યહોશુઆ 1:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 યર્દન પાર જે દેશ મૂસાએ તમને આપ્યો તેમાં તમારી પત્નીઓ, તમારાં બાળકો, તથા તમારાં ઢોરઢાંક રહે. પણ તમે સર્વ બળવાન તથા બહાદુર પુરુષોએ શસ્ત્ર સજીને તમારા ભાઈઓની આગળ પેલી તરફ જઈને તેઓને સહાય કરવી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 તેથી તમારી પત્નીઓ, તમારાં બાળકો અને તમારાં ઢોરઢાંક મોશેએ તમને યર્દન નદીની પૂર્વ બાજુએ આપેલા પ્રદેશમાં રહે, પણ તમારામાંના સર્વ લડવૈયા પુરુષોએ તો શસ્ત્રસજ્જ થઈને તમારા ઇઝરાયલી બધુંઓને યુદ્ધમાં મદદ કરવા નદી ઓળંગી આગળ જવાનું છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તમારી પત્નીઓ, તમારાં નાનાં બાળકો અને તમારાં ઢોરઢાંક યર્દન પાર જે દેશ મૂસાએ તમને આપ્યો તેમાં રહે. પણ તમારા લડવૈયા માણસો તમારા ભાઈઓની આગળ પેલે પાર જાય અને તેઓને મદદ કરે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 તમાંરી પત્નીઓ અને બાળકો તે દેશમાં રહી શકે છે કે જે યર્દન નદીની પૂર્વે છે જે દેવે તમને આપી દીધી છે. પણ તમાંરા સૈનિકોએ તેઓની ભૂમિના બીજા ભાગો ધરાવતી વખતે તેમની સાથે યર્દન નદી પાર કરી અને તેઓની સાથે લડાઈ કરવા તેઓના ઇસ્રાએલી ભાઈઓને મદદ કરવી. Faic an caibideil |