Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 3:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 લોકોનાં ટોળેટોળાં, ન્યાયચુકાદાની ખીણમાં લોકોનાં ટોળેટોળાં! કેમ કે ન્યાયચૂકાદાની ખીણમાં યહોવાનો દિવસ પાસે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 ન્યાયની ખીણમાં હજારોહજાર ભેગાં થયાં છે. ત્યાં જ પ્રભુનો દિવસ જલદીથી આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ન્યાયચુકાદાની ખીણમાં લોકોના ટોળેટોળાં મોટો જનસમુદાય છે કેમ કે ન્યાયચુકાદાની ખીણમાં યહોવાહનો દિવસ પાસે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 ન્યાયચુકાદાની ખીણમાં મોટો જનસમુદાય રાહ જોઇ રહ્યો છે! કારણકે ન્યાયચુકાદાની ખીણમાં યહોવાનો દિવસ પાસે થઈ રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 3:14
17 Iomraidhean Croise  

પ્રભુ જુએ છે કે તેનો કાળ પાસે આવ્યો છે, તેથી તે તેની હાંસી કરશે.


સાંભળો, ઘણા લોકોની ઠઠ હોય એવો પર્વતોમાં થતો હોકારો! સાંભળો, એકત્ર થએલા વિદેશીઓનાં રાજ્યોના હુલ્લડનો ઘોંઘાટ! સૈન્યોના [ઈશ્વર] યહોવા લડાઈને માટે વ્યૂહ રચે છે


દર્શનની ખીણ વિશે ઈશ્વરવાણી:તને શું થયું છે વારુ કે તારાં, સઘળાં માણસો ધાબા પર ચઢી ગયાં છે?


તે દિવસને માટે અફસોસ! કેમ કે યહોવાનો દિવસ નજીક છે, ને તે સર્વશક્તિમાનની પાસેથી વિનાશરૂપે આવશે.


સિયોનમાં રણશિંગડું વગાડો, ને મારા પવિત્ર પર્વતમાં ભયસૂચક [નગારું] વગાડો. દેશના સર્વ રહેવાસીઓ, તમે કાંપો; કેમ કે યહોવાનો દિવસ આવે છે, ને તે છેક નજીક [આવી પહોંચ્યો] છે.


યહોવા પોતાના સૈન્યને મોખરે મોટે અવાજે પોકારે છે. તેમની છાવણી બહું મોટી છે. જે તેમનું વચન અમલમાં લાવે છે તે સમર્થ છે. યહોવાનો દિવસ મોટો તથા મહા ભયંકર છે; કોણ તેને સહન કરી શકે?


“પ્રજાઓ ઊઠે, ને યહોશાફાટની ખીણમાં આવે કેમ કે ત્યાં હું આસપાસની સર્વ પ્રજાઓનો ન્યાય કરવાને બેસીશ.


ત્યારે હું સર્વ પ્રજાઓને એકત્ર કરીને તેમને યોહાશાફાટની ખીણમાં દોરી લાવીશ; અને મારા લોકો, એટલે મારો વારસો ઇઝરાયલ, જેને તેઓએ ભિન્ન ભિન્ન પ્રજાઓમાં વિખેરી નાખીને મારો દેશ વહેંચી લીધો છે, તેને માટે હું તેમની આગળ વકીલાત કરીશ.


યહોવાનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે, ને બહુ ઝડપથી આવે છે. યહોવાના દિવસનો સ્વર [સંભળાય છે]. તે વખતે બળવાન માણસ પોક મૂકીને રડે છે.


કૂતરાઓથી સાવધ રહો, દુષ્કૃત્યો કરનારાઓથી સાવધ રહો, વ્યર્થ સુન્‍નતથી સાવધ રહો.


પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે.


Lean sinn:

Sanasan


Sanasan