Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 1:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હે વૃદ્ધ પુરુષો, આ સાંભળો, દેશના સર્વ રહેવાસીઓ, તમે કાન દો. આ તમારા વખતમાં બન્યું છે કે, તમારા પૂર્વજોના વખતમાં?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 હે વયોવૃદ્ધ લોકો, લક્ષ દો, યહૂદિયામાંનું સૌ કોઈ સાંભળે. તમારા કે તમારા પૂર્વજોના સમયમાં આના જેવું ક્યારેય બન્યું છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હે વડીલો, તમે આ સાંભળો અને દેશના સર્વ વતનીઓ તમે પણ ધ્યાન આપો. આ તમારા સમયમાં બન્યું છે કે, તમારા પૂર્વજોના સમયમાં?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 સાંભળો, હે ઇસ્રાએલના વડીલો! અને દેશના સર્વ વતનીઓ, તમે પણ ધ્યાન આપો! તમારા કે તમારા પૂર્વજોના સમયમાં કદી આવું બન્યું છે?

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 1:2
24 Iomraidhean Croise  

વૃદ્ધ પુરુષોમાં ડહાપણ હોય છે, અને પાકી વયમાં સમજણ હોય છે.


અમારામાં ઘણા પળિયાંવાળા, તથા તારા પિતાથી ઘણી મોટી ઉંમરના વૃદ્ધ પુરુષો છે.


દુષ્ટો શા માટે જીવે છે, અને વૃદ્ધ થાય છે, વળી મહા પરાક્રમી થાય છે?


કૃપા કરીને આગલા જમાના [ના લોક] ને પૂછ, અને આપણા પિતૃઓએ ખોળી કાઢયું છે, તે પર ધ્યાન આપ;


હે સર્વ લોકો, તમે આ સાંભળો; હે સર્વ જગવાસીઓ, કાન દો.


હે વિદેશીઓ, તમે સાંભળવાને પાસે આવો; હે લોકો, તમે કાન દો! પૃથ્વી તથા તે પર જે કાંઈ છે તે સર્વ, જગત તથા તેમાંથી જે સર્વ નીપજે છે તે સાંભળે!


એફ્રાઈમ યહૂદાથી જુદો પડયો ત્યાર પછી આવ્યા જહોતા એવા દિવસો યહોવા તારા પર, તારી પ્રજા પર તથા તારા પિતાના કુટુંબ પર લાવશે, એટલે આશૂરના રાજાને [લાવશે].


હાય હાય! તે દિવસ એવો ભારે છે કે તેના જેવો બીજો કોઈ નથી. તે તો યાકૂબના સંકટનો વખત છે; તોપણ તે તેમાંથી બચશે.”


“હે મૂર્ખ અને બેવકૂફ લોકો, તમે આંખો છતાં જોતા નથી, અને કાનો છતાં સાંભળતા નથી, હવે તમે આ સાંભળો:


તે સમયે મહાન સરદાર મિખાયેલ, જે તારા લોકોના પક્ષમાં ઊભો રહે છે, તે ખડો થશે; અને એવા સંકટનો સમય આવશે કે [પહેલવહેલી] પ્રજા ઉત્પન્‍ન થઈ ત્યારથી એ સમય સુધીમાં એવો કદી આવ્યો નહોતો. એ સમયે તારા લોકોમાંના જેઓ [નાં નામ] પુસ્તકમાં નોંધાયેલાં માલૂમ પડશે તે દરેકનો બચાવ થશે.


હે ઇઝરાયલના લોકો, યહોવાનું વચન સાંભળો:કેમ કે દેશના રહેવાસીઓની સાથે યહોવા વાદવિવાદ [કરવાના] છે, કારણ કે દેશમાં સત્ય કે કૃપા કે ઈશ્વરનું જ્ઞાન જરા પણ નથી.


હે યાજકો, તમે આ સાંભળો, ને હે ઇઝરાયલ લોકો, તમે લક્ષ આપો, ને હે રાજકુટુંબ, તું સાંભળ, કેમ કે તમારી વિરુદ્ધ દંડાજ્ઞા છે; કેમ કે તમે મિસ્પામાં ફાંદારૂપ, તથા તાબોર પર નાખેલી જાળરૂપ થયા છો.


પવિત્ર ઉપવાસ કરો, ધાર્મિક સંમેલન ભરો, વડીલોને તથા દેશના સર્વ રહેવાસીઓને તમારા ઈશ્વર યહોવાના મંદિરમાં ભેગા કરો, ને યહોવાની સમક્ષ વિનંતી કરો.


અંધકાર તથા ગમગીનીનો દિવસ, વાદળ તથા ઘાડા અંધકારનો દિવસ, પર્વતો પર દેખાતા ઝળઝળા જેવો [દિવસ તે થશે]. આગળ કદી થઈ નથી, ને હવે પછી ઘણી પેઢીઓ સુધી બીજી કોઈ થશે નહિ, એવી મોટી તથા બળવાન પ્રજા [આવશે].


હે ઇઝરાયલ લોકો, તમારી વિરુદ્ધ એટલે જે આખી પ્રજાને હું મિસર દેશમાંથી કાઢી લાવ્યો, તેની વિરુદ્દ આ જે વચન યહોવા બોલ્યા છે, તે સાંભળો:


હે સમરુનના પર્વત પરની, ગરીબો પર જુલમ કરનારી, દરિદ્રીઓને કચરી નાખનારી તથા “લાવો, આપણે પીએ, ” એમ પોતાના ધણીઓને કહેનારી બાશાનની ગાયો, તમે આ વચન સાંભળો.


હે ઇઝરાયલના વંશજો, તમારે વિષે આ જે મરસિયો હું ગાઉં છું તે સાંભળો:


હે પ્રજાઓ, તમે સર્વ સાંભળો. હે પૃથ્વી, તથા તે ઉપર જે છે તે સર્વ, ધ્યાન દો; અને પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાંથી, એટલે પ્રભુ યહોવા, તમારી વિરુદ્ધ સાક્ષી થાઓ.


મેં કહ્યું, “હે યાકૂબના નેતાઓ, અને ઇઝરાયલ લોકોના અધિકારીઓ, તમે કૃપા કરીને સાંભળો:અદલ ઇનસાફ કરવો એ શું તમારી ફરજ નથી?


હે યાકૂબના વંશના નેતાઓ, ને ઇઝરાયલના વંશના અધિકારીઓ, ન્યાયને ધિક્કારનારા તથા ઇનસાફને ઊંધો વાળનારા, કૃપા કરીને આ સાંભળો.


જેને સાંભળવાને કાન છે તે સાંભળે.”


કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી, ને કદી થશે પણ નહિ.


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને ઈશ્વરના પારાદૈસમાંના જીવનના ઝાડ પરનું [ફળ] હું ખાવાને આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan