Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 3:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તે દિવસે પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે, ને ડુંગરોમાંથી દૂધ વહેશે. યહૂદિયાના સર્વ વહેળાઓમાં પાણી વહેશે; યહોવાના મંદિરમાંથી ઝરો નીકળશે, ને તે શિટ્ટીમની ખીણને પાણી પાશે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 તે સમયે પર્વતો દ્રાક્ષવાડીઓથી છવાઈ જશે અને પ્રત્યેક ટેકરી પર ઢોરઢાંક હશે, સમગ્ર યહૂદિયા માટે પુષ્કળ પાણી ઉપલબ્ધ હશે. પ્રભુના મંદિરમાંથી એક ઝરણું વહેતું થશે અને અખાયા ખીણને પાણી પાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તે દિવસે એમ થશે કે, પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે, અને ડુંગરોમાંથી દૂધ વહેશે, યહૂદિયાની સુકાઈ ગયેલી ધારાઓ પાણીથી ભરપૂર થશે. શિટ્ટીમની ખીણને પાણી પહોંચાડવા, યહોવાહના પવિત્રસ્થાનમાંથી ઝરો નીકળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 “તે દિવસે પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે અને ડુંગરોમાંથી દૂધ વહેશે. યહૂદાની સુકાઇ ગયેલી ધારાઓ પાણીથી ભરપૂર થશે. શિટ્ટીમની ખીણને પાણી પહોંચાડવા યહોવાના મંદિરમાંથી ઝરો નીકળશે.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 3:18
18 Iomraidhean Croise  

ત્યારે તો મારાં પગલાં માખણથી ધોવાતાં હતાં, અને ખડકો મારે માટે તેલની નદીઓ વહેવડાવતા હતા!


જેના વહેળા ઈશ્વરના નગરને, એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે એવી એક નદી છે.


અને મિસરીઓના હાથમાંથી તેઓને છોડાવવા માટે, તે દેશમાંથી તોએને કાઢીને, એક સારો તથા વિશાળ દેશ, બલ્કે દૂધમધની રેલછેલવાળો દેશ જ્યાં કનાની તથા હિત્તી તથા અમોરી તથા પરીઝી તથા હિવ્વી તથા યબૂસી લોકો રહે છે, ત્યાં તેમને લઈ જવા માટે હું ઊતર્યો છું.


વળી કતલને મોટે દિવસે જ્યારે બુરજો પડશે ત્યારે સર્વ ઊંચા પર્વત પર ને સર્વ ઊંચા ડુંગર પર નાળાં ને પાણીના પ્રવાહો વહેશે.


લંગડો હરણની જેમ કૂદશે, જે મૂંગાની જીભ ગાયન કરશે; કારણ કે અરણ્યમાં પાણી, અને વનમાં નાળાં ફૂટી નીકળશે.


કેમ કે હું તરસ્યા પર પાણી રેડીશ તથા સૂકી ભૂમિ પર ધારાઓ વરસાવીશ; હું તારા સંતાન ઉપર મારો આત્મા, તથા તારા ફરજંદ પર મારો આશીર્વાદ રેડીશ;


હે આકાશો, તમે ઉપરથી ટપકો, હે વાદળાંઓ, તમે ન્યાયીપણાની વૃષ્ટિ કરો; પૃથ્વી ઊઘડી જાય, ને તેમાંથી તારણ ઉદભવે, અને તેની સાથે તે ન્યાયીપણું ઉપજાવે; મેં યહોવાએ તે ઉત્પન્ન કર્યું છે.


“હે તૃષિત જનો, તમે સર્વ પાણીની પાસે આવો, જેની પાસે કંઈ પણ નાણું નથી તે તમે આવો; વેચાતું લો, અને ખાઓ. વળી આવીને નાણાં વિના તથા મૂલ્ય વિના દ્રાક્ષારસ તથા દૂધ વેચાતાં લો.


જેથી તમે તેના દિલાસાનું સ્તનપાન કરીને ધરાઓ, અને તેના ભરપૂર ગૌરવમાંથી ચૂસીને મગ્ન થાઓ.


તેઓ આવીને સિયોનના ઉચ્ચસ્થાન પર ગાયન કરશે, અને ધાન્ય, દ્રાક્ષારસ, તેલ ને ઘેટાંનાં તથા ઢોરનાં ટોળાંનાં બચ્ચાં એ બધાંમાં યહોવાની કૃપા પામવા માટે તેઓ ભેગા થશે; અને તેઓના જીવ બાગાયત જમીનની વાડી જેવા થશે; અને તેઓ કદી પણ ફરીથી શોક કરશે નહિ.


હે મારા લોકો, એ તો યાદ કરો કે મોઆબના રાજા બાલાકે શી મસલત કરી, ને બયોરના દીકરા બલામે તેને શો ઉત્તર આપ્યો. શિટ્ટીમથી ગિલ્ગાલ સુધી જે બન્યું [તે યાદ કરો]. જેથી તમે યહોવાનાં ન્યાયી કૃત્યો જાણો.”


વળી તે દિવસે યરુશાલેમમાંથી જીવતાં પાણી નીકળીને વહેશે; એટલે અડધાં પૂર્વ સમુદ્ર તરફ ને અડધાં પશ્ચિમ સમુદ્ર તરફ; એમ ઉનાળામાં તથા શિયાળામાં પણ થશે.


અને ઇઝરાયલ શિટ્ટીમમાં રહેતા હતા, તેવામાં મોઆબની દીકરીઓની સાથે લોક વ્યભિચાર કરવા લાગ્યા.


Lean sinn:

Sanasan


Sanasan