુત્રોને, અને હેલેકના પુત્રોને, ને આસ્ત્રીએલના પુત્રોને, ને શેખેમના પુત્રોને, ને હેફેરના પુત્રોનેમ ને શમીદાના પુત્રોને; યુસફના દીકરા મનાશ્શાના દીકરાઓ તેઓનાં કુટુંબો પ્રમાણે એ હતા.


હવે મનાશ્શાના અર્ધકુળને મૂસાએ બાશાનમાં [વતન] આપ્યું હતું; પણ તેના બીજા અર્ધભાગને યહોશુઆએ તેઓના ભાઈઓ સાથે પશ્ચિમમાં યર્દન પાર [વતન] આપ્યું. વળી જ્યારે યહોશુઆએ તેઓને તેઓના તંબુઓમાં મોકલી દીધા, ત્યારે તેણે તેઓને આશીર્વાદ આપ્યો,


જેઓની જડ અમાલેકમાં છે તેઓ એફ્રાઈમમાંથી [ઊતરી આવ્યા] ; તારી પાછળ, તારા લોકોમાં બિન્યામીન [આવ્યો] ; માખીરમાંથી અધિકારીઓ, અને ઝબુલોનમાંથી અમલદારનો દંડ ધારણ કરનારા ઊતરી આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan