Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 13:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તોપણ ઇઝરાયલીઓએ ગશૂરીઓને તથા માખાથીઓને તેમના વતનમાંથી કાઢી મૂક્યા નહિ; પરંતુ ગશૂરીઓ ને માખાથીઓ આજ સુધી ઇઝરાયલ ભેગા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 છતાં ઇઝરાયલીઓએ ગશૂર અને માઅખાના લોકોને હાંકી કાઢયા નહિ, અને આજે પણ તેઓ ઇઝરાયલમાં રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પણ ઇઝરાયલના લોકોએ ગશૂરીઓને કે માખાથીઓને કાઢી મૂક્યા નહિ. તેના બદલે, ગશૂરીઓ અને માખાથીઓ આજ દિન સુધી ઇઝરાયલ મધ્યે રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પણ ઇસ્રાએલીઓએ ગશૂરીઓને અને માંઅખાથીઓને હાંકી કાઢયા ન હતાં. તેઓ આજે પણ ઇસ્રાએલના લોકો વચ્ચે રહે છે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 13:13
13 Iomraidhean Croise  

અને એમ થયું કે ઇઝરાયલ તે દેશમાં રહેતો હતો, ત્યારે રૂબેન પોતાના પિતાની ઉપપત્ની બિલ્હાની પાસે જઈને તેની સાથે સૂઈ ગયો; ને તે ઇઝરાયલના સાંભળવામાં આવ્યું.


આમ્‍મોનપુત્રોએ જોયું કે અમે દાઉદની નજરમાં ધિક્કારપાત્ર થયા છીએ, ત્યારે આમ્નોનપુત્રોએ માણસો મોકલીને બેથ-રાહોબના અરામીઓ તથા સોબાના અરામીઓમાંથી વીસ હજાર પાયદળને, એક હજાર માણસો સહિત માકાના રાજાને, તથા ટોબના બાર હજાર માણસોને પગાર આપીને રાખ્યા.


તેનો બીજો [દિકરો] કિલાબ, તે નાબાલ કાર્મેલીની વિધવઅ અબિગાઇલના પેટનો હતો. ત્રીજો ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાનો દિકરો આબ્શાલોમ હતો.


પણ જો તમે પોતાની સામેથી દેશના રહેવાસીઓને હાંકી કાઢો, તો તેઓમાંના જેઓને તમે રહેવા દેશો તેઓ તમારી આંખોમાં કણીઓરૂપ ને તમારી કૂખોમાં કાંટારૂપ થઈ પડશે, ને જે દેશમાં તમે વસશો ત્યાં તેઓ તમને હેરાન કરશે.


મનાશ્શાના પુત્ર યાઈરે ગશૂરીઓ તથા માખાથીઓની સરહદ સુધીનો આખો આર્ગોબ‍ પ્રાંત લીધો. અને તેણે પોતાના નામ ઉપરથી તેમને એટલે બાશાનને, હાવ્વોથ-યાઈર એ નામ આપ્યું, અને તે નામ આજ સુધી ચાલે છે.]


અને હેર્મોન પર્વત ઉપર ને સાલખા ઉપર ને આખા બાશાન ઉપર એટલે ગશૂરીઓની તથા માખાથીઓની હદ સુધી તથા અર્ધા ગિલ્યાદ ઉપર, એટલે હેશ્બોનના રાજા સિહોનની હદ સુધી, રાજ કરતો હતો તેની સરહદ સુધી [દેશ કબજે થયો.]


અને ગિલ્યાદ ને ગશૂરીઓ તથા માખાથીઓની હદ, ને આખો હેર્મોન પર્વત, ને સાલખા સુધી આખો બાશાન;


વળી બાશાનના ઓગનું આખું રાજ્ય [તેઓને] આપ્યું. તે આશ્તારોથ ને એડ્રેઈમાં રાજ કરતો હતો (રફાઈઓમાંના જે બચી રહેલા તેઓમાંથી તે જ બાકી હતો); કેમ કે મૂસાએ તેઓને મારીને હાંકી કાઢ્યા હતા.


માત્ર લેવીના કુળને તેણે કંઈ વતન આપ્યું નહિ. ઇઝરાયલના ઈશ્વર યહોવાને અગ્નિ વડે, અર્પાયેલા જે અર્પણો, તે જ તેઓનું વતન છે. જેમ તેણે તેને કહ્યું હતું તેમ.


દાઉદ તથા તેના માણસો ત્યાંથી નીકળીને ગશૂરીઓ, ગિર્ઝીઓ તથા અમાલેકીઓ પર હલ્લો કરતા; કેમ કે પ્રાચીન કાળથી તે લોકો તે દેશમાં શૂર તરફ છેક મિસર દેશ સુધી વસેલા હતા.


Lean sinn:

Sanasan


Sanasan