Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 10:40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 એમ યહોશુઆએ આખા દેશને, એટલે પહાડી પ્રદેશને, તથા નેગેબને, તથા નીચાણના પ્રદેશને, તથા ઢોળાવને, તથા તેઓના સર્વ રાજાઓને માર્યા. તેણે કોઈને જીવતું રહેવા દીધું નહિ. પણ જેમ ઇઝરાયલના ઇશ્વર યહોવાએ આજ્ઞા આપી હતી, તેમ તેણે સર્વ શ્વાસોચ્છવાસ કરનારનો પૂરો નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

40 આમ, યહોશુઆએ આખો દેશ જીતી લીધો. તેણે પહાડીપ્રદેશના, પૂર્વના ઢોળાવના પ્રદેશના, પશ્ર્વિમના તળેટીના પ્રદેશના અને દક્ષિણના સૂકા પ્રદેશના રાજાઓનો પરાજય કર્યો. ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ આપેલી આજ્ઞા અનુસાર તેણે કોઈને જીવતું રહેવા દીધું નહિ; બલ્કે પ્રાણીમાત્રનો સંહાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 એમ યહોશુઆએ, આખા દેશને જીતી લીધો. પર્વતીય પ્રદેશ, નેગેબ, નીચાણવાળો પ્રદેશ અને તળેટીઓમાંના સર્વ રાજાઓમાંથી કોઈને પણ જીવતા રહેવા દીધા નહિ. પણ જેમ ઇઝરાયલના પ્રભુ, યહોવાહે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે દરેક સજીવોનો સંપૂર્ણ નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 આ રીતે યહોશુઆએ સંપૂર્ણ ભૂમિ હરાવી: પહાડી દેશ, નેગેબ, પશ્ચિમની તળેટીઓ, ઢોળાવો અને તેમના બધા રાજાઓ. તેણે કોઈને જીવતા જવા દીધાં નહિં. ઇસ્રાએલના દેવ યહોવાની આજ્ઞા પ્રમાંણે તેમણે એકએક પ્રાણીનો નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 10:40
26 Iomraidhean Croise  

તે રાજા થયો કે તરત એમ થયું કે તેણે યરોબામના ઘરનાં સર્વને મારી નાખ્યાં.યહોવા પોતાના સેવક શીલોની અહિયા મારફતે જે વચન બોલ્યા હતા, તે પ્રમાણે તેણે યરોબામ [ના કુટુંબ] નો પૂરેપૂરો નાશ કર્યો. તેના એક પણ જણને તેણે જીવતો રહેવા દીધો નહિ.


એમ તે વંશજોએ અંદર પ્રવેશ કરીને તે દેશનો કબજો લીધો, તમે તેઓની સામે તે દેશના રહેવાસી કનાનીઓને પરાજિત કર્યા, અને તેઓ તેમની સાથે પોતાની મરજી પ્રમાણે વર્તે તે માટે તેઓને, તેઓના રાજાઓને તથા તે દેશના લોકોને તેઓના હાથમાં સોંપ્યા.


દુષ્ટો, એટલે ઈશ્વરને ભૂલનાર સર્વ લોકો શેઓલમાં જશે.


જોજે, જે દેશમાં તું જાય છે તેના રહેવાસીઓ સાથે તું કરાર ન કરતો રખેને તારી મધ્યે તે ફાંદાંરૂપ થઈ પડે.


અને મૂસાએ તેઓને કનાન દેશની જાસૂસી કરવાને મોકલ્યા, ને તેઓને કહ્યું, “તમે નેગેબ (દક્ષિણ) થઈને જાઓ. ને પર્વતો પર ચઢીને,


તો તમે પાછા ફરો, ને કૂચ કરીને અમોરીઓના પહાડી પ્રદેશમાં, તથા તેની નજીકની સર્વ [જગાઓ] માં એટલે અરાબામાં, પહાડી પ્રદેશમાં, ને નીચલા પ્રદેશમાં, તથા નેગેબમાં, તથા સમુદ્રકાંઠે, કનાનીઓના દેશમાં તથા લબાનોનમાં એટલે મોટી નદી ફ્રાત નદી સુધી જાઓ.


અને તે સમયે આપણે તેનાં સર્વ નગરો લઈ લીધાં, ને વસતીવાળાં સર્વ નગરોનો તેમની સ્‍ત્રીઓ તથા બાળકો સહિત પૂરો નાશ કર્યો. આપણે કોઈને પણ જીવતું રહેવા દીધું નહિ.


અને તે તેઓના રાજાઓને તારા હાથમાં સોંપી દેશે, ને તું તેઓનું નામ આકાશ નીચેથી નાશ કરશે; ને તું તેઓનો વિનાશ કરી રહેશે નહિ ત્યાં સુધી કોઈ માણસ તારી આગળ ટકી શકશે નહિ.


અને તે જ દિવસે તેઓએ તે કબજે કર્યું, ને તેને તરવારથી માર્યું, ને તેણે લાખીશને કર્યું હતું તે પ્રમાણે તેમાંનાં સર્વ પ્રાણીઓનો તે જ દિવસે તેણે નાશ કર્યો.


અને તેઓએ તે કબજે કર્યું, ને તેને તથા તેમાંનાં સર્વ પ્રાણીઓને તરવારથી માર્યા. જેમ તેણે એગ્લોનને કર્યું હતું તે પ્રમાણે તેણે કોઈને જીવતું રહેવા દીધું નહિ; પણ તેણે તેનો તથા તેમાંનાં સર્વ પ્રાણીઓનો પૂરો નાશ કર્યો.


અને તેણે તેને ને તેના રાજાને ને તેનાં સર્વ નગરોને કબજે કર્યા. અને તેઓએ તેઓને તરવારથી માર્યા, ને તેમાંનાં સર્વ પ્રાણીઓનો પૂરો નાશ કર્યો. તેણે કોઈને જીવતું રહેવા દીધું નહિ, જેમ હેબ્રોનને તેણે કર્યું હતું, વળી જેમ તેણે લિબ્નાને ને તેના રાજાને કર્યું હતું, તેમ તેણે દબીરને ને તેના રાજાને કર્યું.


એ પ્રમાણે યહોશુઆએ તે આખો દેશ કબજે કર્યો, એટલે પહાડી પ્રદેશ, ને આખો નેગેબ, ને આખો ગોશેન દેશ, ને નીચાણનો પ્રદેશ, ને અરાબા, ને ઇઝરાયલનો પહાડી પ્રદેશ, ને તેના જ તાબાનો નીચાણનો પ્રદેશ.


એટલે પહાડી પ્રદેશમાં, ને નીચાણના પ્રદેશમાં, અરાબામાં, ને ઢોળાવના પ્રદેશમાં, ને અરણ્યમાં, ને નેગેબમાં; હિત્તીઓ, અમોરીઓ, ને કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ, ને યબૂસીઓ:


હવે બિન્યામીનપુત્રોના કુળનાં નગરો તેઓનાં કુટુંબો પ્રમાણે આ હતાં:એટલે યરીખો તથા બેથ-હોગ્લા તથા એમેક-કસીસ;


અને નગર તથા તેમાંનું સર્વ યહોવાને સમર્પિત થશે. કેવળ રાહાબ વેશ્યા અને તેની સાથે ઘરમાં જે હોય તે સર્વ જીવતાં રહે, કારણ કે જે જાસૂસોને આપણે મોકલ્યા હતા તેઓને તેણે સંતાડી રાખ્યા હતા તેઓને તેણે સંતાડી રાખ્યા હતા.


અને યરીખોને ને તેના રાજાને તેં જેમ કર્યું, તેમ આયને ને તેના રાજાને તેં જેમ કર્યું, તેમ આયને ને તેના રાજાને તું કરજે. પણ તેનો માલ ને તેનાં ઢોર તમે તમારે માટે લૂટી લેજો. નગરની પાછળ માણસોને સંતાડી રાખજે.”


ફક્ત જે આ યહોવાએ યહોશુઆને ફરમાવી હતી, તે પ્રમાણે નગરનાં ઢોરઢાંક ને માલમિલકત ઇઝરાયલે પોતાને માટે લૂટી લીધાં.


અને તેઓએ યહોશુઆને ઉત્તર અપ્યો, “તમારે લીધે અમારા જીવને માટે અમને ઘણો ભય હતો તેથી અમે આ કામ કર્યું છે; કેમ કે આખો દેશ તમને આપવાની તથા તમારી આગળથી દેશના સર્વ રહેવાસીઓનો નાશ કરવાની જે આ તારા ઈશ્વર યહોવાએ તેમના સેવક મૂસાને આપી હતી, તે ખચીત તારા દાસોના સાંભળવામાં આવી છે.


Lean sinn:

Sanasan


Sanasan