યહોશુઆ 1:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 યહોવાએ જેમ તમને વિસામો [આપ્યો] દેશ તમારા ઈશ્વર યહોવા તેઓને આપે છે તેનું વતન તેઓ પણ પ્રાપ્ત કરે ત્યાં સુધી [તમારે તેઓને સહાય કરવી]. ત્યાર પછી તમે તમારા વતનના દેશમાં પાછા જાઓ, ને યહોવાના સેવક મૂસાએ યર્દન પાર પૂર્વ દિશાએ જે દેશ તમને આપ્યો તેનો કબજો લો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 તમારા ઇઝરાયલી બધુંઓ પણ તમારા ઈશ્વર પ્રભુએ તેમને યર્દનની પશ્ર્વિમમાં આપેલો પ્રદેશ કબજે કરી લે, અને તમારી જેમ તેમને પણ સહીસલામત વસવાટ પ્રાપ્ત થઈ જાય, ત્યાર પછી તમે પાછા આવીને પ્રભુના સેવક મોશેએ તમને યર્દનની પૂર્વમાં આપેલા આ પ્રદેશમાં વસવાટ કરજો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 યહોવાહ જેમ તમને વિસામો આપ્યો તેમ તે તમારા ભાઈઓને પણ આપે અને જે દેશ યહોવાહ તમારા પ્રભુ તેઓને આપે છે તેનું વતન તેઓ પણ પામશે. પછી તમે પોતાના દેશ પાછા જશો અને યહોવાહનાં સેવક મૂસાએ યર્દન પાર, પૂર્વ દિશાએ જે દેશ તમને આપ્યો છે તેના માલિક થશો. Faic an caibideilપવિત્ર બાઈબલ15 કે જેથી તેઓ પણ યહોવા તેમને જે ભૂમિ આપી રહ્યા છે તે ધારણ કરી શકે. અને તેઓ પાસે આરામ કરવાનું સ્થાન હશે. તેના પછી તમે પાછા આવી શકો અને યર્દન નદીની પૂર્વની ભૂમિમાં રહી શકો જે યહોવાના સેવક મૂસાએ તમને આપી હતી.” Faic an caibideil |