Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 11:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને તે વખતે યહોશુઆએ જઈને પહાડી પ્રદેશમાંના, હેબ્રોનમાંના, દબીરમાંના, અનાબમાંના, ને યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાંના, ને ઇઝરાયલના આખા પહાડી પ્રદેશમાંના અનાકીઓનો સંહાર કર્યો. યહોશુઆએ તેઓનો તથા તેઓનાં નગરોનો પૂરો નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 યહોશુઆએ એ જ સમય દરમ્યાન હેબ્રોન, દબીર અને અનાબના પહાડી- પ્રદેશમાં તેમ જ યહૂદિયાના પહાડીપ્રદેશમાં વસતા અનાકીમ વંશના કદાવર લોકોનો અને તેમનાં નગરોનો નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 અને તે વખતે યહોશુઆએ જઈને પહાડી પ્રદેશમાંના, હેબ્રોનમાંના, દબીરમાંના, અનાબમાંના, યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાંના અને ઇઝરાયલના આખા પહાડી પ્રદેશમાંના અનાકીઓનો સંહાર કર્યો. યહોશુઆએ તેઓનો તથા તેઓના નગરોનો સંપૂર્ણ સંહાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 ત્યારબાદ યહોશુઆએ પર્વતીય દેશ, હેબ્રોન, દબીર, અનાબ, યહૂદિયાના પર્વતીય પ્રદેશ અને ઇસ્રાએલના સમગ્ર પર્વતીય પ્રદેશમાં રહેનારા અનાકીઓનો નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 11:21
18 Iomraidhean Croise  

ડુંગરો પરની તથા પર્વતો પરની ધામધૂમથી [જે તારણની આશા રાખીએ છીએ] તે ખરેખર વ્યર્થ જ છે; ખરેખર અમારા ઈશ્વર યહોવામાં જ ઇઝરાયલનું તારણ છે.


યહોવા કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે અભિમાન ન કરે, તેમ જ બળવાન પોતાના બળ વિષે અભિમાન ન કરે. વળી ધનવાન પોતાના ધન વિષે અભિમાન ન કરે.


તોપણ અમોરીઓ જેઓની ઊંચાઈ એરેજવૃક્ષોની ઊંચાઈ જેટલી હતી, ને જે ઓકવૃક્ષના જેવા મજબૂત હતા, તેઓનો મેં તેઓની આગળથી નાશ કર્યો, હા, મેં ઉપરથી તેનાં ફળનો, ને નીચેથી તેનાં મૂળોનો નાશ કર્યો.


અને ત્યાં રાક્ષસોથી જન્મેલા રાક્ષસોને, એટલે અનાકના પુત્રોને, અમે જોયાં અને અમે પોતાની દષ્ટિમાં પણ અમે એવા જ હતા.”


અમે આગળ ક્યાં જઈએ? તે લોકો આપણા કરતાં કદાવર તથા ઊંચા છે; તે નગરો મોટાં છે, ને તેમના કોટ આકાશ જેટલા ઊંચા છે, અને વળી ત્યાં અનાકપુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે, એમ કહીને અમારા ભાઈઓએ અમારાં ગાત્ર શિથિલ કરી નાખ્યા છે.


તે લોક અનાકીઓની જેમ બળવાન તથા કદાવર હતા, ને તેઓની સંખ્યા ઘણી હતી; પણ યહોવાએ એમની આગળથી તેમનો વિનાશ કર્યો. અને તેઓ તેમના વતનમાં દાખલ થઈને તેમની જગ્યાએ વસ્યા.


તે લોક કદાવર તથા બળવાન છે, તે અનાકીઓનાં ફરજંદ છે કે, જેઓને તું સારી રીતે ઓળખે છે, ને તેઓ વિષેની અફવા પણ તેં સાંભળી છે કે, અનાકપુત્રોની સામે કોણ ટકી શકે?


અને એ સર્વ રાજાઓને ને તેઓના દેશને યહોશુઆએ એક જ વખતે કબજે કર્યા, કેમ કે ઇઝરાયલનાં ઈશ્વરનાં યહોવા ઇઝરાયલ માટે લડતાં હતાં.


મેં જોયું, તો જુઓ, એક સફેદ ઘોડો હતો, ને તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું, અને તેને મુગટ આપવામાં આવ્યો, અને તે જીતતો તથા જીતવા માટે નીકળ્યો.


અને મૂસાના કહેવા પ્રમાણે તેઓએ કાલેબને હેબ્રોન આપ્યું; અને તેણે અનાકના પુત્રોને ત્યાંથી હાંકી કાઢ્યા.


Lean sinn:

Sanasan


Sanasan