Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 14:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને યહૂદાપુત્રો યહોશુઆ પાસે ગિલ્ગાલમાં આવ્યા; અને કનિઝી યફૂન્‍નેના દીકરા કાલેબે તેને કહ્યું, “કાદેશ-બાર્નેઆમાં યહોવાએ ઈશ્વરભક્ત મૂસાને તારા વિષે ને મારા વિષે જે કહ્યું હતું તે તું જાણે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 એક દિવસે યહૂદાકુળના કેટલાક લોકો ગિલ્ગાલમાં યહોશુઆ પાસે આવ્યા. તેમનામાંથી કનિઝ્ઝી યફૂન્‍નેહના પુત્ર કાલેબે તેને કહ્યું, “ઈશ્વરભક્ત મોશેને પ્રભુએ કાદેશ-બાર્નિયામાં તારે અને મારે વિષે જે કહ્યું હતું તે તું જાણે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પછી યહૂદાનું કુળ યહોશુઆ પાસે ગિલ્ગાલમાં આવ્યું. કનિઝી યફૂન્નેના દીકરા, કાલેબે તેને કહ્યું, “કાદેશ બાર્નેઆમાં ઈશ્વરભક્ત મૂસાએ તારા અને મારા વિષે જે કહ્યું હતું તે તું જાણે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 એક દિવસ યહૂદાના કુળસમૂહના લોકો ગિલ્ગાલમાં યહોશુઆ પાસે આવ્યાં. તેઓમાંના એક કનિઝઝી, કાલેબે તેમને કહ્યું, “દેવના માંણસ મૂસાએ કાદેશ-બાર્નેઆમાં તમાંરા અને માંરા વિષે શું કહ્યું હતું તે તમે જાણો છો?

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 14:6
30 Iomraidhean Croise  

અને જુઓ, યહોવાના વચનથી એક ઈશ્વરભક્ત યહૂદિયામાંથી બેથેલ આવ્યો. અને યરોબામ ધૂપ બાળવા માટે વેદી પાસે ઊભેલો હતો.


અને તે ઈશ્વરભક્તની પાછળ ગયો, ઈશ્વરભક્ત તેને એલોનવૃક્ષ નીચે બેઠેલો મળ્યો. તેણે તેને પૂછ્યું, ”યહૂદિયામાંથી આવેલા ઈશ્વરભક્ત તે શું તમે છો?” એણે કહ્યું, “હું તે છું.”


તેણે કહ્યું, ”આ સમયે વખત આવ્યે તું છોકરાને આલિંગન કરશે.” એ સ્ત્રીએ કહ્યું, “ના, હે મારા મુરબ્બી ઈશ્વરભક્ત, તમારી દાસીને જૂઠું કહેશો નહિ.”


બાલ-શાલીશાથી એક માણસ આવ્યો. તે ઈશ્વરભક્તને માટે પ્રથમફળનું અન્‍ન, એટલે જવની વીસ રોટલી, ને અનાજનાં તાજાં કણસલાં પોતાની ઝોળીમાં લાવ્યો. અને એલિશાએ કહ્યું, “લોકોને આપ કે તેઓ ખાય.”


અને સ્ત્રીએ પોતાના પતિને કહ્યું, “હવે મને લાગે છે કે આ જે હંમેશા આપણી પાસે થઈને જાય છે, તે એક પવિત્ર ઈશ્વરભક્ત છે.


અને એ એકી નજરે [હઝાએલની સામું] જોઈ રહ્યો, એટલે સુધી કે તે શરમાઈ ગયો; અને ઈશ્વરભક્ત રડી પડ્યો.


પછી એલિશા દમસ્કસ ગયો. તે વખતે અરામનો રાજા બેન-હદાદ માંદો હતો. તેને એવી ખબર મળી કે “ઈશ્વરભક્ત અત્રે આવ્યા છે.”


પણ ઈશ્વરભક્ત મૂસાના પુત્રો તો લેવીના કુળમાં નોંધાયા.


હે પ્રભુ, પેઢી દરપેઢી તમે અમારો આશ્રય થયા છો.


હું યહોવાના મંદિરમાં લાવ્યો; સરદારોના ઓરડાની પાસે દરવાન શાલુમના પુત્ર માસેયાના ઓરડા ઉપર, ઈશ્વરભક્ત ગદાલ્યાના પુત્ર હનાનના પુત્રોના ઓરડામાં મેં તેઓને ભેગા કર્યા;


અને તેઓ ચાલીને મૂસા તથા હારુનની પાસે, તથા ઇઝરાયલની સમગ્ર પ્રજા પાસે પારાનના અરણ્યમાં, કાદેશમાં આવ્યા. અને તેઓને તથા સમગ્ર પ્રજાને તેઓએ ખબર આપી, ને તે દેશનાં ફળ તેઓને બતાવ્યાં.


અને કાલેબે મૂસાની આગળ લોકોને શાંત પાડયા, ને કહ્યું, “ચાલો, આપણે એકદમ ઉપર જઈને તેને કબજે કરીએ; કેમ કે આપણે તેને હરાવવાને પૂરા સમર્થ છીએ.”


યહૂદાના કુળમાંથી યફુનેનો દિકરો કાલેબ.


પણ મારો સેવક કાલેબ, તેને જુદો આત્મા હતો, ને તે મારા માર્ગમાં સંપૂર્ણ રીતે ચાલ્યો છે, તે માટે જે દેશમાં તે ગયો તેમાં હું તેને પહોંચાડીશ. અને તેનાં સંતાન તેનું વતન પામશે.


જે દેશમાં તમને વસાવવાને મેં મારો હાથ ઊંચો કર્યો છે, તેમાં જવા નહિ જ પામશે. કેવળ યફૂનેનો દિકરો કાલેબ તથા નૂનનો દિકરો યહોશુઆ જવા પામશે.


અને નૂનનો દિકરો યહોશુઆ તથા યફૂનેનો દિકરો કાલેબ, જેઓ દેશની જાસૂસી કરનારાઓમાં ના હતા, તેઓએ પોતાનાં વસ્‍ત્ર ફાડયાં.


કેમ કે યહોવાએ તેઓના વિષે કહ્યું હતું કે તેઓ અરણ્યમાં નક્કી મરશે. અને યફૂનેહના દિકરા કાલેબ તથા નૂનના દિકરા યહોશુઆ વિના તેઓમાંનો એક પણ જીવતો રહ્યો નહોતો.


ફક્ત કનીઝી યફૂનેનો દિકરો કાલેબ તથા નૂનનો દિકરો યહોશુઆ [તે દેશ જોશે] ; કેમ કે તેઓ યહોવાની પાછળ પૂરા મનથી ચાલ્યા છે.”


અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મરણ અગાઉ ઇઝરાયલી લોકોને જે આશીર્વાદ આપ્યો તે આ છે.


અને મૂસા કે જેને યહોવા મોઢામોઢ ઓળખતા હતા તેના જેવો પ્રબોધક હજી સુધી ઇઝરાયલમાં ઊઠ્યો નથી:


અને ત્યાં મોઆબ દેશમાં, યહોવાના વચન પ્રમાણે, યહોવાનો સેવક મૂસા મરી ગયો.


પણ, હે ઈશ્વરભક્ત, તું તેઓથી નાસી જા. અને ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા, એઓનું અનુસરણ કર.


જેથી ઈશ્વરનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને માટે તૈયાર થાય.


અને યહોશુઆ ને તેની સાથે સર્વ ઇઝરાયલ ગિલ્ગાલની છાવણીમાં પાછા આવ્યા.


એ માટે કનિઝી યફૂન્‍નેના દીકરા કાલેબનું વતન આજ સુધી હેબ્રોન છે. કેમ કે તે ઇઝરાયલના ઈશ્વર યહોવાની આ નુસાર સંપૂર્ણ રીતે વર્ત્યો.


અને કાલેબના ભાઈ કનાઝના દીકરા ઓથ્નીએલે તે લીધું; અને તેણે પોતાની દીકરી આખ્સાને તેની સાથે પરણાવી.


અને લોકો પહેલા માસને દશમે દિવસે યર્દનમાંથી નિકળી આવ્યા, અને યરીખોની પૂર્વ તરફની સીમા ઉપર ગિલ્ગાલમાં તેઓએ છાવણી કરી.


Lean sinn:

Sanasan


Sanasan