Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 1:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 એ નિયમશાસ્‍ત્ર તારા મોંમાંથી જાય નહિ. પણ દિવસે તથા રાત્રે તનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજઈથી પાળે; કારણકે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે, અને ત્યારે જ તું ફતેહ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 એ નિયમશાસ્ત્ર તારા મુખમાંથી જવું જોઈએ નહિ. તું દિવસરાત તેનું અયયન કર અને તેમાં લખેલું બધું કાળજીપૂર્વક પાળ એટલે તું સમૃદ્ધ અને સફળ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 આ નિયમશાસ્ત્ર તારા મુખમાં રાખ. તું રાતદિવસ તેનું મનન કર કે જેથી તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળી શકે. કારણ કે તો જ તું સમૃદ્ધ અને સફળ થઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 એ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ પણ રાતદિવસ તારે એનું મનન કરવાનું છે જેથી એમાં જે લખેલું છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરી શકે: કારણકે તો જ તું સફળ થશે અને સમૃદ્ધિ પામશે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 1:8
40 Iomraidhean Croise  

અને ઇસહાક સાંજે મનન કરવા માટે ખેતરમાં ગયો; અને તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ ઊંટો આવતાં હતાં.


ઝખાર્યા, જેણે તેને ધર્મનું શિક્ષણ આપ્યું હતું, તેની હયાતીમાં તે ઈશ્વરની ઉપાસના કરતો હતો, અને જ્યાં સુધી તેણે યહોવાની ઉપાસના કરી ત્યાં સુધી ઈશ્વરે તેને અબાદાની બક્ષી.


હું તમારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તમારું વચન મારા હ્રદયમાં રાખી મૂક્યું છે.


હું તમારાં શાસનોનું મનન કરીશ; અને તમારા માર્ગોને માનપૂર્વક જોઈશ.


હું તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરું છું.


મારા સર્વ શિક્ષકો કરતાં હું વધુ સમજું છું; કેમ કે હું તમારાં સાક્ષ્યોનું ધ્યાન ધરું છું.


હે યહોવા, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હ્રદયના વિચારો તમારી આગળ માન્ય થાઓ.


મેં મારા હ્રદયમાં તમારું ન્યાયીપણું સંતાડી મૂક્યું નથી. મેં તમારું વિશ્વાસુપણું તથા તારણ પ્રગટ કર્યાં છે; તમારી કૃપા તથા સત્યતા મેં મહામંડળીથી છુપાવી રાખી નથી.


મારા દીકરા, મારું શિક્ષણ ભૂલી ન જા; તારા હ્રદયે મારી આજ્ઞાઓને સંઘરી રાખવી;


વળી યહોવા કહે છે, “તેમની સાથે મારો કરાર તો આ છે: મારો આત્મા જે તારા પર છે, ને મારાં વચનો જે મેં તારા મુખમાં મૂકયાં છે તે તારા મુખમાંથી, તારા સંતાનના મુખમાંથી, તથા તારા સંતાનના સંતાનના મુખમાંથી હમણાંથી તે સર્વકાળ માટે જતાં રહેનાર નથી, ” એમ યહોવા કહે છે.


સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ને નઠારું માણસ નઠારા ભંડારમાંથી નઠારું કાઢે છે.


મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે [તેઓ જ પેસશે].


‘એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે, ને પાળે છે, તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.


પણ તેમણે કહ્યું, “તે કરતાં જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે!”


જો તમે એ વાતો જાણીને તેઓને પાળો, તો તમને ધન્ય છે.


જેની પાસે મારી આજ્ઞાઓ છે, અને જે તેઓને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે, તેના પર મારા પિતા પ્રેમ રાખશે, અને હું તેના પર પ્રેમ રાખીશ, અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ.”


તમાર મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્‍નતિને માટે આવશ્યક હોય તે જ નીકળે કે, તેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય.


અને આપણે તેઓનો દેશ લઈ લઈને રુબેનીઓને તથા ગાદીઓને તથા મનાશ્શાના અર્ધાકુળને વતન તરીકે આપ્યો.


તેથી તમે જે કરો છો તે સર્વમાં તમે સફળ થાઓ, માટે આ કરારના શબ્દો પાળો ને અમલમાં મૂકો.


પણ તે વચન તો તારી પાસે જ, એટલે તારા મુખમાં તથા તારા હ્રદયમાં છે કે, જેથી તું તે પાળે.


જ્યારે સર્વ ઇઝરાયલ યહોવા તારા ઈશ્વરની આગળ, જે સ્થળ તે પસંદ કરે ત્યાં હાજર થાય, ત્યારે સર્વ ઇઝરાયલની આગળ તેઓના સાંભળતાં તું આ નિયમ વાંચજે.


અને જ્યારે મૂસા આ નિયમનાં વચનો અથથી ઇતિ સુધી પુસ્તકમાં લખી રહ્યો, ત્યારે એમ થયું કે,


અને મૂસાએ સર્વ ઇઝરાયલને બોલાવીને તેઓને કહ્યું, “હે ઇઝરાયલ, જે વિધિઓ તથા કાનૂનો હું આજે તમારા સાંભળતાં કહી સંભળાવું છું તે સાંભળો કે તમે તે શીખો તથા તે પાળીને તેમનો અમલ કરો.


અરે, જો આ લોકોનું હ્રદય એવું હોય કે તેઓ મારો ડર રાખે ને મારા સર્વ હુકમ સદા પાળે તો કેવું સારું! કેમ કે ત્યારે તો તેમનું તથા તેમના વંશજોનું સદા ભલું થાય!


માટે યહોવા તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે તમારે કાળજી રાખીને વર્તવું. તમારે ડાબે કે જમણે હાથે વળવું નહિ.


ખ્રિસ્તની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે; ગીતો, ‍સ્તોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો, અને કૃપાસહિત તમારાં હ્રદયોમાં પ્રભુની આગળ ગાઓ.


પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન તથા બહુ હિમ્મતવાન થા. તેમાંથી જમણી કે ડાબી તરફ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે.


અને ત્યાર પછી નિયમશાસ્‍ત્રનાં સર્વ વચનો, એટલે આશીર્વાદ અને શાપ, નિયમશાસ્‍ત્રના પુસ્તકમાં લખેલાં છે તે પ્રમાણે તેણે સર્વ વાંચી સંભળાવ્યાં.


જીવનના ઝાડ પર તેઓને હક મળે, અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે, એ માટે જેઓ પોતાનાં વસ્‍ત્ર ધુએ છે તેઓને ધન્ય છે.


Lean sinn:

Sanasan


Sanasan