Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યૂના 3:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 નિનવેના રાજાને એ વાતની ખબર થઈ, એટલે તે પોતાની ગાદી પરથી ઊઠ્યો, ને પોતાનો ઝબ્બો પોતાના અંગ પરથી ઉતારી નાખીને ને પોતાને અંગે ટાટ ઓઢીને રાખમાં રાખમાં બેઠો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 એ સમાચાર સાંભળીને નિનવેનો રાજા પણ પોતાની ગાદી પરથી ઊતરી પડયો, પોતાનો રાજવી પોષાક ઉતારી નાખ્યો અને કંતાનનાં વસ્ત્ર પહેરી રાખમાં બેઠો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 આ બાબતની ખબર નિનવેના રાજાને જાણવા મળી. તે તેના સિંહાસન પરથી ઊભો થઈ ગયો. પોતાનો ઝભ્ભો ઉતારી દીધો. અંગે શોકના વસ્ત્ર ધારણ કર્યા. અને રાખ ચોળીને તેમાં બેઠો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 નિનવેહનો રાજા સમાચાર સાંભળી તેની ગાદી પરથી નીચે આવ્યો અને તેનો ઝભ્ભો ઉતારી શણના શોક વસ્ત્રો ઘારણ કર્યા અને રાખમાં બેઠો.

Faic an caibideil Dèan lethbhreac




યૂના 3:6
20 Iomraidhean Croise  

આહાબે એ વચનો સાંભળ્યાં ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડીને પોતાના અંગ પર ટાટ પહેર્યું, ને ઉપવાસ કર્યો, ને ટાટ ઓઢીને સૂતો ને મંદ ગતિએ ચાલવા લાગ્યો.


તેથી તે પોતાના શરીરને ઠીકરીથી ખજવાળવા માટે રાખમાં બેઠો.


તેથી હું [મારી જાતથી] કંટાળું છું, અને ધૂળ તથા રાખમાં [બેસીને] પશ્ચાત્તાપ કરું છું.”


તેઓ પોતાની ગલીઓમાં ટાટ પહેરે છે; તેઓનાં ધાબાં પર તથા તેઓનાં બજારોમાં તેઓ સર્વ પોક મૂકીને ખૂબ રહે છે.


રાજેને તથા રાજમાતાને કહે, દીન થઈને બેસો; કેમ કે તમારા શિરપેચ, એટલે તમારો જે સુશોભિત મુગટ છે તે, પડી ગયો ચે.


ત્યાં બારુખે લોકોની આગળ વાંચી સંભળાવેલા પુસ્તકનાં જે વચનો તેણે સાંભળ્યાં હતાં તે સર્વ વચનો મીખાયાએ તેઓને જણાવ્યાં.


રાજાએ તથા તેના જે સર્વ સેવકોએ આ બધાં વચનો સાંભળ્યાં તેઓ બીધા નહિ, તથ પોતાનાં વસ્ત્રો ફાડયાં નહિ.


રે મારા લોકની દીકરી, ટાટ પહેરીને રાખમાં આળોટ; જેમ કોઈ પોતાના એકના એક પુત્રને માટે શોક તથા ભારે આક્રંદ કરે તેમ તું કર; કેમ કે આપણા પર લૂંટારા એકાએક આવશે.


સિયોનની દિકરીના વડીલો મૂંગા થઈને ભૂમિ પર બેસે છે. તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી છે; તેઓએ ટાટનો પટો કમરે બાંધ્યો છે. યરુશાલેમની કુમારિકાઓએ પોતાનાં માથાં જમીન સુધી નમાવ્યાં છે.


તે પોતાનું મુખ ધૂળમાં નાખે, કદાચિત [તેને] આશા ઉત્પન્‍ન થાય.


એ વખતે સમુદ્ર કાંઠા ના સર્વ હાકેમો પતાનાં રાજ્યાસનો પરથી ઊતરી જઈને પોતાના ઝબ્બાઓ કાઢી નાખશે, ને પોતાનાં બુટ્ટાદાર વસ્ત્રો ઉતારશે. તો ધ્રૂજતાં ધ્રૂજતાં વસ્ત્રો પહેરશે; તેઓ જમીન પર બેસશે, ને દરેક પળે ધ્રૂજશે, ને તને જોઈને વિસ્મય પામશે.


હું ઉપવાસ કરીને, ટાટ ઓઢીને તથા રાખ ચોળીને પ્રાર્થના તથા વિનંતીઓ કરીને શોધન કરવાને મારું મુખ પ્રભુ ઈશ્વર તરફ રાખી રહ્યો.


ગાથમાં તે કહેશો નહિ, બિલકુલ રડશો નહિ. બેથ-લે-આફ્રામાં ધૂળમાં આળોટ.


“ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઈદા! તને હાય! હાય! કેમ કે જે પરાક્રમી કામો તમારામાં થયાં, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને કયારનોયે પસ્તાવો કર્યો હોત.


ઓ ખોરાજીન, તને હાયહાય! ઓ બેથસાઈદા, તને હાયહાય! કેમ કે તમારામાં જે પરાક્રમી કામો થયાં છે, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ક્યારનોયે ટાટમાં તથા રાખમાં બેસીને પસ્તાવો કર્યો હોત.


Lean sinn:

Sanasan


Sanasan