Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 2:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 હે દેશ, બીશ નહિ, ખુશી થા ને આનંદ કર; કેમ કે યહોવાએ મહાન કાર્યો કર્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 હે ખેતરો, ભય ન પામો, પણ પ્રભુએ તમારે માટે કરેલાં કાર્યોને લીધે આનંદિત અને ઉલ્લાસી થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 હે ભૂમિ, બીશ નહિ, હવે ખુશ થા અને આનંદ કર, કેમ કે યહોવાહે મહાન કાર્યો કર્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 હે ભૂમિ, ગભરાઇશ નહિ, હવે ખુશ થા અને આનંદ કર. કારણકે યહોવાએ મહાન કાર્યો કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 2:21
21 Iomraidhean Croise  

એ વાતો પછી દર્શનમાં યહોવાનું વચન ઇબ્રામ પાસે આવ્યું, “ઇબ્રામ, તું બીશ નહિ. હું તારી ઢાલ તથા તારો મહા મોટો બદલો છું.”


હે ઈશ્વર, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે; હે ઈશ્વર, તમે મોટાં કામો કર્યાં છે, તમારા સરખો બીજો કોણ છે?


પ્રવાહો, તાળી પાડો; પર્વતો, યહોવાની સમક્ષ એકત્ર હર્ષનાદ કરો.


અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની જેમ ખીલશે.


તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; આમ તેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.


હે આકાશો, તમે હર્ષનાદ કરો, કેમ કે યહોવાએ તે કર્યું છે! હે પૃથ્વીનાં ઊંડાણો, તમે જયઘોષ કરો! હે પર્વતો, વન તથા તેમાંનાં સર્વ ઝાડ, તમે ગાયન કરવા માંડો, કેમ કે યહોવાએ યાકૂબનો ઉદ્ધાર કર્યો છે, ને ઇઝરાયલમાં તે પોતાનો મહિમા પ્રગટ કરશે.


તું બીશ નહિ; તું લજિજત થવાની નથી, અને ગભરાઈશ નહિ; કેમ કે તારી બદનામી થવાની નથી; કેમ કે તારી જુવાનીમાં લાગેલી શરમ તું ભૂલી જવાની છે, અને તારા વૈધવ્યનું કલંક ફરી તને યાદ આવશે નહિ.


તમે આનંદસહિત નીકળી જશો, ને શાંતિથી તમને બહાર લઈ જવામાં આવશે; તમારી આગળ પર્વતો તથા ટેકરીઓ હર્ષનાદ કરવા માંડશે. અને ખેતરોનાં સર્વ ઝાડ તાળી પાડશે.


“મને હાંક માર, એટલે હું તને ઉત્તર આપીશ, ને જે મોટી તથા ગૂઢ વાતો તું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ.


યહોવા કહે છે, “તે દિવસે હું જવાબ આપીશ, હું આકાશોને જવાબ આપીશ, ને તેઓ પૃથ્વીને જવાબ આપશે.


પણ હું ઉત્તરના સૈન્ય ને તમારાથી ઘણે દૂર હાંકી કાઢીશ, ને હું તેને ઉજ્જડ તથા વેરાન દેશમાં હાંકી કાઢીશ, એટલે તેના આગલા ભાગને પૂર્વ સમુદ્ર તરફ, ને તેના પાછલા ભાગને પશ્ચિમ સમુદ્ર તરફ [કાઢી મૂકીશ] ; તેની દુર્ગધ ઊડશે, ને તેની બદબો ઊંચી ચઢશે, કેમ કે તેણે મોટા કાર્યો કર્યાં છે.


તમે પુષ્કળ ખાઈને તૃપ્ત થશો, ને તમારા ઈશ્વર યહોવા, જે તમારી સાથે આશ્ચર્યકારક રીતે વર્ત્યા છે તેમના નામની તમે સ્તુતિ કરશો. અને મારા લોકો કદી લજ્જિત થશે નહિ.


તેમ જ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, મેં આ સમયે યરુશાલેમનું તથા યહૂદાના વંશજોનું ફરીથી ભલું કરવાનું ધાર્યું છે; તમારે બીવું નહિ.


કેમ કે ઈશ્વરે મનુષ્યને પૃથ્વી પર ઉત્પન્‍ન કર્યું તે દિવસથીઇ માંડીને તારી અગાઉનો જે વખત વીતી ગયો છે તેને, તથા પૃથ્વીના એક છેડાથી તે બીજા છેડા સુધી પૂછી જો, કે વારું, આ અદભૂત કૃત્ય જેવું [બીજું કંઈ] થયું છે, અથવા તેના જેવું કંઈ સાંભળવામાં આવ્યું છે?


તો હવે ઊભા રહો, ને જે આશ્ચર્યકારક કૃત્ય યહોવા તમારી દષ્ટિ આગળ કરશે તે જુઓ.


ફક્ત યહોવાની બીક રાખો, ને સત્યતાએ તમારા પૂરા હ્રદયથી તેમની સેવા કરો; કેમ કે તમારે માટે તેમણે કેટલાં મહાન કૃત્યો કર્યા છે તેનો વિચાર કરો.


Lean sinn:

Sanasan


Sanasan