Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 15:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને તે સીમા ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ; અને શિક્કરોન સુધી તે સીમા દોરેલી હતી, ને આગળ વધીને બાલા પર્વત સુધી તે ગઈ, ને યાબ્નએલ સુધી પહોંચી; અને તે સીમાનો છેડો સમુદ્ર આગળ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તે સીમા ત્યાંથી નીકળીને એક્રોનની ઉત્તરે આવેલા પર્વત સુધી પહોંચી, શિક્કેરોન તરફ વળાંક લઈ બાઅલા પર્વતની બાજુ પર થઈને આબ્નએલ તરફ ગઈ અને ભૂમધ્ય સમુદ્ર પાસે પૂરી થઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તે સરહદ ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ, પછી શિક્કરોનથી વળીને, બાલાહ પર્વતથી પસાર થઈને યાબ્નએલ સુધી ગઈ. તે સરહદનો અંત સમુદ્ર પાસે આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 પછી સરહદ એક્રોની ઉત્તરની ટેકરી સુધી જાય છે. ત્યાંથી શિક્કરોન તરફ વળીને પછી બાઅલાહ પર્વત સુધી અને પછી યાબ્નએલ સુધી ચાલુ રહીને ભૂમધ્ય સમુદ્રમાં પૂરી થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 15:11
15 Iomraidhean Croise  

એલિયાએ રાજાને કહ્યું, “યહોવા એમ કહે છે, ‘શું ઈશ્વરવાણી મારફતે સલાહ પૂછવા માટે ઇઝરાયલમાં ઈશ્વર નથી કે, તેં એક્રોનના દેવ બાલઝબૂલને પૂછવા સંદેશિયા મોકલ્યા છે? તે માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠીશ નહિ, પણ નક્કી મરણ પામશે.’”


તેઓએ તેને કહ્યું, એક માણસ અમને મળવા અમારી સામે આવ્યો, તેણે અમને કહ્યું કે, જાઓ, જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે જઈને તેને કહો કે, યહોવા એમ કહે છે કે, ‘શુ ઇઝરાયલમાં ઈશ્વર નથી કે, તું એક્રોનના દેવ બાલઝબૂલને પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠશે નહિ, પણ નક્કી મરણ પામશે.’”


તેણે ચઢાઈ કરીને પલિસ્તીઓની વિરુદ્ધ વિગ્રહ મચાવ્યો, ને ગાથનો, યાબ્નેનો તથા આશ્દોદનો કોટ તોડી પાડ્યા. તેણે આશ્દોદ પ્રાંતમાં તથા પલિસ્તીઓના દેશમાં નગરો બાંધ્યાં.


અને મોટો સમુદ્ર તથા તેનો કાંઠો એ તમારી પશ્ચિમ સીમા થાય.


અને તે સીમા ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાથી સેઈર પર્વત સુધી ગઈ, ને આગળ વધીને ઉત્તર તરફ યારીમ પર્વત (એટલે કસાલોન)ની બાજુ સુધી ગઈ, ને બેથ-શેમેથ સુધી નીચે ઊતરી, ને તિમ્નાની બાજુ પર થઈને આગળ વધી;


અને પશ્ચિમ સીમા મોટા સમુદ્ર તથા તેના કાંઠા સુધી હતી. યહૂદાપુત્રોની ચાર તરફ સીમા તેઓનાં કુટુંબો પ્રમાણે એ હતી.


એક્રોન, તેનાં નગરો તથા ગામો સહિત:


અને પર્વતના શિખરથી તે નેફતોઆનાં પાણીના ઝરા સુધી તે સીમા અંકાઈ હતી, ને ત્યાંથી એફ્રોન પર્વતનાં નગરો સુધી ગઈ; અને તે સીમા બાલા (એટલે કિર્યાથ-યારીમ) સુધી દોરાયેલી હતી;


યહૂદાએ ગાઝા તથા તેની સીમ, આશ્કોન તથા તેની સીમ અને એક્રોન તથા તેની સીમ જીતી લીધાં.


અને ઇઝરાયલના તથા યહૂદિયાના માણસો ઊઠીને હોકારો કરીને ગાથ સુધી તથા એક્રોનની ભાગળો સુધી પલિસ્તીઓની પાછળ પડ્યા. અને શારાઈમના માર્ગમાં ગાથ તથા એક્રોન સુધી પલિસ્તીઓના માણસો ઘાયલ થઈને પડ્યા.


તેથી તેઓએ ઈશ્વરના કોશને એક્રોનમાં મોકલ્યો. ઈશ્વરનો કોશ એક્રોનમાં આવ્યો ત્યારે એમ થયું કે, એક્રોનીઓએ બૂમ પાડી, “તેઓ અમારો તથા અમારા લોકનો સંહાર કરવાને ઇઝરાયલના ઈશ્વરનો કોશ અમારી પાસે લાવ્યા છે.”


માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ સરદારોને પોતાની પાસે એકઠા કરીને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરના કોશનું આપણે કેમ કરવું?” ત્યારે તેઓએ ઉત્તર આપ્યો, “ઇઝરાયલના ઈશ્વરનો કોશ અહીંથી ગાથમાં લઈ જાઓ.” એટલે તેઓ ઇઝરાયલના ઈશ્વરનો કોશ [ત્યાં] લઈ ગયા.


એક્રોનથી છેક ગાથ સુધી જે નગરો પલિસ્તીઓએ ઇઝરાયલ પાસેથી લઈ લીધાં હતાં, તે ઇઝરાયલના હાથમાં પાછાં આવ્યાં; અને તેઓની સરહદ ઇઝરાયલે પલિસ્તીઓના હાથમાંથી છોડાવી. અને ઇઝરાયલીઓ તથા અમોરીઓની વચ્ચે સુલેહ હતી.


Lean sinn:

Sanasan


Sanasan