Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 10:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 માટે યરુશાલેમના રાજા અદોની-સેદેકે હેબ્રોનના રાજા હોહામને, તથા યાર્મૂથના રાજા પિરામને, તથા લાખીશના રાજા યાફીઆને, તથા એગ્લોનના રાજા દબીરને આવો સંદેશો મોકલ્યો:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેથી અદોનીસેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરઆમને, લાખીશના રાજા યાફિયાને તથા એગ્લોનના રાજા દબીરને આવો સંદેશો મોકલ્યો:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેથી યરુશાલેમના રાજા અદોની-સેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરામને, લાખીશના રાજા યાફીઆને અને એગ્લોનના રાજા દબીરને એવો સંદેશો મોકલ્યો કે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેથી યરૂશાલેમના રાજા અદોનીસેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરઆમને, લાખીશના રાજા યાફીઆને અને એગ્લોનના રાજા દબીરને સંદેશો મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 10:3
19 Iomraidhean Croise  

અને સારા કનાન દેશના કિર્યાથ-અર્બા (એટલે હેબ્રોન)માં મરી ગઈ; અને ઇબ્રાહિમ સારાને માટે શોક કરવાને તથા તેને માટે રડવાને આવ્યો.


અને યાકૂબે તેને કહ્યું, “જાલ; ને તારા ભાઈઓ તથા ટોળાં સારાં છે કે નહિ તે જો. અને મારી પાસે ખબર લઈ આવ.” અને તેણે તેને હેબ્રોનના મેદાનમાંથી મોકલી દીધો, ને તે શખેમ આવ્યો.


યહૂદાનું કુળ પર હેબ્રોનમાં દાઉદ રાજા તરીકે રહ્યો તે સમય સાત વર્ષ ને છ માસ સુધીનો હતો.


અને યહૂદિયાના રાજા હિઝકિયાએ લાખીશમાં આશૂરના રાજા પાસે માણસો મોકલીને કહાવ્યું “મેં અપરાધ કર્યો છે. તમે મારી પાસેથી પાછા જાવ; તો તમે જે [શરતો] મારી આગળ મૂકશો તે હું કબૂલ રાખીશ.” અને આશૂરના રાજાએ યહૂદિયાના રાજા હિઝકિયાને માથે ત્રણસો તાલંત રૂપાની તથા ત્રીસ તાલંત સોનાની ખંડણી કરાવી.


અને આશૂરના રાજાએ લાખીશથી તાર્તાન, રાબસારીસ તથા રાબશાકેહને મોટા સૈન્ય સાથે હિઝકિયા રાજા પાસે યરુશાલેમ મોકલ્યા. તેઓ નીકળીને યરુશાલેમ આવ્યા. ત્યાં પહોચ્યા પછી તેઓએ ધોબીના ખેતરની સડક પર જે ઉપરનું તળાવ છે તેના ગરનાળા પાસે મુકામ કર્યો.


અદોરાઈમ, લાખીશ અઝેકા,


તે સમયે બાબિલના રાજાનુમ સૈન્ય યરુશાલેમની સામે તથા યહૂદિયામાં બાકી રહેલાં લાખીશ તથા અઝેકા નગરોની સામે લડતું હતું; કેમ કે યહૂદિયાનાં નગરોમાંના બાકી રહેલાં કિલ્લાબંધ નગરો બે જ હતાં.


હે લાખીશના રહેવાસી, તું રથે જલદ ઘોડા જોડ. સિયોનની દીકરીના પાપનો આરંભ [કરનાર] તે હતી; કેમ કે ઇઝરાયલના અપરાધો તારામાં માલૂમ પડ્યા.


અને તેઓ નેગેબ થઈને ગયા ને હેબ્રોન પાસે પહોંચ્યા. ત્યાં અનાકપુત્રો અહીમાન, શેશાઈ તથા તાલ્માઈ હતા (હેબ્રોન તો મિસરમાંના સોઆનથી સાત વર્ષ અગાઉ બાંધેલું હતું.)


હવે એમ થયું કે, યરુશાલેમના રાજા અદોની-સેદેકે સાંભળ્યું કે, યહોશુઆએ આય કબજે કરીને તેનો નાશ કર્યો છે; અને જેમ તેણે યરીખોને ને તેના રાજાને કર્યું હતું, તેમ આયને ને તેના રાજાને પણ કર્યું છે; અને ગિબ્યોનના રહેવાસીઓ ઇઝરાયલની સાથે સલાહ કરીને તેઓની ભેગા રહે છે;


અને તેઓએ તેમ કર્યું. અને યરુશાલેમના રાજાને, હેબ્રોનના રાજાને, એગ્લોનના રાજાને, એ પાંચ રાજાઓને તેઓ ગુફામાંથી કાઢીને તેની પાસે લાવ્યા.


અને યહોશુઆ ને તેની સાથે સર્વ ઇઝરાયલીઓ લાખીશથી એગ્લોન ગયા; અને તેઓએ તેની સામે છાવણી કરીને તેની સાથે લડાઈ કરી.


માટે યરુશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા, યાર્મૂથનો રાજા, લાખીશનો રાજા ને એગ્લોનનો રાજા એ અમોરીઓના પાંચ રાજાએ સંપ કર્યો, ને પોતાનાં સર્વ સૈન્ય લઈને તેઓએ ચઢાઈ કરી, ને ગિબ્યોનની સામે છાવણી કરીને તેની સાથે લડાઈ કરી.


હવે પહેલાં હેબ્રોનનું નામ કિર્યાથ-આર્બા હતું. તે [આર્બા તો] અનાકીઓમાં સૌથી મોટો પુરુષ હતો. અને દેશ યુદ્ધથી પરવાર્યો.


તથા હુમ્ટા તથા કિર્યાથ-આર્બા (એટલે હેબ્રોન) તથા સીઓર; નવ નગરો તેઓનાં ગામો સહિત.


અને યરુશાલેમના રહેવાસી યબૂસીઓને તો યહૂદાપુત્રો હાંકી કાઢી ન શક્યા; પણ યબૂસીઓ યહૂદાપુત્રોની સાથે યરુશાલેમમાં આજ સુધી રહ્યા છે.


તથા સેલા, એલેફ તથા યબૂસી (એટલે યરુશાલેમ), ગિબ્યાથ, કિર્યાથ; ચૌદ નગરો તેઓનાં ગામો સહિત. બિન્યામીનપુત્રોનાં કુટુંબો પ્રમાણે તેઓનું વતન એ છે.


Lean sinn:

Sanasan


Sanasan