Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 2:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 હે વનચર પશુઓ, તમે બીશો નહિ, કેમ કે વનમાંના ચારાઓ ફીટી નીકળે છે, વૃક્ષનોને ફળ આવ્યાં છે, અંજીરીઓને તથા દ્રાક્ષાવેલાઓને સારો ફાલ આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 પ્રાણીઓ, તમે પણ ગભરાશો નહિ, ઘાસનાં મેદાન લીલાંછમ છે; વૃક્ષોને ફળ લાગે છે, અને ઢગલાબંધ દ્રાક્ષો અને અંજીર થયાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 હે જંગલી પશુઓ, તમે ડરશો નહિ; કેમ કે ગૌચરની જગ્યાઓ ફરીથી હરિયાળી થશે. વૃક્ષો પોતાના ફળ ઉપજાવશે, અંજીરવૃક્ષો અને દ્રાક્ષાવેલાઓ ફરીથી ફળવંત થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 હે વનચર પશુઓ, તમે ડરશો નહિ; કારણકે ગૌચરની જગ્યાઓ ફરીથી હરિયાળી થશે. વૃક્ષો પોતાના ફળ ઉપજાવશે, અંજીરવૃક્ષો અને દ્રાક્ષાવેલાઓ ફરીથી ફળવંતા થશે.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 2:22
25 Iomraidhean Croise  

હવે પછી જયારે તું ભૂમિને ખેડશે, ત્યારે તે પોતાનું બળ તને આપનાર નથી; અને તું પૃથ્વી પર ભટકતો તથા નાસતો ફરીશ.”


તમારું ન્યાયીપણું મોટા પર્વતોના જેવું [અચળ] છે, તમારાં ન્યાયકૃત્યો ઘણાં ગહન છે, હે યહોવા, તમે માણસનું તથા પશુનું રક્ષણ કરો છો.


અરણ્યનાં બીડો પર તે ટપકે છે, અને ટેકરીઓ આનંદમય થાય છે.


વળી બીડો ટોળાંઓથી ઢંકાઈ જાય છે; ખીણોની સપાટીઓ પણ ધાન્યથી ઢંકાયેલી છે; તેઓ હર્ષનાદ કરે છે, હા, તેઓ ગાયન કરે છે.


પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે; ઈશ્વર, હા, આપણા ઈશ્વર, આપણને આશીર્વાદ આપશે.


કેમ કે યહોવાએ સિયોનને દિલાસો આપ્યો છે, તેમણે તેની સર્વ ઉજ્જડ જગાઓને દિલાસો આપ્યો છે; તેના રણને એદન સરખું, ને તેના વનને યહોવાની વાડી સરખું કર્યું છે; તેમાં આનંદ તથા ઉત્સવ થઈ રહેશે, આભારસ્તુતિ તથા ગાનતાન સંભળાશે.


હું તમારા વૃક્ષોનાં ફળ તથા ખેતરની ઊપજ એવી રીતે વધારી દઈશ કે ફરીથી તમને કદી પણ પ્રજાઓમાં દુકાળ વિષે મહેણું મારવામાં આવશે નહિ.


તેઓ કહેશે કે, ‘આ ભૂમિ જે વેરાન હતી તે હમણા એદન વાડી જેવી થઈ પડી છે; અને ખાલી, ઉજ્જડ તથા ખંડિયેર નગરોની આસપાસ કોટ બાંધેલા છે તથા તેઇનાણ વસતિ થયેલી છે.’


પણ હે ઇઝરાયલના પર્વતો, તમારા પર તો ડાળીઓ ફૂટી નીકળશે, ને તમે મારા ઇઝરાયલ લોકોને તમારાં ફળ આપશો, કેમ કે તેઓનો [પાછા] આવવાનો [સમય] પાસે છે.


તો આ મોટું નગર નિનવે કે જેની અંદર એક લાખ વીસ હજાર એવા લોકો છે કે જેઓ પોતાનો જમણો હાથ કયો ને ડાબો હથ કયો એટલું પણ જાણતા નથી. વળી જેની અંદર ઘણાં ઢોરઢાંક છે. તે નગર પર મને દયા ન આવે?”


એ સર્વ વખતમાં જ્યારે કોઈ વીસ [માપ] ના ઢગલા પાસે આવતો ત્યારે તેને ત્યાં ફકત દશ જ [માપ મળતાં] હતાં. જ્યારે કોઈ માણસ દ્રાક્ષાકુંડ પાસે પચાસ માપ કાઢવાને આવતો, ત્યારે તેને તેમાં ફકત વીસ જ [માપ મળતાં] હતાં.


કારણ કે શાંતિના બીજરૂપે દ્રાક્ષાવેલો પોતાનું ફળ આપશે, ને આકાશમાંથી ઓસ પડશે; અને આ લોકોમાંના બચી રહેલાઓને હું આ સર્વ વાનાંનો વારસો અપાવીશ.


એ માટે રોપનાર કંઈ નથી, ને પાનાર [પણ] કંઈ નથી; પણ વૃદ્ધિ આપનાર ઈશ્વર તે જ [સર્વસ્વ] છે.


Lean sinn:

Sanasan


Sanasan