Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 2:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તમારાં વસ્ત્રો નહિ પણ તમારાં હ્રદયો ફાડો, ને તમારા ઈશ્વર યહોવા પાસે પાછા આવો; કેમ કે તે કૃપાળુ તથા પૂર્ણ કરુણાળુ, કોપ કરવામાં ધીમા તથા દયાના સાગર છે, ને વિપત્તિને માટે તેમને પશ્ચાતાપ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તમારાં ભગ્ન હૃદયોમાં શોક છે એવું દેખાવા દો, કારણ, તમે માત્ર તમારાં વસ્ત્રો ફાડો એટલું પૂરતું નથી. પ્રભુ, તમારા ઈશ્વર પાસે પાછા આવો. તે દયાળુ અને કરુણાથી ભરપૂર છે. તે ધીરજવાન છે અને પોતાનું વચન પાળે છે; તે શિક્ષા નહિ, પણ ક્ષમા કરવાને હમેશાં તત્પર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તમારાં વસ્ત્રો નહિ પણ તમારા હૃદયો ફાળો, તમારા ઈશ્વર યહોવાહ પાસે પાછા ફરો, તેઓ દયાળુ અને કૃપાળુ છે, તેઓ કોપ કરવામાં ધીમા અને દયાના સાગર છે; વિપત્તિને લીધે તેમને પશ્ચાત્તાપ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તમારાં વસ્ત્રો નહિ, હૃદયો ચીરી નાખો. તમારા યહોવા દેવ પાસે પાછા ફરો. તે દયાળુ અને કૃપાળુ છે. તે ગુસ્સે થવામાં ધીમો છે અને તેની પાસે અનેરો પ્રેમ છે અને તે ન્યાયના ચુકાદાને લગતો તેનો વિચાર બદલે છે.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 2:13
41 Iomraidhean Croise  

અને રૂબેન ખાડાની પાસે પાછો આવ્યો. અને જુઓ, યૂસફ તો ખાડામાં નહોતો; અને તેણે પોતાનાં લૂગડાં ફાડયાં.


અને યાકૂબે તેનાં વસ્‍ત્ર ફાડયાં, ને તેની કમરે ટાટ બાંધ્યું, ને તેના દિકરાને માટે ઘણા દિવસ સુધી શોક કર્યો.


ત્યારે દાઉદે પોતાનાં વસ્‍ત્ર પકડીને ફાડ્યાં; અને તેની સાથેના બધા માણસોએ પણ તેમ જ [કર્યું].


આહાબે એ વચનો સાંભળ્યાં ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડીને પોતાના અંગ પર ટાટ પહેર્યું, ને ઉપવાસ કર્યો, ને ટાટ ઓઢીને સૂતો ને મંદ ગતિએ ચાલવા લાગ્યો.


રાજાએ નિયમશાસ્ત્રનાં પુસ્તકનાં વચનો સાંભળ્યાં ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્ર ફાડ્યાં.


હું જગા વિષે તથા તેમાંના બધા રહેવાસીઓ વિષે જે બોલ્યો કે તેઓ પાયમાલ તથા શાપરૂપ થશે તે સાંભળીને તારું હ્રદય નમ્ર થયું, ને યહોવા આગળ તું લીન થઈ ગયો, ને તારા વસ્ત્ર ફાડીને મારી આગળ રડ્યો, માટે મેં પણ તારું સાંભળ્યું છે.


ઇઝરાયલનો રાજા એ પત્ર વાંચી રહ્યો ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું “શું હું મારનાર તથા જિવાડનાર ઈશ્વર છું કે, આ માણસનો કોઢ મટાડવા માટે તેમણે એને મારી પાસે મોકલ્યો છે? કૃપા કરીને તમે વિચાર કરો, ને જુઓ કે તે કેવી રીતે મારી વિરુદ્ધ નિમિત્ત શોધે છે.”


રાજાએ તે સ્ત્રીના શબ્દો સાંભળ્યા, ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડ્યાં; (હવે તે કોટ પર ચાલ્યો જતો હતો;) અને લોકોએ જોયું, તો તેના અંગ પર અંદર તેણે ટાટ પહેરેલું હતું.


તો આકાશમાંથી તે સાંભળીને તમારા સેવકોનાં તથા તમારા ઇઝરાયલી લોકનાં પાપની ક્ષમા કરજો, કેમ કે જે સારે માર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તમે તેઓને શીખવો છો; અને તમારો જે દેશ તમે તમારા લોકને વતન તરીકે આપ્યો છે તે પર વરસાદ મોકલજો.


[તમારું] કહ્યું માન્યું નહિ, અને તમારા જે ચમત્કારો તમે તેઓને બતાવ્યા, તે તેઓએ ધ્યાનમાં લીધા નહિ. પણ તેઓએ પોતાની ગરદન અક્કડ કરી, અને પોતાની ગુલામી સ્થિતિમાં પાછા જવા માટે બંડ કરીને પોતાને માટે એક આગેવાન ઠરાવ્યો; પણ તમે ક્ષમા કરવા તત્પર, કૃપાળુ, રહેમદિલ, મંદક્રોધી તથા પુષ્કળ દયાળુ ઈશ્વર છો. તેથી તમે તેઓને તજી દીધા નહિ.


ત્યારે અયૂબે ઊઠીને પોતાનો જામો ફાડીને માથું મૂંડાવ્યું, અને ભૂમિ પર પડીને સ્તુતિ કરતાં


યહોવા દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમા તથા કૃપા કરવામાં મોટા છે.


તેઓને માટે તેમણે પોતાનો કરાર યાદ કર્યો, અને પોતાની પુષ્કળ દયાને લીધે પસ્તાવો કર્યો.


આશાભંગ થએલાઓની પાસે યહોવા છે, અને નમ્ર આત્માવાળાને તે તારે છે.


ઈશ્વરના યજ્ઞો તો રાંક મન છે; હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હ્રદયને ધિક્કારશો નહિ.


પણ, હે પ્રભુ, કરુણાથી તથા દયાથી ભરપૂર, કોપ કરવે ધીમા અને કૃપા તથા સત્યતાથી પરિપૂર્ણ, એવા તમે ઈશ્વર છો.


કેમ કે, હે પ્રભુ, તમે ઉત્તમ તથા ક્ષમા કરવાને તત્પર છો, તમને અરજ કરનાર સર્વ પર તમે ઘણા કૃપાળુ છો.


કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતનકાળથી છે, જેનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: “હું ઉચ્ચસ્થાને તથા પવિત્રસ્થાને રહું છું, વળી જે અંત:કરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પશ્ચાતાપ કરનારાઓના હ્રદયને ઉત્તેજિત કરું.


હું જે ઉપવાસ પસંદ કરું છું [તે આવો હોય] ? જે દિવસે માણસ આત્મકષ્ટ કરે તે દિવસ આના જેવો હોય? પોતાનું ડોકું સરકટની જેમ નમાવવું, ને પોતાની હેઠળ ટાટ તથા રાખનું પાથરણું કરવું-શું આને તમે ઉપવાસ ને યહોવાનો માન્ય દિવસ કહેશો?


વળી યહોવા કહે છે, “મારે જ હાથે આ બધાંને ઉત્પન્ન કર્યાં છે, એટલે તેઓ થયાં; પણ જે ગરીબ તથા નમ્ર હ્રદયનો છે, ને મારા વચનને લીધે ધ્રૂજે છે, તેની જ તરફ હું દષ્ટિ રાખીશ.


કદાચિત તેઓ યહોવાને વિનંતી કરે, ને પોતપોતાના દુષ્ટ માર્ગોથી ફરે, કેમ કે જે કોપ તથા રોષ યહોવાએ આ લોકોની વિરુદ્ધ ઉચ્ચાર્યો છે તે મહાન છે.


શખેમમાંથી, શીલોમાંથી તથા સમરૂનમાંથી મૂંડાવેલી દાઢીવાળા, ફાટેલાં વસ્ત્રોવાળા, તથા [પોતાને હાથે] પોતાને જખમી કરેલા, એવા એંસી માણસો પોતાના હાથમાં ખાદ્યાર્પણ તથા ધૂપ લઈને યહોવાના મંદિરમાં આવ્યા.


‘જો તમે આ દેશમાં રહેશો, તો હું તમને બાંધીશ અને ભાંગી નાખીશ નહિ, તમને રોપીશ અને ઉખેડી નાખીશ નહિ; કેમ કે જે વિપત્તિ હું તમારા પર લાવ્યો છું તે વિષે હું પશ્ચાત્તાપ કરું છું.


યહોવાએ તેને કહ્યું, “નગરમાં એટલે યરુશાલેમમાં, સર્વત્ર ફરીને જે માણસો તેમાં થતાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યોને લીધે નિસાસા નાખતા હોય તથા રડતા હોય તેઓનાં કપાળ પર ચિહ્‍ન કર.”


હે ઇઝરાયલ, તારા ઈશ્વર યહોવાની પાસે પાછો આવ, કેમ કે તું તારા અન્યાયને લીધે પડી ગયો છે.


આથી કદાચ ઈશ્વર [પોતાનો વિચાર] બદલીને પશ્ચાતાપ કરે, ને પોતાનો ઉગ્ર કોપ તજી દે, જેથી આપણો નાશ ન થાય.”


તેણે યહોવાની પ્રાર્થના કરીને કહ્યું, “હે યહોવા, હું તમારી પ્રાર્થના કરું છું કે, જ્યારે હું મારા દેશમાં હતો ત્યારે જ મેં એવું કહ્યું નહોતું? તેથી જ તાર્શીશ નાસી જવાને મેં ઉતાવળ કરી હતી; કેમ કે હું જાણતો હતો કે તમે કૃપાળું તથા કરુણા રાખનાર ઈશ્વર છો. તમે ક્રોધ કરવામાં ધીમા ને ઘણા દયાળુ, એવા ઈશ્વર છો, ને વિપત્તિ [પાડવા] થી તમને પશ્ચાતાપ થાય છે.


તમારા જેવો ઈશ્વર કોણ છે? કેમ કે તમે તો પાપ માફ કરો છો, ને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો. તે પોતાનો ક્રોધ હમેશાં રાખતા નથી, કેમ કે તે દયા કરવામાં આનંદ માને છે.


યહોવા કોપ કરવામાં ધીમા ને મહા પરાક્રમી છે, તે [દોષિતને] કોઈ પણ રીતે નિર્દોષ ગણનાર નથી. યહોવાનો માર્ગ વંટોળિયામાં તથા તોફાનમાં છે, ને વાદળાં તેમના પગની રજ છે.


યહોવા મંદરોષી તથા પુષ્કળ દયાળુ, અન્યાય તથા ઉલ્‍લંઘનની ક્ષમા કરનાર, તથા [દોષિતને] નિર્દોષ કોઈ પણ પ્રકારે નહિ ઠરાવનાર; પિતાના અન્યાયનો બદલો ત્રીજી તથા ચોથી પેઢીનાં છોકરાં પાસેથી લેનાર છે.


અથવા ઈશ્વરનો ઉપકાર તને પસ્તાવો કરવા તરફ પ્રેરે છે, એથી અજ્ઞાન રહીને શું તેમના ઉપકારની, સહનશીલતાની તથા વિપુલધૈર્યની સંપત્તિને તું તુચ્છ ગણે છે?


પણ ઈશ્વર, જે કરુણાથી ભરપૂર છે, તેમણે આપણા પર પ્રેમ રાખ્યો, તેમના અત્યંત પ્રેમને લીધે,


કેમ કે શરીરની કસરત થોડી જ ઉપયોગી છે; પણ ઈશ્વરપરાયણતા તો સર્વ વાતે ઉપયોગી છે, કેમ કે તેમાં હમણાંના તથા હવે પછીના જીવનનું પણ વચન સમાયેલું છે.


Lean sinn:

Sanasan


Sanasan