Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 10:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને ઇઝરાયલની આગળ યહોવાએ તેઓને હરાવ્યા, ને ગિબ્યોન આગળ તેઓને મારીને તેણે તેઓનો મોટો સંહાર કર્યો, ને બેથ-હોરોન ઘાટને માર્ગે તેઓની પાછળ પડીને અઝેકા સુધી ને માક્કેદા સુધી તે તેઓને મારતો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 અમોરીઓએ ઇઝરાયલી સૈન્યને જોયું કે પ્રભુએ તરત જ અમોરીઓમાં આતંક ફેલાવી દીધો. ઇઝરાયલીઓએ ગિબ્યોન આગળ તેમનો મોટો સંહાર કર્યો, અને બેથ-હોરોનના ઘાટ તરફ તેમનો પીછો કર્યો અને દક્ષિણે છેક અઝેકા અને માક્કેદા સુધી તેમના પર હુમલો જારી રાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને યહોવાહે ઇઝરાયલની આગળ તેના વૈરીઓને વિખેરી નાખ્યા. તેમણે ગિબ્યોનમાં તેઓનો સંહાર કર્યો, બેથ-હોરોનના ઘાટના માર્ગે તેઓની પાછળ પડીને તેઓએ અઝેકા અને માક્કેદાના માર્ગ સુધી તેઓને મારતા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 યહોવાએ ગિબયોનના લશ્કરોને ખૂબ મૂંઝવી નાખ્યાં, તેથી ઇસ્રાએલે તેમને હરાવી દીધા. તેઓએ તેમનો પીછો બેથ-હોરોનના રસ્તા પર કર્યો અને તેમને બધાને અઝેકાહ અને માંક્કેદાહ સુધી માંરી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 10:10
29 Iomraidhean Croise  

બાણો મારીને તેમણે તેઓને વિખેરી નાખ્યા; વીજળી [મોકલીને] તેઓને થથરાવી નાખ્યા.


સુલેમાને દેશમાં ગેઝેર, નીચલું બેથ-હોરોન,


એથી આસાને તથા યહૂદાને હાથે યહોવાએ કૂશીઓને હાર આપી. અને કૂશીઓ નાઠા.


પણ તે દરમ્યાન સૈન્યના જે માણસોને અમાસ્યાએ પોતાની સાથે યુદ્ધમાં આવવા દીધા નહોતા તેઓએ સમરુનથી બેથ-હોરોન સુધી યહૂદિયાના નગરો પર તૂટી પડીને તેઓમાંના ત્રણ હજાર માણસોને મારી નાખ્યા, ને ઘણી લૂટ ચલાવી


તેમણે બાણો મારીને તેઓને વિખેરી નાખ્યા; વળી તેમણે વીજળીઓ મોકલીને તેમને થથરાવી નાખ્યા.


કેમ કે તેઓએ પોતાની તરવાર વડે દેશને કબજે કર્યો નહોતો, વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; પણ તમારા જમણા હાથે, તમારા ભુજે તથા તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.


સર્વસમર્થે ત્યાં રાજાઓને વિખેરી નાખ્યા, ત્યારે સાલ્મોનમાં હિમ પડ્યા [જેવું થયું].


વળી તેમણે તેઓની સામેથી વિદેશીઓને કાઢી મૂક્યા, અને [જમીન] માપીને ઇઝરાયલનાં કુળોને વારસાના ભાગ પાડી આપ્યા, અને તેમને તેઓના તંબુઓમાં વસાવ્યા.


કેમ કે જેમ પરાસીમ પર્વત પર થયું, ને જેમ ગિબ્યોનની ખીણમાં થયું તેમ યહોવા ઊઠશે, ને કોપાયમાન થશે; જેથી તે પોતાનું કામ, પોતાનું વિચિત્ર કામ કરે, અને પોતાનું કૃત્ય, પોતાનું અદભુત કૃત્ય સાધે.


યહોવા પોતાની વિજયી ગર્જના સંભળાવશે, ને ઉગ્ર કોપથી, બળતા અગ્નિની જ્વાળાથી, આંધીથી, મુશળધાર વરસાદથી તથા કરાથી તે પોતાના ભુજનું ઊતરી પડવું દેખાડશે.


તે સમયે બાબિલના રાજાનુમ સૈન્ય યરુશાલેમની સામે તથા યહૂદિયામાં બાકી રહેલાં લાખીશ તથા અઝેકા નગરોની સામે લડતું હતું; કેમ કે યહૂદિયાનાં નગરોમાંના બાકી રહેલાં કિલ્લાબંધ નગરો બે જ હતાં.


ત્યાર પછી યહોવા, જેમ પોતે યુદ્ધને દિવસે લડયા હતા તેમ, તે પ્રજાઓની સામે જઈને લડશે.


પણ યહોવા તારા ઈશ્વર તેઓને તારે સ્વાધીન કરીને મોટા પરાજ્યથી તેઓનો પરાજય કરશે, એટલે સુધી કે તેઓનો પૂરો નાશ થઈ જાય.


અને તેઓ ઇઝરાયલની આગળથી નાસતાં નાસતાં બેથ-હોરોનના ઢોળાવ આગળ આવ્યા, ત્યારે એમ થયું કે, અઝેકા સુધી યહોવાએ તેઓ ઉપર આકાશમાંથી મોટા મોટા કરા વરસાવ્યા, ને તેઓ મરણ પામ્યા. જેઓને ઇઝરાયલી લોકોએ તરવારથી માર્યા હતા, તેમના કરતાં જેઓ કરાથી માર્યા ગયા તેઓ વધારે હતા.


અને તે દિવસે યહોશુઆએ માક્કેદા કબજે કર્યું, ને તેને તથા તેના રાજાને તરવારથી માર્યા. તેણે તેઓનો તથા તેમાંનાં સર્વ પ્રાણીઓનો પૂરો નાશ કર્યો, તેણે એકેને જીવતું રહેવા દીધું નહિ. અને જેમ તેણે યરીખોના રાજાને કર્યું હતું, તેમ તેણે માક્કેદાના રાજાને કર્યું.


માટે યહોશુઆએ ગિલ્ગાલથી આખી રાત ચાલીને તેઓ પર ઓચિંતો હલ્‍લો કર્યો.


અને યહોવાએ તેઓને ઇઝરાયલના હાથમાં સોંપ્યા ને તેઓએ તેઓને માર્યા. ને મોટા સિદોન સુધી ને મિસ્રેફોથ-માઈમ સુધી, ને પૂર્વગમ મિસ્પાની ખીણ સુધી તેઓને નસાડ્યા; અને તેઓએ તેઓને એટલે સુધી માર્યા કે તેઓમાંના એકેને તેઓએ જીવતો રહેવા દીધો નહિ.


એક માક્‍કેદાનો રાજા; એક બેથેલનો રાજા;


યાર્મૂથ તથા અદુલ્‍લામ, સોખો તથા અઝેકા;


તથા ગદેરોથ, બેથ-દાગોન તથા નામા તથા માક્કેદા; સોળ નગરો તેઓનાં ગામો સહિત.


અને પશ્ચિમ તરફ યાફલેટીઓની સીમા સુધી, નીચલા બેથ-હોરોણી સીમઅ સુધી, નીચલા બેથ-હોરોણી સીમા છેક ગેઝેર સુધી ઊતરી; અને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો.


અને એફ્રાઈમપુત્રોની સીમા તેઓનાં કુટુંબો પ્રમાણે [આ પ્રમાણે] હતી:એટલે પૂર્વ તરફ તેઓના ભાગની સીમા અટારોથ આદ્દાર, ઉપરના બેથ-હોરોન સુધી હતી.


અને કિબ્સાઈમ ને તેનાં ગૌચર, તથા બેથ-હોરોન ને તેનાં ગૌચર:એ ચાર નગરો તેઓને આપ્યાં.


અને યહોવાએ સીસરાનો, તથા તેના સર્વ રથોનો, તથા તેના સર્વ સૈન્યનો બારાકની આગળ તરવારથી પરાભવ કર્યો. અને સીસરા તેના રથમાંથી ઊતરીને પગપાળો નાસી ગયો.


પણ વિદેશીઓના હરોશેથ સુધી, બારાક તે રથોની તથા સૈન્યની પાછળ પડ્યો; અને સીસરાનું આખું સૈન્ય તરવારથી પડ્યું; એક પણ માણસ બચ્યું નહિ.


આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું તેઓએ પોતપોતાની કક્ષાઓમાં સીસરાની સામે યુદ્ધ કર્યું.


બીજી ટોળી બેથ-હોરોન તરફ વળી, અને ત્રીજી ટોળી, સબોઈમના નીચાણની સામે અરણ્ય તરફ જે સીમા છે, તે તરફ વળી.


પછી પલિસ્તીઓએ પોતાનાં સૈન્યોને યુદ્ધ કરવા એકઠાં કર્યાં. તેઓ યહૂદિયાના સોખોમાં એકત્ર થયાં, ને સોખો તથા અઝેકાની વચ્ચે એફેસ-દામ્‍મીમમાં છાવણી નાખી.


Lean sinn:

Sanasan


Sanasan