Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 15:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને ત્યાંથી આગળ આસ્મોન સુધી ગઈ, ને ત્યાંથી મિસરના નાળા સુધી ગઈ; અને તે સીમાનો છેડો સમુદ્ર આગળ આવ્યો:તમારી દક્ષિણ તરફની સીમા એ પ્રમાણે થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 ત્યાંથી તે આસ્મોન સુધી પહોંચી ઇજિપ્તની સરહદે આવેલા વહેળાને માર્ગે ભૂમધ્ય સમુદ્ર સુધી ગઈ અને ત્યાં તે પૂરી થઈ. એ તો યહૂદાના કુળપ્રદેશની દક્ષિણ સરહદ હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ત્યાંથી આસ્મોન સુધી ગઈ. ત્યાંથી મિસરના ઝરણાંથી પસાર થઈને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો. આ તેમની દક્ષિણ તરફની સરહદ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પછી સરહદ આસ્મોન સુધી ચાલુ રહે છે, ઈજીપ્તના ઝરણાં અને પછી ભુમધ્ય સમુદ્ર સુધી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 15:4
8 Iomraidhean Croise  

તે જ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો: “મિસરની નદીથી એ ફ્રાત નામની મહા નદી સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે;


એ પ્રમાણે તે સમયે આપણા ઈશ્વર યહોવાની આગળ સાત દિવસ ને સાત દિવસ એટલે ચૌદ દિવસ સુધી સુલેમાને તથા તેની સાથે સર્વ ઇઝરાયલે, એટલે હમાથના નાકાથી તે મિસરના વહેળા સુધી [ના લોકો] ની મોટી સભાએ, ઉત્સવ કર્યો.


અને લાલ સમુદ્રથી તે પલિસ્તીઓના સમુદ્ર સુધી, ને અરણ્યથી તે નદી સુધી હું તારી સરહદ ઠરાવીશ; કેમ કે દેશના રહેવાસીઓને હું તમારા હાથમાં સોંપીશ; અને તું તેઓને તારી આગળથી હાંકી કાઢીશ.


વળી તે દિવસે યહોવા [ફ્રાત] નદીના પ્રવાહથી તે મિસરની નદી સુધી [અનાજને] ઝૂડશે, ને, હે ઇઝરાયલીઓ તમને એકેએકને એકત્ર કરવામાં આવશે.


અને તે સીમા આસ્મોનથી વળીને મિસરની નદી સુધી જાય, ને તેનો છેડો સમુદ્ર સુધી પહોંચે.


મિસરની આગળના શિહોરથી તે ઉત્તરમાં એક્રોનની હદ સુધી [જે ભૂમિ] કનાનીઓની ગણાય છે તે; પલિસ્તીઓના પાંચ ઉમરાવ; એટલે ગાઝીઓ, તથા આશ્દોદીઓ, તથા આશ્કેલોનીઓ, તથા ગિત્તીઓ, તથા એક્રોનીઓ;


અને ત્યાંથી તે [સીમા] આક્રાબ્બીમના ઘાટની દક્ષિણે થઈને આગળ સીન સુધી ગઈ, ને કાદેશ-બાર્નેઆની દક્ષિણે થઈને ઉપર ગઈ, ને હેસ્‍ત્રોનની પાસે થઈને આગળ ગઈ, ને આદ્દાર સુધી ગઈ, ને ચકરાવો ખાઈને કાર્કાને લાગી.


આશ્દોદ, તેનાં નગરો તથા તેનાં ગામો; ગાખાઅ, તેનાં નગરો તથા તેનાં ગામો; મિસરનું નાળું તથા મહા સમુદ્ર તથા [તેનો] કિનારો, ત્યાં સુધીનાં.


Lean sinn:

Sanasan


Sanasan