યહોશુઆ 10:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને લોકોએ તેઓના શત્રુ ઉપર વેર વાળ્યું ત્યાં સુધી સૂર્ય સ્થિર રહ્યો, ને ચંદ્ર થંભી રહ્યો. એ યાશારના પુસ્તકમાં લખેલું નથી શું? અને આકાશની મધ્યે સૂર્ય થંભી રહ્યો, અને આશરે એક આખા દિવસ સુધી તેણે આથમવાની ઉતાવળ ન કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 ઇઝરાયલી લોકોએ પોતાના શત્રુઓને પરાજિત કર્યા ત્યાં સુધી સૂર્ય ગિબ્યોન પર સ્થિર રહ્યો; અને ચંદ્ર પોતાના સ્થાનમાંથી ખસ્યો નહિ. યાશારના પુસ્તકમાં આ વિષે લખેલું છે. સૂર્ય આકાશની મધ્યમાં સ્થિર રહ્યો અને એક આખા દિવસ સુધી આથમ્યો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 લોકોએ પોતાના દુશ્મનો ઉપર વેર વાળ્યું ત્યાં સુધી સૂર્ય સ્થિર રહ્યો અને ચંદ્ર થંભી ગયો. આ બધું ‘યાશારના’ પુસ્તકમાં લખેલું નથી શું?’ અને આકાશની વચ્ચે સૂર્ય થંભી રહ્યો અને લગભગ એક આખા દિવસ માટે તે આથમ્યો નહિ.’ Faic an caibideilપવિત્ર બાઈબલ13 તેથી જ્યાં સુધી આ લોકોએ શત્રુઓ પર વિજય મેળવ્યો સૂર્ય હલ્યો નહિ અને ચંદ્ર થોભી ગયો. આ ઘટનાનું વિશદ વિસ્તૃત વર્ણન યાશારના ગ્રંથમાં લખેલું છે, તેમ સૂર્ય આકાશની વચ્ચોવચ થંભી ગયો અને લગભગ એક દિવસ સુધી તેણે આથમી જવામાં વિલંબ કર્યો. Faic an caibideil |