Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 1:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે એક બળવાન પ્રજા, જેના માણસો અસંખ્ય છે, તે મારા દેશ પર ચઢી આવી છે; તેના દાંત સિંહના દાંત જેવા છે, ને તેને મોટા સિંહના જેવી દાઢો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તીડોનાં સૈન્યે આપણા દેશ પર આક્રમણ કર્યું છે; તેઓ શક્તિશાળી અને સંખ્યાબંધ છે; તેમના દાંત સિંહના દાંત જેવા તીક્ષ્ણ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 એક બળવાન પ્રજા કે જેના માણસોની સંખ્યા અગણિત છે. તે મારા દેશ પર ચઢી આવી છે. એ પ્રજાનાં દાંત સિંહના દાંત જેવા છે, તેની દાઢો સિંહણની દાઢો જેવી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 કારણ, એક દેશે પૃથ્વીને ઢાંકી દીધી છે. તેઓ અગણિત છે. એમનાં દાંત સિંહના દાંત જેવા છે, તેમની દાઢો સિંહણની દાઢો જેવી છે.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 1:6
9 Iomraidhean Croise  

અને ત્યાંના રહેવાસીઓના પાપને લીધે ફળદ્રુપ દેશને સ્થાને ખારવાળી જમીન કરી નાખે છે.


એવી પણ પેઢી છે કે જેના દાંત તરવાર જેવા, અને જેની દાઢો ચપ્પુ જેવી છે! તે વડે તેઓ ગરીબોને પૃથ્વી પરથી, અને કંગાલોને માણસોમાંથી ખાઈ જાય છે.


મારા લોકોની ભૂમિ પર કાંટા તથા ઝાંખરાં ઊગી નીકળશે; ઉલ્લાસી નગરનાં સર્વ આનંદભર્યા ઘર પર તેઓ ઊગશે.


તે યહૂદિયામાં ધસી આવશે; તે ઊભરાઈને આરપાર જશે; તે ગળા સુધી પહોંચશે; અને તેની પાંખોના વિસ્તારથી, હે ઈમાનુએલ, તારો આખો દેશ ભરપૂર થઈ જશે.”


તેઓ યહોવાના દેશમાં રહેવા પામશે નહિ; પણ એફ્રાઈમ ફરીથી મિસર જશે, ને તેઓ આશૂરમાં અપવિત્ર અન્ન ખાશે.


તીડો, કાતરાઓ, ઇયળો તથા જીવડાંઓની મોટી ફોજ જે મેં મારા તરફથી તમારામાં મોકલી હતી, તે જે વરસો [નો પાક] ખાઈ ગયાં છે, તેનો બદલો હું તમને વાળી આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan