Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 1:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જીવડાંઓએ રહેવા દીધેલું તીડો ખાઈ ગયાં છે; અને તીડોએ રહેવા દીધેલું કાતરાઓ ખાઈ ગયા છે; અને અને કાતરાઓએ રહેવા દીધેલું ઇયળો ખાઈ ગઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તીડોનાં ટોળેટોળાં પાક પર બેઠાં; એક ટોળાએ જે બાકી રાખ્યું, તે બીજા ટોળાએ કાતરી ખાધું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જીવડાંઓએ રહેવા દીધેલું તીડો ખાઈ ગયાં; તીડોએ રહેવા દીધેલું તે કાતરાઓ ખાઈ ગયા; અને કાતરાઓએ રહેવા દીધેલું તે ઈયળો ખાઈ ગઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તીડો તમારો બઘો પાક ખાઈ જશે. જે કાતરનારા તીડોએ છોડયું તે ગણગણતા તીડો ખાશે; જે ગણગણતા તીડોએ છોડયું તે કૂદતા તીડો ખાશે; છેલ્લે આંકરાંતિયા તીડ બચેલું બઘું ખાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 1:4
19 Iomraidhean Croise  

જો દેશમાં દુકાળ હોય, જો મરકી હોય, જો લૂ, મસી, તીડ કે કાતરા પડે, જો તેઓના શત્રુ તેઓના દેશમાં પોતાનાં નગરોમાં તેઓને ઘેરી લે; ગમે તે મરકી કે, ગમે તે રોગ હોય;


જો દેશમાં દુકાળ પડે, મરકી ચાલે, સૂક, મસી, તીડ કે કાતરા પડે; જો તેઓના દેશનાં નગરોમાં તેઓના શત્રુઓ તેઓને ઘેરી લે; ગમે તે મરકી કે મંદવાડ આવ્યો હોય;


જો હું આકાશ એવું બંધ કરું કે બિલકુલ વરસાદ આવે નહિ, અથવા જો હું તીડોને દેશના ખેતરોને ખાઈ જવાની આજ્ઞા કરું, અથવા જો હું મારા લોકમાં મરકી મોકલું;


તે બોલ્યાં, એટલે અગણિત તીડો તથા ઈયળો આવ્યાં;


તેમણે તેઓની પેદાશ કાતરાને તથા તેઓની મહેનતનું [ફળ] તીડને આપી દીધું.


કેમ કે જો તમે મારા લોકને જવા દેવાનો ઈનકાર કરશો, તો જુઓ, હું કાલે તમારી સીમોમાં તીડ મોકલીશ;


અને તેઓ પૃથ્વીની સપાટીને એવી ઢાંકી દેશે કે ભૂમિ દેખાશે નહિ. અને કરાથી જે તમારે માટે બચેલું છે તે પણ તેઓ ખાઈ જશે, અને જે પ્રત્યેક વૃક્ષ તમારે માટે ખેતરમાં ઊગેલું હશે તે પણ તેઓ ખાઈ જશે.


અને જેમ માણસો કાતરા એકઠા કરે છે, તેમ તમારી લૂંટ એકઠી કરવામાં આવશે; તીડો ધસી આવે છે તે પ્રમાણે તેઓ તે પર ધસી આવશે.


સૈન્યોના [ઈશ્વર] યહોવાએ પોતાના જીવના સમ ખાધા છે કે, હું તને તીડોની જેમ માણસોથી ખચીત ભરી દઈશ; અને તેઓ તારી વિરુદ્ધ ગર્જના કરશે.”


દેશમાં ધ્વજા ઊભી કરો, વિદેશીઓમાં રણશિંગડું વગાડો, તેની સામે વિદેશીઓને સજ્જ કરો, તેની સામે અરારાટ, મિન્ની તથા આશ્કેનાઝનાં રાજ્યો બોલાવો; તેની સામે સેનાપતિ નીમો; ઘોડાને કરકરા તીડની જેમ ચઢાવી લાવો.


તીડો, કાતરાઓ, ઇયળો તથા જીવડાંઓની મોટી ફોજ જે મેં મારા તરફથી તમારામાં મોકલી હતી, તે જે વરસો [નો પાક] ખાઈ ગયાં છે, તેનો બદલો હું તમને વાળી આપીશ.


હું તમારા પર લૂની તથા ગેરવાની આફત લાવ્યો; તમારાં સંખ્યાબંધ બાગો, દ્રાક્ષાવાડીઓ, અંજીરીઓ તથા જૈતવૃક્ષોને જીવડાં ખાઈ ગયાં છે, તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ, ” એમ યહોવા કહે છે.


પ્રભુ યહોવાએ મને આમ દર્શાવ્યું છે: વનસ્પતિની પાછલી ફૂટની શરૂઆતમાં તેણે તીડો બનાવ્યાં. તે રાજાની કાપણી પછીનો પાછલો ચારો હતો.


“વળી તમારી ખાતર હું ખાઈ જનારને ધમકાવીશ, અને તે તમારી જમીનની ઊપજનો નાશ કરશે નહિ. અને ખેતરમાં તમારા દ્રાક્ષાવેલાઓનાં ફળ અકાળે ખરી પડશે નહિ, ” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


તું ખેતરમાં ઘણું બી લઈ જશે, પણ થોડી ફસલ ઘેર લાવશે; કેમ કે તીડ તે ખાઈ જશે.


તારાં સર્વ ઝાડ ને તારી જમીનનું ફળ તીડોનો [ભક્ષ] થઈ પડશે.


Lean sinn:

Sanasan


Sanasan