Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 1:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હે છાકટાઓ, તમે જાગો ને વિલાપ કરો; હે સર્વ મદ્યપાન કરનારાઓ, તમે લહેજતદાર દ્રાક્ષારસને માટે પોક મૂકો; કેમ કે તમારા મુખથી તેને દૂર કરવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 હે નશાબાજો, જાગો અને વિલાપ કરો; હે શરાબીઓ, પોક મૂકો. નવો દ્રાક્ષાસવ બનાવવા માટેની દ્રાક્ષોનો નાશ થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હે નશાબાજો, તમે જાગો અને વિલાપ કરો; સર્વ દ્રાક્ષારસ પીનારાઓ, પોક મૂકીને રડો, કેમ કે, સ્વાદિષ્ઠ દ્રાક્ષારસ તમારા મુખમાંથી લઈ લેવાયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હે છાકટાઓ, તમે જાગો અને આક્રંદ કરો! સર્વ દ્રાક્ષારસ પીનારાઓ, જોરથી રડો! મીઠો દ્રાક્ષરસ તમારી પાસેથી લઈ લેવાયો છે.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 1:5
13 Iomraidhean Croise  

તે કારણથી ટાટ પહેરો, વિલાપ તથા રુદન કરો; કેમ કે યહોવાનો ઉગ્ર કોપ આપણા પરથી ઊતર્યો નથી.


“હે મનુષ્યપુત્ર, ભવિષ્ય ભાખીને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તે દિવસનું નખોદ જજો! એમ બૂમો પાડો.


હે ખેડૂતો, તમે લજ્જિત થાઓ; હે દ્રાક્ષામાળીઓ, ઘઉંને માટે તથા જવને માટે તમે પોક મૂકો; કેમ કે ખેતરના પાકનો નાશ થયો છે.


હે યાજકો, તમારી કમરે [ટાટ] વીંટીને વિલાપ કરો. હે વેદીના સેવકો, તમે પોક મૂકો. હે મારા ઈશ્વરના સેવકો, ચાલો, ટાટ પહેરીને આખી રાત સૂઈ રહો, કેમ કે ખાદ્યાર્પણો તથા પેયાર્પણો તમારા ઈશ્વરનાં મંદિરમાં આવતાં બંધ થઈ ગયાં છે.


તેઓએ ચિઠ્ઠીઓ નાખીને મારા લોકોને વહેંચી લીધા છે. છોકરો આપીને તેઓએ વેશ્યા લીધી છે. ને છોકરી વેચીને મદ્યપાન કરવા માટે દ્રાક્ષારસ લીધો છે.


એક‍ શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગનાં મુલાયમ વસ્‍ત્રો પહેરતો હતો, અને નિત્ય દબદબાસહિત મોજમઝા મારતો હતો.


હવે ચાલો, શ્રીમંતો, તમારા પર પડનારાં સંકટોને લીધે તમે વિલાપ કરો અને રડો.


Lean sinn:

Sanasan


Sanasan