Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 11:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 એમ યહોવાએ મૂસાને જે કંઈ કહ્યું હતું તે પ્રમાણે યહોશુઆએ તે દેશ કબજે કર્યો; અને યહોશુઆએ તે દેશ ઇઝરાયલને તેઓનાં કુળો પ્રમાણે હિસ્‍સો પાડીને વતન તરીકે વહેંચી આપ્યો. અને દેશ યુદ્ધથી પરવાર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા અનુસાર યહોશુઆએ આખો દેશ જીતી લીધો. યહોશુઆએ ઇઝરાયલીઓને એ દેશ તેમને પોતાના વતન તરીકે કુળવાર વહેંચી આપ્યો. પછી દેશમાં લડાઈ બંધ થઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 જેમ યહોવાહે મૂસાને જે કહ્યું હતું તે પ્રમાણે યહોશુઆએ આખો દેશ કબજે કર્યો. યહોશુઆએ ઇઝરાયલને તેઓનાં કુળો પ્રમાણે તે વારસામાં આપ્યો. પછી દેશમાં યુદ્ધને બદલે શાંતિ પ્રસરેલી રહી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 જેમ યહોવાએ મૂસાને જણાવ્યુ હતું તે મુજબ યહોશુઆએ સમગ્ર પ્રદેશ કબજે કરી લીધો. તે તેણે ઇસ્રાએલીઓને આપ્યો યહોશુઆએ બધા કુળસમૂહોને તેમનો ભાગ આપ્યો પછી દેશમાં શાંતિ પ્રસરી રહી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 11:23
20 Iomraidhean Croise  

એમ તે વંશજોએ અંદર પ્રવેશ કરીને તે દેશનો કબજો લીધો, તમે તેઓની સામે તે દેશના રહેવાસી કનાનીઓને પરાજિત કર્યા, અને તેઓ તેમની સાથે પોતાની મરજી પ્રમાણે વર્તે તે માટે તેઓને, તેઓના રાજાઓને તથા તે દેશના લોકોને તેઓના હાથમાં સોંપ્યા.


તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે; અને રથોને અગ્નિથી બાળી નાખે છે.


હું આકે તને જે આજ્ઞા આપું છું તે તું પાળ. જો, હું એમોરીઓને તથા કનાનીઓને તથા હિત્તીઓને તથા પરીઝીઓને તથા હિવ્વીઓને તથા યબૂસીઓને તારી આગળથી હાંકી કાઢું છું.


તે જમીન તો તેને ઇઝરાયલમાં વતન તરીકે મળે; અને મારા સરદારો મારા લોકો પર કદી જુલમ નહિ કરે. ઇઝરાયલ લોકોને તેઓના કુળો પ્રમાણે, જમીન આપવામાં આવશે.”


નૂનનો પુત્ર યહોશુઆ જે તારી હજૂરમાં ઊભો રહે છે તે તેમાં પ્રવેશ કરશે. તું તેને હિમ્મત આપ. કેમ કે ઇઝરાયલને તે તેનો વારસો અપાવશે.’


માટે જ્યારે યહોવા તારા ઈશ્વર જે દેશ તને તારો વારસો તથા વતન કરી લેવા આપે છે, તેમાં તારી આસપાસના તારા સર્વ શત્રુઓથી તે તને આરામ આપે, ત્યારે એમ થાય કે તું આકાશ નીચેથી અમાલેકનું નામ ભૂંસી નાખ. તું ભૂલીશ નહિ.


તે સર્વ રાજાઓ સાથે યહોશુઆએ ઘણા વખત સુધી લડાઈ કરી.


અને યહોશુઆએ તથા ઇઝરાયલ પ્રજાએ દેશના જે રાજાઓને માર્યા તે આ છે: [તેઓનો દેશ] યર્દન પાર, પશ્ચિમ તરફ, લબાનોનની ખીણમાંના બાલ-ગાદથી માંડીને સેઈર પાસે હાલાક પર્વત સુધી હતો; અને યહોશુઆએ તે ઇઝરાયલનાં કુળોને તેઓના હિસ્સા પ્રમાણે વતનમાં આપ્યો.


અને યહોશુઆએ તેઓને માટે શીલોમાં યહોવાની આગળ ચિઠ્ઠીઓ નાખી; અને ત્યાં યહોશુઆએ ઇઝરાયલીઓને, તેઓના હિસ્‍સા પ્રમાણે, દેશ વહેંચી આપ્યો.


અને હવે તમારા ઈશ્વર યહોવાએ તમારા ભાઈઓને કહ્યું હતું તેમ, હમણાં તેણે તેઓને વિશ્રાંતિ આપી છે. એ માટે તે પાછા વળીને તમારા તંબુઓમાં તથા તમારા વતનની ભૂમિ, જે યહોવાના સેવક મૂસાએ તમને યર્દનની પેલે પાર આપી, તેમાં જાઓ.


યહોવાએ ઇઝરાયલીઓને તેઓની ચારે તરફના સર્વ શત્રુઓથી વિશ્રાંતિ આપ્યા પછી ઘણે દિવસે. એટલે યહોશુઆ ઘણો વૃદ્ધ તથા વયધર થયો હતો,


Lean sinn:

Sanasan


Sanasan