Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 3:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તમે વિદેશીઓમાં આ જહેર કરો: “યુદ્ધની તૈયારી કરો! યોદ્ધાઓને ઉશ્કેરો. સર્વ લડવૈયાઓ પાસે આવીને કૂચ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પ્રજાઓમાં આ જાહેરાત કરો: ‘યુદ્ધને માટે સજ્જ થાઓ; તમારા યોદ્ધાઓને તેડાવો; તમારા સર્વ સૈનિકોને એકત્ર કરી કૂચ કરો!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તમે વિદેશી પ્રજાઓમાં આ જાહેર કરો; યુદ્ધની તૈયારી કરો. શ્રેષ્ઠ યોદ્ધાઓને જાગૃત કરો,. તેઓને પાસે આવવા દો, સર્વ લડવૈયાઓ કૂચ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તમે પ્રજાઓમાં બધી બાજુ જાહેર કરો; યુદ્ધની તૈયારી કરો. શ્રેષ્ઠ યોદ્ધાઓની ભરતી કરો. યુદ્ધના સર્વ પુરુષો તૈયાર થાઓ અને યુદ્ધ તરફ કૂચ કરો.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 3:9
16 Iomraidhean Croise  

વિદેશીઓમાં કહો, “યહોવા રાજ કરે છે; જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવેલું છે તે ખસેડી શકાય નહિ; તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે.”


હે વિદેશીઓ, તમે સાંભળવાને પાસે આવો; હે લોકો, તમે કાન દો! પૃથ્વી તથા તે પર જે કાંઈ છે તે સર્વ, જગત તથા તેમાંથી જે સર્વ નીપજે છે તે સાંભળે!


હે પ્રજાઓ, યહોવાનું વચન સાંભળો, ને દૂરના દ્વીપોમાં તે પ્રગટ કરીને કહે કે, જેમણે ઇઝરાયલને વિખેરી નાખ્યો તે તેને ભેવો કરશે, ને ઘેટાંપાળકની જેમ તે પોતાના ટોળાને સંભાળશે.


“પ્રજાઓમાં પ્રગટ કરીને સંભળાવો, ધ્વજા ચઢાવો; પ્રગટ કરો, ને ગુપ્ત ન રાખો. કહો કે, બાબિલને જીતી લેવામાં આવ્યું છે, બેલ લજ્જિત થયો છે, મેરોદાખના ભાંગીને કકડેકકડા થઈ ગયા છે. તેની મૂર્તિઓ લજ્જિત થઈ છે, તેનાં પૂતળાં ભાંગીતૂટી ગયાં છે.


તીરો તીક્ષ્ણ કરો; ઢાલો ધરો; યહોવાએ માદીઓના રાજાઓના આત્માને ઉશ્કેર્યો છે, કેમ કે બાબિલનો નાશ કરવાનો તેનો સંકલ્પ છે. કેમ કે આ તો યહોવાએ લીધેલું વૈર, તેના મંદિર વિષે લીધેલું વૈર છે.


દેશમાં ધ્વજા ઊભી કરો, વિદેશીઓમાં રણશિંગડું વગાડો, તેની સામે વિદેશીઓને સજ્જ કરો, તેની સામે અરારાટ, મિન્ની તથા આશ્કેનાઝનાં રાજ્યો બોલાવો; તેની સામે સેનાપતિ નીમો; ઘોડાને કરકરા તીડની જેમ ચઢાવી લાવો.


[તેઓ કહે છે,] “તેની સાથે લડાઈ કરવા તૈયારી કરો; ઊઠો, આપણે મધ્યાહને ચઢાઈ કરીએ. આપણને અફસોસ! કેમ કે સૂર્ય નમવા લાગ્યો છે, સાંજની છાયા લાંબી થઈ છે.


પ્રભુ યહોવા કહે છે કે, મારા સેવકો, એટલે ઇઝરાયલના પ્રબોધકો, જેઓ તે સમયે ઘણાં વર્ષો સુધી હું તને તેમના ઉપર ચઢાવી લાવીશ એવું ભવિષ્ય કહેતા હતા, તેઓની મારફતે પ્રાચીન કાળમાં હું જેના વિષે બોલ્યો હતો તે તું છે શું?


તૈયારી કર, તું પોતાને તથા તારાં જે લશ્કરો તારી પાસે એકત્ર થયાં છે તેઓને તૈયાર કરીને, તું તેમનો સેનાપતિ થા.


જે પ્રબોધકો મારા લોકોને ખોટા માર્ગે ચઢાવે છે, જેઓને ખાવાનું મળે છે ત્યારે ‘શાંતિ થશે’ એમ કહે છે; અને જેઓ તેમને ખવડાવતા નથી તેમની વિરુદ્ધ યુદ્ધની તૈયારી કરે છે, તેઓ વિષે યહોવા કહે છે,


હું સર્વ પ્રજાઓને હલાવી નાખીશ, ને સર્વ પ્રજાઓની કિમંતી વસ્તુઓ આવશે, ને હું આ મંદિરને ગૌરવથી ભરીશ, ” એવું સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે.


કેમ કે હું સર્વ પ્રજાઓને યરુશાલેમની સામે યુદ્ધ કરવાને એકત્ર કરીશ; અને તે નગર સર કરવામાં આવશે, ઘરો લૂંટવામાં આવશે, ને સ્ત્રીઓની આબરૂ લેવામાં આવશે. અડધું નગર ગુલામગીરીમાં જશે, પણ બાકીના લોકોને નગરમાંથી કાપી નાખવામાં આવશે નહિ.”


ત્યાર પછી યહોવા, જેમ પોતે યુદ્ધને દિવસે લડયા હતા તેમ, તે પ્રજાઓની સામે જઈને લડશે.


Lean sinn:

Sanasan


Sanasan