Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 3:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 યહૂદાના વંશજો ઉપર બલાત્કાર ગુજાર્યાને લીધે મિસર વેરાન થશે, ને અદોમ ઉજ્જડ અરણ્ય થશે. કેમ કે તેઓ પોતાના દેશમાં નિર્દોષ રક્ત વહેવડાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 ઇજિપ્ત રણ બની જશે અને અદોમ વેરાન ખંડિયેર બની જશે, કારણ, તેમણે યહૂદિયાના લોકો પર આક્રમણ કરીને તેમાં નિર્દોષ માણસોને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 મિસર વેરાન થઈ જશે, અને અદોમ ઉજ્જડ બનશે, કેમ કે આ લોકોએ યહૂદાના વંશજો પર ઉત્પાત ગુજાર્યો હતો, તેઓએ પોતાના દેશમાં નિર્દોષ લોહી વહેવડાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 મિસર ઉજ્જડ થઇ જશે, અને એદોમ ઉજ્જડ મરૂભૂમિ બનશે, કારણ કે આ લોકોએ યહૂદાના લોકોને ઉત્પાત કર્યોં હતો અને તેમનું નિર્દોષ લોહી વહેવડાવ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 3:19
19 Iomraidhean Croise  

હે યહોવા, જે દિવસે અદોમપુત્રો કહેતા હતા, “યરુશાલેમને જડમૂળથી ઉખેડી નાખો” તે દિવસને તમે યાદ રાખો.


તેઓ ઊડીને પશ્ચિમમાં પલિસ્તીઓની ખાંધ પર ઊતરી પડશે. તેઓ એકત્ર થઈને પૂર્વની પ્રજાઓને લૂંટશે. તેઓ અદોમ તથા મોઆબને હસ્તગત કરશે; અને આમ્મોનીઓ તેઓના હુકમ માથે ચઢાવશે.


યહોવા મિસરના સમુદ્રની જીભને સૂકવી નાખશે; અને પોતાના ઉષ્ણ શ્વાસથી તે નદી પર પોતાનો હાથ હલાવશે, ને તેને મારીને સાત નાળાં કરશે, અને લોકો જોડા પહેરીને પાર જશે.


અદોમ વિસ્મયજનક થશે. જે કોઈ તેની પાસે થઈને જાય તે વિસ્મિત થશે, ને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે.


મારા પર તથા મારા દેહ પર જે જુલમ ગુજારવામાં આવ્યો છે, તેવો જુલમ બાબિલ પર ગુજારો, ’ એવું સિયોનમાં રહેનારી કહેશે. અને ‘મારું રક્ત ખાલદી દેશના રહેવાસીઓને માથે આવો, ’ એવું યરુશાલેમ કહેશે.”


અરે અદોમની દિકરી, ઉસ દેશમાં રહેનારી, તું હર્ષ તથા આનંદ કર. તારી પાસે પણ પ્યાલો આવશે! તું ચકચૂર થઈને પોતાને નગ્ન કરીશ.


પ્રભુ યહોવા અદોમ વિષે આમ કહે છે: પ્રભુ અદોમને શિક્ષા કરશે યહોવા તરફથી અમને ખબર મળી છે: “તમે ઊઠો. ને આપણે અદોમની વિરુદ્ધ યુદ્ધ કરવાને સજ્જ થઈએ, એવું કહેવાને એક એલચીને પ્રજાઓની પાસે મોકલવામાં આવ્યો છે.


કેમ કે લબાનોન પર ગુજારેલો ગજબ તને ઢાંકી દેશે, ને પશુઓનો નાશ તને ભયભીત કરશે. માણસોના રક્તપાપને લીધે અને દેશ પર, નગર પર તથા તેના સર્વ રહેવાસીઓ પર ગુજારેલા ગજબને લીધે [એ પ્રમાણે થશે.]


વળી હું તેમને મિસર દેશમાંથી પાછા લાવીશ, અને તેઓને આશૂરમાંથી ભેગા કરીશ. હું તેઓને ગિલ્યાદ તથા લબાનોનની ભૂમિમાં લાવીશ. અને તેમને માટે [પૂરતી જગા] મળશે નહિ.


કેમ કે એ ગેરવાજબી ન કહેવાય કે જેઓ તમને દુ:ખ આપે છે તેઓને ઈશ્વર દુ:ખનો બદલો આપે,


Lean sinn:

Sanasan


Sanasan