Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 13:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને તેઓની સરહદ આ હતી, એટલે યાઝેર તથા ગિલ્યાદનાં સર્વ નગરો, તથા રાબ્બાની સામેના અરોએર સુધીનો આમ્મોનપુત્રોનો અડધો દેશ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 તેમના પ્રદેશમાં યાઝેર તથા ગિલ્યાદનાં સર્વ નગરો, રાબ્બાની સામે આવેલ છેક અરોએર સુધીનો આમ્મોનના અર્ધા દેશનો સમાવેશ થતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 આ તેમનો વિસ્તાર હતો એટલે યાઝેર તથા ગિલ્યાદના સઘળાં નગરો તથા આમ્મોનીઓનો અડધો દેશ, જે અરોએર સુધી રાબ્બાની પૂર્વમાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 તેમની પાસે યાઝેરની ભૂમિ, ગિલયાદના બધાં શહેરો અને અમોરીઓની અડધી ભૂમિથી છેક અરોએર સુધી, જે રાબ્બાહની પૂર્વે છે તે હતાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 13:25
21 Iomraidhean Croise  

નવું વર્ષ બેસતાં જ્યારે રાજાઓ [યુદ્ધને માટે] નીકળે છે, તે વખતે એમ થયું કે દાઉદે યોઆબને તથા તેની સાથે તેના ચાકરોને તથા સર્વ ઇઝરાયલને મોકલ્યા. તેઓએ આમ્મોનપુત્રોનો નાશ કર્યો, ને રાબ્બા નગરને ઘેરી લીધું. પણ દાઉદ યરુશાલેમમાં રહ્યો.


પછી યોઆબે આમ્મોનપુત્રોના રાબ્બા પર હલ્લો કરીને રાજધાનીનું નગર કબજે કર્યું.


તેઓએ યર્દન ઊતરીને યાઝેર પાસે ગાદની ખીણમાં જે નગર છે, તેની જમણી બાજુએ અરોએરમાં છાવણી નાખી.


હેબ્રોનીઓના પિતૃઓનાં [કુટુંબોની] વંશાવળી પ્રમાણે તેઓમાંનો મુખય યરિયા હતો. દાઉદની કારકિર્દીના ચાળીસમા વર્ષમાં તેઓની‍ ચૂંટણી થઈ, ને તેઓમાંના કેટલાક શૂરવીર પુરુષો ગિલ્યાદના આઝેરમાં મળી આવ્યા.


હેશ્બોન તેનાં પાદરો સહિત તથા યાઝેર તેનાં પાદરો સહિત મળ્યાં.


કેમ કે હેશ્બોનનાં ખેતરો કસ વગરનાં થઈ ગયાં છે, સિબ્માના દ્રાક્ષાવેલાની ઉત્તમ કલમો વિદેશીઓના અધિપતિઓએ તોડી નાખી છે; તેઓ યાઝેર સુધી પહોંચતી, અરણ્યમાં તેઓ ફેલાવો પામતી; તેની ડાળી પસરી જતી, તેઓ સમુદ્રને પાર જતી.


અરોએરનાં નગર તજાએલાં છે; તેઓ [ઘેટાંનાં] ટોળાંને માટે થશે, ત્યાં તેઓ બેસશે, અને કોઈ તેમને બિવડાવશે નહિ.


અરે સિબ્માના દ્રક્ષાવેલા, હું તારે માટે યાઝેરના રુદન કરતાં ભારે રુદન કરીશ. તારી ડાળીઓ સમુદ્રને પેલે પાર સુધી ફેલાઈ ગઈ, તેઓ યાઝેરના સમુદ્ર સુધી પહોંચી; ઉનાળાનાં તારાં ફળ પર, તથા તારી દ્રાક્ષાની નીપજ પર વિનાશક આવી પડયો છે.


તુ તરવારને માટે આમ્મોનીઓના રાબ્બાહમાં તથા યહૂદિયામાં, એટલે કોટવાળા યરુશાલેમમાં, આવવાનો માર્ગ મુકરર કર.


પણ હું રાબ્બાના કોટમાં અગ્નિ સળગાવીશ, ને તે, યુદ્ધને સમયે થતા તોફાનસહિત, તેના મહેલોને ભસ્મ કરશે.


અને યાઝેરની જાસૂસી કરવા મૂસાએ [માણસોને] મોકલ્યા, ને તેઓએ તેનાં નગરો લઈ લીધાં, ને જે અમોરીઓ ત્યાં હતા તેઓને કાઢી મૂક્યા.


આટ્રોથ-શોફાન તથા યાઝેર તથા યોગ્બહા,


અને જ્યારે તું આમ્મોનપુત્રોની સામે નજીક આવે, ત્યારે તેમને સતાવીશ નહિ, તેમજ તેમની સાથે લડીશ નહિ. કેમ કે હું તને આમ્મોનપુત્રોના દેશમાંથી વતન આપીશ નહિ. કેમ કે મેં તે લોતપુત્રોને વતન તરીકે આપ્યું છે.


[કેમ કે રફાઈઓમાંના બચેલામાંથી બાશાનનો રાજા ઓગ એકલો જ જીવતો રહ્યો હતો. જુઓ, તેનો પલંગ લોઢાનો પલંગ હતો. શું તે આમ્મોનપુત્રોના રાબ્બામાં નથી? મનુષ્યના હાથના માપ પ્રમાણે તેની લંબાઈ નવ હાથ તથા તેની પહોળાઈ ચાર હાથ હતી.]


અને ગિલ્યાદ ને ગશૂરીઓ તથા માખાથીઓની હદ, ને આખો હેર્મોન પર્વત, ને સાલખા સુધી આખો બાશાન;


અને મૂસાએ ગાદના કુળને એટલે ગાદપુત્રોને તેઓનાં કુટુંબો પ્રમાણે [વતન] આપ્યું.


અને હેશ્બોનથી તે રામાથ-મિસ્પા ને બટોનીમ સુધી, અને માહનાઈમથી તે દબીરની સરહદ સુધી;


હેશ્બોન ને તેનાં ગૌચર, યાઝેર ને તેનાં ગૌચર:સર્વ મળી ચાર નગરો.


ગિલ્યાદ યર્દનને પેલે પાર રહ્યો. અને દાન તેનાં વહાણોમાં કેમ રહ્યો? આશેર સમુદ્રને કાંઠે શાંત બેસી રહ્યો, અને પોતાની ખાડીઓની પાસે રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan