Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 15:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને પર્વતના શિખરથી તે નેફતોઆનાં પાણીના ઝરા સુધી તે સીમા અંકાઈ હતી, ને ત્યાંથી એફ્રોન પર્વતનાં નગરો સુધી ગઈ; અને તે સીમા બાલા (એટલે કિર્યાથ-યારીમ) સુધી દોરાયેલી હતી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 ત્યાંથી તે નેફતોઆહનાં ઝરણાં સુધી જઈને એફ્રોન પર્વતનાં શહેરો પાસે નીકળી. ત્યાંથી તે બાઅલા (એટલે કિર્યાથ-યઆરીમ) તરફ વળી,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પછી તે સરહદ પર્વતના શિખરથી તે નેફતોઆના ઝરણાં સુધી ગઈ, ત્યાંથી એફ્રોન પર્વતનાં નગરો સુધી ગઈ. પછી તે સરહદ બાલાહ એટલે કિર્યાથ-યારીમ સુધી અંકાયેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પછી સરહદ પર્વતના શિખર પરથી “નેફતોઆહનો જળસમૂહ” ઝરણા તરફ વળીને ત્યાંથી એક્રોન પર્વત પરના નગરોમાં જાય છે. તે જગ્યાએથી સરહદ બાઅલાહ જે “કિયાર્થ-યઆરીમ” તરીકે ઓળખાય છે તેના તરફ વળી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 15:9
8 Iomraidhean Croise  

‘કરુબો પર બિરાજનાર સૈન્યોના યહોવા, ’ એ નામથી [ઓળખાતા] ઈશ્વરના કોશને જ્યાં તે હતો ત્યાંથી લાવવા માટે દાઉદ ઊઠ્યો, અને પોતાની સાથેના સર્વ લોકોને લઈને બાલે-યહૂદિયાથી નીકળ્યો.


કરુબો પર બિરાજમાન ઈશ્વર, જે યહોવા નામથી ઓળખાય છે, તેમનો કોશ ત્યાંથી લઈ આવવા માટે દાઉદ તથા સર્વ ઇઝરાયલ બાલામાં, એટલે યહૂદિયાના કિર્યાથ-યારીમમાં ભેગા થયા.


બાલા તથ ઇયીમ તથા એસેમ;


કિર્યાથ-બાલ (એટલે કિર્યાથ-યારીમ) તથા રાબ્બા; બે નગરો તેઓનામ ગામો સહિત.


અને તેનો દક્ષિણ ભાગ કિર્યાથ-યારીમના છેડા આગળથી શરૂ થયો, ને તેની સરહદ પશ્ચિમ તરફ વધી, ને નેફતોઆના પાણીના ઝરા સુધી ગઈ;


અને ઇઝરાયલી લોકો, ચાલી નીકળીને ત્રીજે દિવસે તેઓનાં નગરોમાં પહોંચ્યા. હવે તેઓનાં નગરો તો ગિબ્યોન ને કફીરા ને બેરોથ ને કિર્યાથ-યારીમ હતાં.


તેઓએ જઈને યહૂદિયામાંના કિર્યાથ-યારીમમાં છાવણી કરી. એ માટે તેઓએ તે જગાનું નામ માહનેહ-દાન પાડ્યું, આજ સુધી તે તેનું નામ છે. જુઓ, તે કિર્યાથ-યારીમની પાછળ છે.


પછી તેઓએ કિર્યાથ-યારીમના લોકો પાસે સંદેશિયા મોકલીને કહ્યું, “પલિસ્તીઓ યહોવાનો કોશ પાછો લાવ્યા છે. તમે નીચે ઊતરીને તે તમારે ત્યાં લઈ જાઓ.”


Lean sinn:

Sanasan


Sanasan