Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 13:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને તેઓની હદ આર્નોનની ખીણની સરહદ પરનું અરોએર તથા જે શહેર તે ખીણની મધ્યે છે ત્યાંથી માંડીને મેદબા પાસેના આખા સપાટ પ્રદેશ સુધી હતી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 તેમનો પ્રદેશ આર્નોન ખીણને છેડે આવેલા અરોએર તથા તે ખીણની મધ્યમાં આવેલા શહેર સુધી વિસ્તરેલો હતો અને તેમાં મેદબાની આસપાસના સમસ્ત ઉચ્ચપ્રદેશનો સમાવેશ થતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેઓની હદ આર્નોનની ખીણની સરહદ પરનું અરોએર તથા જે શહેર તે ખીણની મધ્યે છે, ત્યાંથી મેદબા પાસેના આખા સપાટ પ્રદેશ સુધી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તેઓને પ્રાપ્ત થયેલો અરોએરનો પ્રદેશ જે અર્નોની ખાડીની ધારે આવેલો છે, અને નગર જે ખીણની મધ્યમાં આવેલું છે, અને મેદબાનો સમગ્ર સપાટ પ્રદેશ.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 13:16
18 Iomraidhean Croise  

તેઓએ યર્દન ઊતરીને યાઝેર પાસે ગાદની ખીણમાં જે નગર છે, તેની જમણી બાજુએ અરોએરમાં છાવણી નાખી.


તેમાંથી તેઓએ પોતાને માટે બત્રીસ હજાર રથો તથા માકાના રાજાને તથા તેના લોકોને પગાર ઠરાવીને રાખ્યા. તેઓએ આવીને મેદબા આગળ છાવણી નાખી.આમ્મોનીઓ પોતાના નગરોમાંથી એકત્ર થઈને યુદ્ધ કરવા આવ્યા.


વળી હેશ્બોન તથા એલઆલે પોકેપોક રડે છે; યાહાસ સુધી તેમનો સાદ સંભળાય છે. તે માટે મોઆબના હથિયારબંધ પુરુષો બૂમાબૂમ પાડે છે; તેથી તેનું હ્રદય ક્ષોભ પામે છે.


કેમ કે અમોરીઓનો સીહોન રાજા કે જેણે મોઆબના આગલા રાજા વિરુદ્ધ લડાઈ કરી હતી, ને આર્નોન સુધી, તેનો આખો દેશ તેના હાથમાંથી લઈ લીધો હતો, તેનું નગર હેશ્બોન હતું.


અને તે વખતે જે દેશનો કબજો આપણે લીધો તે નીચે પ્રમાણે:આર્નોનની ખીણ પાસેના અરોએરથી માંડીને ગિલ્યાદના પહાડી પ્રદેશનો અડધો ભાગ તથા તેનાં નગરો મેં રૂબેનીઓને તથા ગાદીઓને આપ્યાં.


એટલે અમોરીઓનો રાજા સિહોન કે જે હેશ્બોનમાં રહેતો હતો, અને જેનો અમલ આર્નોન ખીણની સરહદ પર આવેલા અરોએરથી, તથા ખીણની મધ્યેના શહેર તથા અર્ધા ગિલ્યાદથી માંડીને, તે આમ્‍મોનપુત્રોની સરહદ ઉપરની યાબ્બોક નદી સુધી;


અને મૂસાએ રુબેનના પુત્રોના કુળને, તેઓનાં કુટુંબો પ્રમાણે, [વતન] આપ્યું.


હેશ્બોન, તથા સપાટ પ્રદેશમાંના તેનાં સર્વ નગરો; એટલે દીબોન તથા બામોથ-બાલ તથા બેથ-બાલમેઓન;


એટલે આર્નોનની ખીણની સરહદ પરના અરોએરથી, ને જે નગર ખીણની મધ્યે છે ત્યાંથી, તથા મેદબાનો આખો સપાટ પ્રદેશ, દીબોન સુધી;


કેમ કે મૂસાએ બે કુળને તથા અડધા કુળને યર્દન પાર વતન આપ્યું હતું; પણ તેઓમાં તેણે લેવીઓને કંઈ વતન આપ્યું હતું; પણ તેઓમાં તેણે લેવીઓને કંઈ વતન આપ્યું નહોતું.


કેમ કે લેવીઓને તમારી મધ્યે ભાગ [મળવાનો] નથી; કેમ કે યહોવાનું યાજકપદ એ જ તેઓનું વતન છે; અને ગાદને તથા રુબેનને તથા મનાશ્‍શાના અર્ધકુળને યર્દનની પેલી તરફ પૂર્વમાં, જે વતન યહોવાના સેવક મૂસાએ તેઓને આપ્યું, તે તેઓને મળ્યું છે.”


ઇઝરાયલ હેશ્બોનમાં તથા તેનાં ગામોમાં, અરોએરમાં તથ તેનાં ગામોમાં, તથા આર્નોનના કાંઠા ઉપરનાં સર્વ નગરોમાં ત્રણસો વર્ષ સુધી રહ્યા. તો તે દરમિયાન તમે કેમ તે પાછાં ન લીધાં?


અરોએર-વાસીઓને ત્યાં, સિફમોથવાસીઓને ત્યાં, એશ્તમોઆવાસીઓને ત્યાં;


Lean sinn:

Sanasan


Sanasan