Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 12:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને પૂર્વ તરફ કિન્‍નેરોથ સમુદ્ર સુધી, અરાબા પ્રદેશ, તથા પૂર્વ તરફ અરાબાના સમુદ્ર સુધી, એટલે ખારા સમુદ્ર સુધી, બેથ-યશીમોથને રસ્‍તે, અને દક્ષિણે પિસ્ગાના ઢોળાવની તળેટી સુધી ચાલતો હતો તે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 એમાં અરાબાના પ્રદેશથી પૂર્વમાં ગાલીલ સરોવર અને ત્યાંથી દક્ષિણે મૃત સમુદ્રની પૂર્વ તરફ બેથ-યશીમોથ અને ત્યાંથી પિસ્ગા પર્વતના ઢોળાવની તળેટી સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 સીહોને પૂર્વ તરફ કિન્નેરેથ સમુદ્ર સુધી અરાબા સુધી તથા પૂર્વ તરફ અરાબાના સમુદ્ર ખારા સમુદ્ર સુધી, બેથ-યશીમોથને રસ્તે અને દક્ષિણ તરફ, પિસ્ગાહ પર્વતની તળેટી સુધી રાજ કર્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તે પૂર્વીય યર્દનની ખીણ પર ગાલીલના સરોવરથી મૃતસરોવર સુધી, બેથ-યશીમોથ સુધીના અને દક્ષિણ તરફ પિસ્ગાહ પર્વતના ઢોળાવ પ્રદેશ સુધી રાજ્ય કરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 12:3
15 Iomraidhean Croise  

એ સર્વ સિદ્દીમનું નીચાણ, જે [હાલ] ખારો સમુદ્ર છે, તેમાં એક્ત્ર થયા.


અને તેમણે તે નગરનો તથા આખા નીચાણનો તથા નગરનો તથા આખા નીચાણનો તથા નગરમાં સર્વ રહેનારાંનો તથા ભૂમિ પર ઊગેલાંનો નાશ કર્યો.


અને બેન-હદાદે આસા રાજાનું સાંભળીને પોતાના સેનાપતિઓને ઇઝરાયલનાં નગરો સામે મોકલીને ઇયોન, દાન, આબેલ-બેથ-માકા, આખું કિન્‍નેરોથ તથા આખા નફતાલી દેશ પર હુમલો કર્યો.


એથી જો, તેની સરહદ પરનાં નગરો, એટલે બેથ-યશીમોથ, બાલ-મેઓન તથા કિર્યાથાઈમ, જે તે દેશની શોભા છે,


અને બામોથથી તેઓ મોઆબની સીમમાંની ખીણમાં પિસ્ગા, જે યસીમોન સામે છે, તેની ટોચે ગયા.


અને તે સીમા શફાનથી નીચલી તરફ વળીને રિબ્લા સુધી આયિનની પૂર્વ દિશાએ જાય. અને તે સીમા ત્યાંથી નીચાણ તરફ કિન્‍નેરેથના સમુદ્ર સુધી પૂર્વ તરફ પહોંચે.


હવે ઘણા લોકો તેમના પર પડાપડી કરીને ઈશ્વરની વાત સાંભળતા હતા, ત્યારે તે ગન્‍નેસરેતના સરોવરને કાંઠે ઊભા રહ્યા હતા.


એ પછી ગાલીલનો સમુદ્ર જે તિબેરિયસનો [કહેવાય] છે, તેને પેલે પાર ઈસુ ગયા.


વળી અરાબા તથા યર્દન તથા તેની સીમા પણ, કિન્‍નેરેથથી તે અરાબાના સમુદ્ર, એટલે ખારા સમુદ્રની પૂર્વ બાજુએ પિસ્ગાના ઢોળાવ તળે આવેલી છે, ત્યાં સુધીનો [પ્રદેશ].


તથા યર્દન પાર પૂર્વ બાજુ આખો અરાબા, તે છેક પિસ્ગાના ઢોળાવની નીચે આવેલા અરાબાના સમુદ્ર સુધી.


અને ઉત્તરે પહાડી પ્રદેશમાં, તથા કિન્‍નેરોથની દક્ષિણે અરાબામાં, તથા નીચાણના પ્રદેશમાં અને પશ્ચિમે દોરના પર્વતોમાં જે રાજા હતા તેઓને,


તથા બેથ-પેઓર તથા પિસ્ગાન ઢોળાવ, તથા બેથ-યશીમોથ;


અને તેઓની દક્ષિણ તરફની સીમા ખારા સમુદ્રના છેડાથી, એટલે દક્ષિણ તરફની ખાડીથી [શરૂ થતી] હતી;


અને પૂર્વની સીમા ખારો સમુદ્ર હતો, એટલે યર્દનના છેડા સુધી. અને ઉત્તર ભાગની સીમા યર્દનના છેડા સુધી. અને ઉત્તર ભાગની સીમા યર્દનને છેડે સમુદ્રની જે ખાડી છે ત્યાંથી [શરૂ થતી] હતી;


ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી રહ્યું, અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદામનગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું. અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા.


Lean sinn:

Sanasan


Sanasan