Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 2:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 લોકોને ભેગા કરો, પ્રજાને પાવન કરો, વડીલોને એકત્ર કરો, છોકરાંને તથા ધાવણાં બાળકોને ભેગાં કરો. વર પોતાના ઓરડામાંથી, ને કન્યા પોતાની ઓરડીમાંથી નીકળીને ત્યાં જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 લોકોને એકત્ર કરો; તેમને પવિત્રસભા માટે તૈયાર કરો: વૃદ્ધોને લાવો; બાળકોને એકત્ર કરો. અરે, ધાવણાં બાળકોને પણ લાવો. નવપરિણીત દંપતી પણ પોતાનાં ઘર છોડીને આવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 લોકોને ભેગા કરો, સમુદાયને પાવન કરો, વડીલોને ભેગા કરો, શિશુઓને એકઠા કરો અને સ્તનપાન કરતાં બાળકોને પણ ભેગા કરો. વર પોતાના ઓરડામાંથી બહાર આવે, અને કન્યા પોતાના લગ્ન મંડપમાંથી બહાર નીકળીને ત્યાં જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 લોકોને ભેગા કરો, સમુદાયને પાવન કરો, વડીલો, બાળકો અને ધાવણાં બાળકોને ભેગા કરો. વર અને કન્યાએ તેમનો લગ્ન મંડપ છોડી આવવું જાઈએ.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 2:16
21 Iomraidhean Croise  

યહૂદિયાના સર્વ લોકો, તેઓના બાળકો, તેઓની સ્ત્રીઓ તથા તેઓનાં છોકરાં યહોવાની આગળ ઊભા રહ્યાં.


“હે લેવીઓ, તમે મારું સાંભળો, હવે તમે શુદ્ધ થાઓ, તમારા પિતૃઓના ઈશ્વર યહોવાના મંદિરને શુદ્ધ કરો, ને પવિત્રસ્થાનમાંથી અશુદ્ધતા કાઢી નાખો.


કેમ કે સમુદાયમાં એવા ઘણા હતા કે જેઓ પોતે પવિત્ર થયા નહોતા તે સર્વને યહોવાને માટે પવિત્ર કરવા માટે પાસ્ખા કાપવાનું કામ લેવીઓને સોંપેલું હતું.


“જેઓ ઈશ્વરની, એટલે પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની શોધમાં પોતાનું અંત:કરણ લગાડે છે, તેઓ જોકે પવિત્રસ્થાનના શુદ્ધિકરણના નિયમ પ્રમાણે પવિત્ર થયા નહિ હોય તોપણ તે સર્વને કૃપાળુ યહોવા ક્ષમા કરો.


અને પાસ્ખા કાપો; અને પોતાને પવિત્ર કરો; અને મૂસા દ્વારા યહોવાએ આપેલા વચન પ્રમાણે તમારા ભાઈઓને માટે તૈયાર કરો.”


તેઓની ઉજાણીના દિવસો વીત્યા પછી અયૂબ તેમને [બોલાવીને] પવિત્ર કરતો, અને પરોઢિયે ઊઠીને તે સર્વની ગણતરી પ્રમાણે દરેકને માટે દહનીયાર્પણ કરતો. તે કહેતો, “કદાચ મારા પુત્રોએ પાપ કરીને પોતાના હ્રદયમાં ઈશ્વરનો ઈનકાર કર્યો હોય.” અયૂબ એ પ્રમાણે હમેશ કરતો હતો.


તે પોતાના ઓરડામાંથી નીકળતા વરરાજા જેવો છે, તે બળવાન માણસની જેમ પોતાની શરત દોડવામાં આનંદ માને છે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “તું લોકોની પાસે જઈને તેઓને આજે ને કાલે શુદ્ધ કર, ને તેઓ પોતાનાં વસ્‍ત્ર ધુએ,


અને તેણે લોકોને કહ્યું, “તમે ત્રીજા દિવસને માટે તૈયાર થાઓ; સ્‍ત્રીની નજીક જતા મા.”


અને વળી જે યાજકો યહોવાની હજૂરમાં આવે, તેઓ પોતાને શુદ્ધ કરે, રખેને યહોવા તેઓ ઉપર તૂટી પડે.”


પવિત્ર ઉપવાસ કરો, ધાર્મિક સંમેલન ભરો, વડીલોને તથા દેશના સર્વ રહેવાસીઓને તમારા ઈશ્વર યહોવાના મંદિરમાં ભેગા કરો, ને યહોવાની સમક્ષ વિનંતી કરો.


અને તેઓએ તેમને કહ્યું, “તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?” ત્યારે ઈસુ તેઓને કહે છે, “હા, બાળકોનાં તથા ધાવણાંઓનાં મોંથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?”


ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “જ્યાં સુધી વર જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દિવસ આવશે કે વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે.


એકબીજાથી જુદાં ના પડો, પણ માત્ર પ્રાર્થનામાં રહેવા માટે એકબીજાની સંમતિથી થોડી વાર સુધી જુદાં પડો તો પડો, અને પછી પાછાં એકઠાં રહો, રખેને તમે તમારા વિકારને વશ થયાને લીધે શેતાન તમારું પરીક્ષણ કરે.


ઊઠ, લોકોને શુદ્ધ કર, ને કહે, ‘કાલને માટે તમે પોતાને શુદ્ધ કરો; કારણ કે ઇઝરાયલનો ઈશ્વર યહોવા એમ કહે છે કે, હે ઇઝરાયલ, તારી મધ્યે એક શાપિત વસ્તુ છે. તમે તમારામાંથી શાપિત વસ્તુ કાઢી નહિ નાખો, ત્યાં સુધી તું તારા શત્રુ આગળ ટકી શકનાર નથી.


ઇઝરાયલની આખી સભાની આગળ, તેમ જ પરદેશીઓ તેઓની સાથે‍ વ્યવહાર રાખતા હતા તેઓની આગળ, મૂસાએ આપેલી સર્વ આજ્ઞા માંનો એક પણ શબ્દ એવો નહોતો કે જે યહોશુઆએ વાંચ્યો ન હોય.


તેણે કહ્યું, “સલાહશાંતિ સહિત; હું યહોવાને અર્પણ ચઢાવવાને આવ્યો છું. તમે પોતાને શુદ્ધ કરીને મારી સાથે યજ્ઞકાર્યમાં આવો.” અને તેણે યિશાઈ તથા તેના દીકરાઓને પાવન કરીને તેઓને યજ્ઞકાર્યમાં બોલાવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan