Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યૂના 2:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ હું આભારસ્તુતિ કરીને બલિદાન આપીશ. હું મારી માનતાઓ ચઢાવીશ. તારણ યહોવાથી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પણ હું તો તમારાં સ્તોત્ર ગાઈશ, તમને અર્પણ ચઢાવીશ, અને મારું વચન પૂરું કરીશ. ઉદ્ધાર તો પ્રભુ તરફથી જ મળે છે!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ હું મારા જીવનથી, આભારસ્તુતિ કરીને તમને બલિદાન ચઢાવીશ; જે પ્રતિજ્ઞા મેં લીધી છે તે હું પૂરી કરીશ. ઉદ્ધાર, ઈશ્વર દ્વારા જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પણ હું બલિઓ અપીર્શ અને તમને ધન્યવાદ આપીશ. હું મારા વચનો જાળવીશ. તારણ યહોવાથી છે.”

Faic an caibideil Dèan lethbhreac




યૂના 2:9
24 Iomraidhean Croise  

અને આપણે ઊઠીને બેથેલ જઈએ; અને જે ઈશ્વરે મારા દુ:ખના દિવસે મારું સાંભળ્યું, ને જે રસ્તે હું ચાલ્યો તેમાં જે મારી સાથે રહ્યા, તેમને માટે ત્યાં હું વેદી બાંધીશ.”


ચાર વર્ષ પછી એમ થયું કે આબ્શાલોમે રાજાને કહ્યું, “મેં યહોવા આગળ માનતા રાખી છે, તે ઉતારવા માટે કૃપા કરીને મને હેબ્રોન જવા દો.


તું તેમની પ્રાર્થના કરશે, એટલે તે તારું સાંભળશે; અને તું તારી માનતાઓ પૂરી કરશે.


વળી તેઓ સ્તુત્યાર્પણ ચઢાવે, અને તેમનાં કામ ગાયનથી વર્ણવે.


યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે; હું કોનાથી બીઉં? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનું ભય લાગે?


યહોવાની પાસે તારણ છે; તમારા લોક પર તમારો આશીર્વાદ આવો. (સેલાહ)


ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ. અને પરાત્પર પ્રત્યે તારી માનતાઓ ઉતાર;


જે ઉપકારસ્તુતિનાં અપર્ણ ચઢાવે છે તે મારો મહિમા [પ્રગટ] કરે છે; અને જે પોતાની વર્તણૂક [નિયમસર] રાખે છે, તેને હું ઈશ્વરનું તારણ દેખાડીશ.”


ઈશ્વર આપણા તારણના ઈશ્વર છે; મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવા પાસે છે.


આભારસ્તુતિ સાથે તેમની હજૂરમાં આવીએ, અને ગીતોથી તેમની આગળ હર્ષનાદ કરીએ.


પણ યહોવાથી ઇઝરાયલ અનંતકાળ માટેનું તારણ પામશે; તમે સદાકાળ માટે લજવાશો નહિ ને શરમાશો નહિ.


હર્ષ તથા આનંદનો સ્વર, વરકન્યા [ના વિનોદ] નો સ્વર; અને ‘સૈન્યોના [ઈશ્વર] યહોવાની સ્તુતિ કરો, કેમ કે યહોવા સારા છે, ને તેમની કૃપા સદાકાળ [ટકે] છે, ’ એવું કહેનારાઓનાઓ સ્વર, અને યહોવાના મંદિરમાં આભારાર્થાર્પણો લાવનારાઓનો સ્વર હજી સંભળાશે. કેમ કે આગલા વખતમાં હતું તેમ હું દેશનો બંદીવાસ ફેરવી નાખીશ.” એવું યહોવા કહે છે.


તમારી સાથે શબ્દો લઈને યહોવાની પાસે પાછા આવો. તેમને વિનંતી કરો કે, ‘“સર્વ પાપ નિવારણ કરો, અને જે સારું છે તેનો અંગીકાર કરો.’ એમ અમે ગોધાની જેમ અમારા હોઠોનું અર્પણ ચઢાવીશું.


જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો; અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ! કેમ કે તારણ યહૂદીઓમાંથી છે.


બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી.”


તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે, ઈશ્વરની દયાની ખાતર તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું, અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે.


વેશ્યાની કે કૂતરાંની કમાણી કોઈ માનતા ઉતારવા માટે તારે યહોવા તારા ઈશ્વરના ઘરમાં લાવવી નહિ; કેમ કે એ બન્‍ને કમાણી યહોવા તારા ઈશ્વરને અમંગળ લાગે છે.


માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેમનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.


તેઓ મોટે સ્વરે પોકારીને કહે છે, “અમારા ઈશ્વર, જે રાજ્યાસન પર બેઠેલા છે, તેમને તથા હલવાનને તારણ [ને માટે] ધન્યવાદ હોજો.”


તમે આડાઅવળા જશો નહિ, કેમ કે એમ કરવાથી તો નિરર્થક વસ્તુઓ કે જે નિરર્થક હોવાથી કંઈ ફાયદો કે બચાવ કરી શક્તી નથી તેઓનું અનુસરણ તમારાથી થાય.


Lean sinn:

Sanasan


Sanasan