Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 1:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ખાદ્યાર્પણો તથા પેયાર્પણો યહોવાના મંદિરમાં બંધ પડી ગયાં છે; યહોવાના સેવક યાજકો શોક કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 મંદિરમાં અર્પણ કરવા માટે કંઈ ધાન્ય કે દ્રાક્ષાસવ રહ્યાં નથી; પ્રભુને ચઢાવવાનાં અર્પણો ન હોવાથી યજ્ઞકારો ઝૂરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 યહોવાહના ઘરમાં ખાદ્યાર્પણો અને પેયાર્પણો આવતાં નથી. યહોવાહના સેવકો, યાજકો, શોક કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 યહોવાના મંદિરમાં ખાદ્યાર્પણો અને પેયાર્પણો આવતાં નથી. યાજકો જે યહોવા આગળ સેવક છે તેઓ શોક કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 1:9
10 Iomraidhean Croise  

પણ અમારા ઈશ્વર તો યહોવા છે, અમે તેમને તજી દીધા નથી. યહોવાની સેવા કરનાર અમારા યાજકો તો હારુનપુત્રો છે, તથા લેવીઓ પણ પોતપોતાના કામ પર છે.


વળી ઇઝરાયલીઓમાંથી તું તારા ભાઈ હારુનને તથા તેની સાથે તેના દીકરાઓને મારી આગળ યાજકપદ બજાવવાને માટે તારી પાસે બોલાવ, એટલે હારુનને તથા તેની સાથે તેના દીકરાઓને મારી આગળ યાજકપદ બજાવવાને માટે તારી પાસે બોલાવ, એટલે હારુનને તથા તેના દીકરાઓ નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઇથામારને બોલાવ.


પણ તમે તો યહોવાના યાજક કહેવાશો; આપણા ઈશ્વરના સેવક, એવું [નામ] તમને આપવામાં આવશે. વિદેશીઓની સંપત્તિ તમે ખાશો, ને તેમનું ગૌરવ [તમને પ્રાપ્ત થવા] માં તમે અભિમાન કરશો.


આને લીધે હું રડું છું; મારી આંખમાંથી, મારી આંખમાંથી પાણી વહ્યું જાય છે. કેમ કે મને દિલાસો આપનાર તથા મારો પ્રાણ બચાવનાર મારાથી દૂર છે. મારા પુત્રો નિરાધાર છે કેમ કે શત્રુ ફાવી ગયો છે.


સિયોનના માર્ગો શોક કરે છે, કેમ કે નીમેલા પર્વમાં કોઈ આવતું નથી! તેના સર્વ દરવાજા ઉજ્‍જડ થયા છે, તેના યાજકો નિસાસા મૂકે છે. તેની કુમારિકાઓ ખિન્‍ન છે, ને તે [નગરી] જાતે અતિ દુ:ખી છે.


તેઓ યહોવાને દ્રાક્ષારસ [નાં પેયાર્પણો] રેડશે નહિ, ને તેઓ [નાં અર્પણો] પ્રભુને સંતોષકારક લાગશે નહિ; તેઓનાં બલિદાનો તેમને શોક કરનારાઓના અન્ન જેવાં થઈ પડશે, જેઓ તે ખાશે તેઓ બધા અપવિત્ર થશે, કેમ કે તેમનું અન્ન તેમની ભૂખ [ભાંગવા] ના કામમાં આવશે. તે યહોવાના મંદિરમાં દાખલ થશે નહિ.


હે યાજકો, તમારી કમરે [ટાટ] વીંટીને વિલાપ કરો. હે વેદીના સેવકો, તમે પોક મૂકો. હે મારા ઈશ્વરના સેવકો, ચાલો, ટાટ પહેરીને આખી રાત સૂઈ રહો, કેમ કે ખાદ્યાર્પણો તથા પેયાર્પણો તમારા ઈશ્વરનાં મંદિરમાં આવતાં બંધ થઈ ગયાં છે.


શું, અમારી નજર આગળથી અન્નનો નાશ થયો નથી? અમારા ઈશ્વરના મંદિરમાંથી હર્ષ તથા આનંદ બંધ થયા નથી?


કોણ જાણે, કદાચ તે પશ્ચાતાપ કરીને પાછા આવે, ને તે પોતાની પાછળ આશીર્વાદ, એટલે તમારા ઈશ્વર યહોવાને માટે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ, રહેવા દે.


યાજકો, એટલે યહોવાના સેવકો, પરસાળ તથા વેદીની વચ્ચે રડીને કહે, ‘હે યહોવા, તમારા લોકોને દરગુજર કરો, અને વિદેશીઓ તેમના પર રાજ કરે, ને તમારો વારસો નિંદાપાત્ર થાય, એવું થવા ન દો.’ લોકોમાં એવું શા માટે કહેવાય કે, ‘તેઓનો ઈશ્વર ક્યાં છે?’


Lean sinn:

Sanasan


Sanasan